Powered By Blogger

Monday 31 March 2014

માણસો જતા રહે છે , સદીઓ વીતી જાય છે , પેઢીઓ ની પેઢી જતી રહે છે પણ સંબંધ નો અંત કયારેય પણ નથી આવતો સંબંધ જન્મો જન્મ સુધી ચાલતો રહે છે .........

સંબંધો નો ચક્વ્યૂહ 




સંબંધ માં પ્રેમ રાખજો , પણ પ્રેમ માં કયારેય સંબંધ ને ના લઇ આવતા નહિ તો સંબંધ અને પ્રેમ ની  લડાઈ  માં પ્રેમ ને જ સરેન્ડર કરી દેવું પડશે સંબંધ સાચવા  માટે




સંબંધ એટલે એક પરિવાર એક જૂથ , એક સમુદાય કે જેમાં આપણ ને સમજવાનું અને શીખવાનું મળી રહે.















જે વ્યક્તિ માં બધા ને ભેગા કરીને એક જૂથ બનાવી રાખવાની તાકાત હોય છે તે જ વય્ક્તિ સંબધ ને સારી
 રીતે સમજી સકે છે

આપણા જીવન માં સંબંધ એ ઘણો જ મહત્વ નો ભાગ છે.  સંબંધ  તો  જીવન રૂપી  સાકળ કેહવાય આપડે બધા જ કોઈ ની કોઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છીએ.મામા , માસી , ભત્રીજો ,ભાઈ ,બહેન,,પતિ  પત્ની બધા જ એકબીજા સાથે  ગમે તે રીતે જોડાયેલા છે અને એક સાકળ બની છે જો આમાં થી એક હુક નીકળી  જાય તો બીજા બધા હુક પણ વેરવિખેર વેરવિખેર થઇ જતા હોય છે. સંબંધ  હંમેશા એવા  રાખવા જોઈએ કે આપણ ને   કોની  કયારે જરૂર પડશે તે કેહવું  અગરુ છે પણ જરૂર પડે   ત્યારે  જે વય્ક્તિ સાથે આવી ને ઉભો  રહે તેજ વય્ક્તિ સાચો સંબંધી કેહવાય બાકી તો આ દુનિયા માં  ગણા લોકો મળશે તમને કેજે તમારા સમય માં તમારી સાથે હશે અને ખરાબ સમય  આવતા જ રાઈ  ના દાણા ની જેમ સરકી જશે. અને ખરાબ સમય દુર થતા જ  ફરી પાછા દૂધ માં સાકાર ની જેમ ભળી જવાનો  પ્રયત્ન કરશે। ...આવા લોકો થી સાવધાન રેહવાની  જરૂર છે। ..જે વય્ક્તિ ને સંબંધ ની કોમળતા નો એહસાસ નથી તેની સાથે તો  ભગવાન પણ સંબંધ બનાવતા પેહલા પરીક્ષા કરી લેતા હોય છે.





સંબંધો  સાચવવા એ ઘણા જ  અઘરા છે પરિવાર માં રહેતી દરેક વય્ક્તિ  ના સવ્ભાવ સરખા હોતા નથી.

 દરેક વય્ક્તિ  કઈક ને કઈક વાત માં માઠું લાગતું  હોય છે. પરિવાર ની  દરેક વય્ક્તિ  ને સમજી  ને જો પરીસ્થિતિ ને સાંભળી લઈશું તો કદાચ સંબંધો ને સચવા ઘણા જ સિમ્પલે બની જશે.સંબંધો એ જીવન ની જીવાદોરી સમાન છે બાળક જયારે આ દુનિયા માં આવ્યું પણ નથી હોતું ત્યાર થી જ તેના સંબંધો પરિવાર ની દરેક વ્યક્તિ સાથે બની જતા હોય છે પણ આ બધા જ  સંબંધો નો બાળક નથી ઓળખતું તે ફક્ત પોતાની માતા ને જ ઓળખે છે પરંતુ જે વ્યક્તિ નું આ દુનિયા માં હજી જનમ પણ નથી લીધો તેવી વય્ક્તિ નો સંબંધ બની જાય છે। .......... માં-બાપ ,દાદ - દાદી , ફઈ - ફૂવા ,મામા - માસી બધા જ સંબંધો અપોઅપ જ બંધાઈ જાય છે આજ તો કુદરત ની મોહમાયા છે। ....જે વ્યક્તિ નું હજી કોઈ નામ સરનામું નથી તેવી વય્ક્તિ સંબંધ  ના ચક્વ્યૂહ માં આવી જાય છે. આ દુનિયા માં થી માણસો જતા રહે છે , પણ તેમની સાથે જોડાયેલા સંબંધ હમેશા જોડાયેલા જ રહે સંબંધ નો અંત કયારેય પણ આવતો નથી। ............. પણ હા બે વય્ક્તિ ઓ વચે આન્બનાવ બને છતા પણ સંબંધ નું  જે નામે પેહલા હતું તેજ રહે છે અંત આવે છે તો ફક્ત એકબીજા પરત્યે ની લાગણી નો સમજદારી નો। .......... પ્રેમ નો। .............. આપણા ઘરડા દાદા-દાદી જો હયાત ના હોય તો પણ એ  આપણા દાદ - દાદી તો કેહવાય જ છે। ......ભલે તે વય્ક્તિ નું કોઈ અસ્તિત્વ નથી આ દુનિયા માં અત્યારે પણ તેની સાથે નો સંબંધ હમેશા જળવાયેલો રહે છે.સંબંધો નો કયારેય પણ અંત આવતો નથી.શ્રી મહાતામાં ગાંધી વર્ષો થઇ ગયા પણ આજે પણ એમને લોકો બાપુ તારી કે ઓળખે છે તેનો મતલબ તે નથી પણ તેમની સાથે નો સંબંધ અકબંધ છે. લોકો સંસાર છોડી ને જતા રહે છે , સદીઓ વીતી જાય છે , પેઢીઓની  પેઢીઓ વીતી જાય છે છતા પણ માણસ નો સબંધ તો  કુમળા ફૂલ જેવો છે બસ તેને ફક્ત થોડું પાણી એ ખાતર એટલે કે થોડી લાગણી અને સમજદારી પૂર્વક સંભાળી લઈશું તો થોડાક સમય પછી આપણ ને સુગંધ આપશે । ...........

સંબંધ એટલે એકબીજા ને જન્મો જનમ સુધી જોડી ને રાખતી સાકળ 



જે વ્યક્તિ માં બધા ને ભેગા કરીને એક  જૂથ બનાવી રાખવાની તાકાત હોય છે તે જ વય્ક્તિ સંબધ ને સારી રીતે સમજી સકે છે. બધા ને ભેગા કરીને રાખવાની રકત "વિશ્વાસ "માં હોય છે અને બધા ને જુદા કરવાની તાકાત " વહેમ " માં હોય છે હંમેશા એકબીજા ઉપર વિશ્વાસ રાખી ને જીવન જીવીશું તો કદાચ સંબંધો ને સમજવાની જરૂર નહિ પડે. સંબંધ નો અંત કયારેય પણ પ્રકૃતિક ને કુદરતી મોત થી આવતો નથી તે તો ચાલ્યા જ કરે છે અનંત કાળ સુધી। ................સંબંધ એક પરિવાર થી એક જૂથ , સમુદાય થી બને છે કોઈ એકલી રેહતી। ............ અનાથ વ્યક્તિ ને કોઈ ના સાથે કોઈ સંબંધ નથી રેહતો કારણ તે પરિવાર કે જૂથ માં નથી રેહતી પરિવાર માં રેહતી દરેક વય્ક્તિ સંબંધ સાથે જોડેલી છે.


આજના મોડર્ન યુગ માં સંબંધ ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. અત્યાર ના સમય માં સંબંધ એટલે પૈસા જો કોઈ વય્ક્તિ સાથે તમારે પૈસા ની લેવડ -દેવળ હોય તો તે વ્યક્તિ પૈસા માટે  ગાઢ સંબંધ ને પણ તોડતા વિચારતો નથી.  બસ  દરેક વ્યક્તિ પૈસા ની લાલચ  સંબંધ ને છોડી ને આગળ વધી રહી છે. પેહલા એવું કેહવાતું હતું કે સંબંધ ને પૈસા શકાતો   નથી પણ અત્યારે પૈસા થી જ સંબંધ નું મુલ્ય આંકવા માં આવે છે જો તમારી પાસે પૈસા હશે તો ઘણા બધા લોકો તમને માન - સમાન  આપશે। ........... સમાજ માં તમારી એક અલગ જ પ્રકાર ની  ઓળખ  હશે. સમાન્ય રીતે આપણે જોઈએ છીએ કે સમાજ માં ઘણા મોભી લોકો હોય છે જે અલગ અલગ જગ્યા એ દાન આપતા હોય છે। ........... તેમની  ઓળખ છે કારણ કે તે દાન રૂપે પૈસા આપે છે હમણાં જો તે પૈસા આપવનું બંધ  કરી દેતો આજ સમાજ એમને  કોરી ખાય છે। .............આજ કાલ સંબંધ નું મુલ્ય  માણસ કે  તેની લાગણી સાથે નહિ પરંતુ પૈસા સાથે અંક્વામાં આવે છે.આજ કાલ સંબંધ નું સ્થાન 

Enternet એ લઇ લીધું છે। ......... જેમ જેમ ટેકનોલોજી વિકાસ પામતી ગઈ તેમ તેમ સંબંધ માં ફેરફાર આવતા ગયા અને આજના ફાસ્ટ યુગ માં સંબંધો  

Social Networking site પર બનતા થઇ ગયા છે. એવી વ્યક્તિ કે જેમને આપણે કયારેય  જોઈ જ નથી તેવી વ્યક્તિ સાથે આપડે  કલાકો સુધી Chatting માં વાતો કરવા માં સમય પસાર કરીએ છીએ પણ આપનાં સાથે  જે લોકો રહે છે તેમની સાથે વાત કરવાનો સમય નથી હોતો। ................... એક ફક્ત 2 કે 3 દિવસ ની વાતચીત ના આધારે ગણી વાર લોકો પૂરી જીંદગી સાથે વિતાવવાન વચન આપી દેતા હોય છે। ............ આપણે જાણતા નથી કે એ વય્ક્તિ કેવી છે ? ......... તેનું ફેમિલી કેવું છે ??? ,...... આપણે કઈ પણ વિચાર કર્યા વગર જ સંબંધ ની શરુ વાત કરીએ છીએ। ...... એ સંબંધ મિત્રતા નો પણ હોઈ શકે અને જીવન ભાર સાથ નિભાવનો પણ હોઈ સકે। ............. આવા સંબંધો વધારે માં વધારે 2 કે 5 વર્ષ એનાથી વધારે આવા સંબંધ માટે નું ભવિષ્ય ભાખવું અગરુ છે। ........ આ રીતે બંધાયેલા સમ્બ્નાધો લાંબા સમય સુધી ટકતા નથી અને પરિણામે તેનો કરુણ અંત આવે છે.


જેમ જેમ નવા સંબંધો બંધાતા જાય છે તેમ તેમ જુના સંબંધો દુર થતા જાય છે. આ એક સત્ય છે। .......... જિંદગી જેમ જેમ આગળ વધે છે તેમ તેમ નવા નવા સંબંધો બનતા જાય છે જાયે દીકરો આવે ત્યારે માં-બાપ બને છે , તે મોટો થાય છે ત્યારે દીકરા ના મિત્ર ના uncle - aunty ત્યાર બાદ દીકરો મોટો થાય ત્યારે વેવાઈ - વેવાણ , સાસુ -સસરા , ભાભી - નણંદ તેના છોકરા આવે ત્યારે દાદ - દાદી। .......... જેમ જેમ સમય નું વેણ બદલાતું જાય તેમ તેમ સંબંધો પણ તેનું રૂપ આપમેળે જ બદલી નાખતા હોય છે. જરૂરી નથી કે જે ભાઈ -બહેન વચ્ચે નાના હતા ત્યારે જેટલો પ્રેમ હતો તેટલો જ પ્રેમ મોટા થાય છોકરાઓ આવી જાય પછી પણ રેહવાનો જ। .... જેમ જેમ મોટા થતા જાય અને ભાઈ બહેન પોત પોતાની જીંદગી માં આગળ વધતા જાય તેમ તેમ એકબીજા માટે ની લાગણી પણ ઓછી થતી જ જાય છે। ......... અહી એવું નથી કે પ્રેમ ઓછો થઇ જાયછે પણ। .......... નવા સંબંધો ને સાચવા માટે જુના સંબંધો થી થોડા દુર થઇ જવું પડે છે। ........આ વસ્તુ દરેક સાથે થતી જ હોય છે। ..........






          સાચો સંબંધ એટલે કે જેમાં સમજદારી , લાગણી , પ્રેમ અને એક બીજા પ્રયેની સંવેદના નો સુર। .....


અહી એક એવો કિસ્સો  જણાવું છું કે  કઈ રીતે દિલના સંબંધો નો કરુણ અંત આવી ગયો ?????????



એક એવા બે પરિવાર કે જેમની વચ્ચે ની મિત્રતા ઘણી જ વધારે હતી.  એકબીજા ના  ધર્મ અલગ હતા પરંતુ આ બને પરિવાર એકબીજા સાથે દિલ થી જોડાયેલા હતા. એક પરિવાર મેહતા એટલે કે ગુજરાતી  હતો અને બીજો પરિવાર પંજાબી હતો ધર્મ અલગ , રેહવાની રીત ભાત અલગ............ બધું જ અલગ હતું છતા પણ આ બને પરિવાર એકબીજા સાથે  જોડાયેલા હતા। .. આ પરિવાર માં બે બાળકો હતા મેહતા પરિવાર ની દીકરી જેનું નામે હતું ભક્તિ અને પંજાબી પરિવારનો દીકરો જેનું નામે હતું તીર્થ। ....... બને પરિવાર એકબીજા ના બાળકો  ને  પોતાના બાળકો ની જેમ જ માનતા હતા ભક્તિ અને તીર્થ બને સાથે જ ભણ્યા, રમ્યા , મોટા થયા college પણ સાથે જ જતા। ........... બહુ જ ગાઢ મૈત્રી હતી બની ની વચે બને એકબીજા 








ને કઈ કીધા વગર જ સમજી જતા હતા। ........ નાનપણ થી જ સાથે હોવાના  કારણે બને વચે પ્રેમ પણ ગણો જ હતો। ..... બને એકબીજા વગર એક દિવસ પણ  શકતા નહતા। ..... સંજોગોમાં  તીર્થ ને  એન્જિનિરીંગ ના આભ્યાસ માટે canada જવાનું થયું આ વખતે ભક્તિ ગણી જ ઉદાસ હતી। ..... ઘરના લોકો ને મનાવીયા પછી ભક્તિ પણ તીર્થ સાથે જ અભયાસ  પૂરો કરવા  canada ગઈ। બને ગણા જ ખુશ હતા બને ના સપના પુરા થવા જઈ રહયા હતા। ....canada અભયાસ પૂરો કરીને આવિયા બાદ બને ના પરિવાર એ બને માટે છોકરાઓ  અને  છોકરીઓ  દીધું હતું પરિવાર  અજાણ હતો  તેમના પ્રેમ થી। ........ ભક્તિ અને તીર્થ બને 







 એકબીજા ના ગળાડૂબ પ્રેમ હતા ઘણા જ ખુશ હતા બને એકબીજા સાથે। .......પણ કેહવાય છે ને કે ખુશી લાંબો સમય  નથી ટકતી। ..........માણસ ને વધારે ખુશી પણ ના સારી કે વધારે દુખ પણ ના સારું। ........ અને એ લોકો જે શ્નાતી ભોગવી રહ્યા હતા  કદાચ તોફાન પેહલા ની શાંતિ હતી। ....... એક દિવસ આવીયો કે ભક્તિ ના પપ્પા એ એના માટે એક DOCTOR  શોધી નાખ્યો અને ભક્તિ ને પસંદ કરવા કહ્યું। ........... ..... તો આ તરફ તીર્થ સાથે પણ આવું જ  કઈક  બન્યું તીર્થ ના પપ્પા એ પણ તેના માટે છોકરી શોધી રાખી અને પસંદગી કરવા કહ્યું। ......... બને જણ ના પગ્નીચે થી જમીન સરકી ગઈ કયારેય વિચાર્યું પણ નહોતું એવું બની ગયું। ........ ભક્તિ અને તીર્થ બને એ પોતાના પરિવાર નેભેગા કરીને પોતાના પ્રેમ વિશે જણાવ્યું। 


સંબંધો ના ચક્વ્યુહા માં લોહી ના સંબંધો સાચવા જતા દિલ ના સંબંધો નો કરુણ અંત આવી ગયો 







....પરંતુ વિચાર્યું હતુ તેના કરતા કઈક વિપરીત જ પરિસ્થિતિ ઉભી થઇ એ લોકો ને એમ હતું એમના પરિવાર ને એમના સંબંધ થી કોઈ વાંધો નહિ હોય પણ અહી તો। ..........બને પરિવાર વચ્ચે બહુ મોટા વાદ - વિવાદ સર્જાયા। ........ બહુ મોટો જગડો થયો બે એવા પરિવાર કે જે એકબીજા વગર કયારેક રહી પણ નહોતા શકતા તેવા બે પરિવાર વચ્ચે ની કોમલ મધુર મિત્રતા નો અંત આવી ગયો। ....... કારણ માત્ર એક જ હતું ધર્મ। ... બને ના ધર્મ અલગ હતા તેથી જ  ભક્તિ અને તીર્થ નો સંબંધ આગળ ના વધી સક્યો। ........ એક સમયે  જે બે પરિવાર ના ઘર ની વચ્ચે માત્ર એક કુદી શકાય તેવી નાની પાળી હતી આજે એ બે પરિવાર એકબીજા થી તદન દુર જતા રહ્યા હતા। ... ભક્તિ નો પરિવાર અમદાવાદ છોડી ને રાજકોટ રેહવા જતો રહ્યો હતો। ........ તીર્થ અને ભક્તિ પાસે એકબીજા ની યાદ માં તડપવા સિવાય બીજો કોઈ રસ્તો પણ નહોતો એક સમયે બને એ ભાગી જવાનું પણ વિચાર્યું  પણ તેનાથી બીજા સંબંધો માં તિરાડ પડશે એજ વિચારી ને બને એ જીંદગી સાથે compromise કરી લીધું।......... ભક્તિ ના પણ લગન થઇ ગયા અને તીર્થ ના પણ। ........ લગન થઇ ગયા। ...... પણ એ બને માંથી કોઈ પોતાની જીંદગી માં સુખી નથી કારણ એક સમજાવટ થી બાંધેલો સંબંધ એટલે કડવા લીમડા ની ડાળી ને લીંબુ ના રસ માં નાખી ને પી જવું। ..........જીંદગી ભાર કડવા લીમડા નો સ્વાદ જાય જ નહિ। .......  






આજે બને ના પરિવાર વચે કોઈ સબંધ નથી અને બને નો પરિવાર પણ ગણો જ દુખી છે કારણ કે તેમના બાળકો સુખી નથી આજે તેમને એવું થાય છે કે જો એ વખતે સમજદારી પૂર્વક કામ લઈને બાળકો ને ગમતા પત્ર સાથે લગન કરાવ્યા હોત તો એ બને એકબીજા સાથે ગણ જ ખુશ હોત અને સાથે બને પરિવાર ના સંબંધો નો આમ કરુણ અંત ના આવીયો હોત. બન્ને પરિવાર પસ્તાવાની આગ માં બળે છે। ..... વડીલો  ની જીદ ના લીધે ભક્તિ અને તીર્થ ની જીદંગી। ....... સુર વગર ના સંગીત જેવી બની ગઈ લોહી ના સંબંધો ને સચવા જતા દિલ ના સબંધો નો કરુણ અંત આવી ગયો.


અહી સંબંધ વિશે સમજવાનો એક જ અર્થ છે કે એકબીજા ને સમજી ને આગળ વધીશું તો દરેક સંબંધ સુંદર લાગશે જરૂર છે તો બસ માણસ ને પોતાનો અહમ અને સ્વાર્થપણું છોડવાની ઉપર જણાવેલ કિસ્સા માં જો બને ના માં - બાપ પેહલા થી જ માની ગયા હોત તો કદાચ તેનો અંત આવો ના હોત। ... બને જાના સુખી હોત પોતાની જીંદગી માં આતો એક સાથે જ કઈ કેટલાય સંબંધો ના ખૂન થઇ ગયા કેહવાય। ..... આ વાત એમને ત્યારે ના સમજાઈ અને જયારે સમજાઈ ત્યારે ગણું મોડું થઇ ગયું  હતું। ... અને ત્યારે પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નહોતો।...  પસ્તાવાની આગ જીવવું ગણું જ અગરૂ છે માટે જ હમેશા સંબંધો ને સાચવતા સીખો તે ફૂલ નીજેવા કોમળ હોય છે।  




સંબંધો ભલે થોડા રાખો પણ એવા રાખો કે જેથી હૈયે હરખ ની હેલી ચડે અને મોત ના મુખ માંથી જીદગી પણ વરસી પડે અને સમશાન ની રાખ પણ રડી પડે







દિલ ના સંબંધો તૂટે છે તો અવાજ નથી આવતો પણ લોહી ના સંબંધો તૂટે તો તે છાપરે ચડી ને અવાજ કરે છે.



No comments: