Powered By Blogger

Sunday 13 April 2014

" જીંદગી રૂપી દરિયા માં આંખોમાં આંસુ રૂપી ભરતી અને ઓટ તો આવિયા જ કરે , જરૂર છે તો બસ તેને આંખો માં છુપાઈ દેવાની જેથી દરિયા ની જેમ તે રૌદ્ર રૂપ ધારણ ના કરી લે.... "

નયન નું રહસ્ય 


" સ્વાર્થ રૂપી આ જીંદગી માં પ્રેમભરી એક નજર મળે તો બસ છે...... છે હજારો લોકો આ દુનિયા માં છતાં પણ આ આંખો માં સમાઈ જવા વાડી વય્ક્તિ મળે તો બસ છે "

કહેવાય છે કે વ્યક્તિ નું સૌંદર્ય તેની આંખો પરથી જળકે છે.અને વ્યક્તિ ની જીંદગી નું રહસ્ય પણ તેની આંખો માં જ છુપાયેલું હોય છે. આંખ એ આપણા શરીર નું સૌ થી મહત્વ નું અને સૌ થી કોમળ અંગ છે.નયન ધ્વારા જાણી સકાય કે વય્ક્તિ કેવા સવ્ભાવ ની છે વય્ક્તિ ની આંખો પરથી તેનું વ્યક્તિત્વ દેખાઈ આવે છે। ..અને ગણી વાર જે વાત શબ્દો થી કહી નથી સકતી તે આંખો પળવાર માં જ ગણું બધું કહી દેતી હોય છે.જે વાત આખો થી થઇ શક્તિ હોય તે કદાચ શબ્દો પર નિર્ધારિત નથી હોતી

આંખ વિષે ગણા બધા કવિઓ એ પણ ગણું બધું કહ્યું છે અત્યારસુધી તેની સુંદરતા માંથી ગણા બધા કાવ્યો ઉદભવ્યા છે। .....અને કદાચ કવિઓ ની રચના પાછળ નું કારણ પણ આ રહસ્ય થી ભરેલા નયનો જ હોઈ શકે। ............ સામાન્ય રીતે પુરુષો ની સરખામણી માં સ્ત્રી ઓ માં આંખ નું સૌંદય વિશેષ જોવા મળે છે કોઈ અલગ અલગ કલર ની આખો હોય છે કોઈ ની ભૂરી તો કોઈ કાળી તો કોઈ ની લીલા રંગ ની આગના બધા પ્રકાર ની આખો  ધરાવતા લોકો જોવા મળે છે અને આ પ્રમાણે એ અલગ એમના જીવન માં પણ અલગ  પ્રકારના રહસ્યો જોવા મળે છે।



  • ભૂરી આખો :    




ભૂરી આખો ધરાવતી વય્ક્તિ સામાન્ય કરતા હોશિયાર અને સવ્ભાવ માં તીક્ષણ પ્રત્યાઘાતી હોય છે આવી વય્ક્તિઓ કયારેય પણ ભરોસા લાયક હોતી નથી, તે હમેશા પોતાના સાથે રહેતી વ્યક્તિ સાથે દાવપેચ લડતા હોય છે  


  • કાળી આંખો :



કાળી આંખો સામાન્ય રીતે બધી જ વ્યક્તિઓ ની હોય છે. આવી આંખો વાળી વ્યક્તિઓ હમેશા બીજાના માટે કઈક કરી છુટવાની અને ત્યજી દેવાની ભાવના ધરવતી હોય છે ગણી એવી ફિલ્મો માં પણ ગીત માં કાળી આંખો નો ઉલ્લેખ કરવામાં આવે છે. કાળી આંખ ધરાવતી વય્ક્તિ અત્યંત સંવદેનશીલ અને લાગણીશીલ હોય છે. આવી વ્યક્તિ ની આંખ ના પલકારા માં બધું જ સમજી જવાય કે તે અત્યારે કઈ પરિસ્થિતિ માં થી પસાર થઇ રહી છે.






  • લીલા રંગ ની આંખો : 




લીલા રંગ ની આંખો ધરવતી વ્યક્તિ બધા કરતા અલગ હોય છે આવી વ્યક્તિ માં સામાન્ય વય્ક્તિ કરતા ગણી જ વધારે સમજદારી અને આવડત હોય છે. આવી આંખો ધરવતી વ્યક્તિ તેની જીંદગી માં બધું ગણી  જડપ થી અને ઓછી મેહનત થી હાસિલ કરી લે છે આવી આખો કોઈ વ્યક્તિ ને જલ્દી થી પોતાના તરફ આકર્ષિત કરે છે પ્રમાણ માં સામાન્ય વય્ક્તિ કરતા વધારે જડપ થી જીવન માં આગળ વધે છે આવી વ્યક્તિ ઓ.... આવી વ્યક્તિ ની આખો માં એક અજબ પ્રકાર નું રહસ્ય છુપાયેલું હોય છે તે હમેશા એવું બતાવે છે કે બધું જ બરાબર છે જે કદાચ હકીકત કૈક અલગ પણ હોઈ સકે.

પ્રેમ માં પડેલા બે વ્યક્તિઓ વચે પ્રેમ આંખો થી જ શરુ થઇ ને દિલ માં ઉતરે છે। ..અને તેનો અંત પણ આંખ દ્વારા નીકળેલા આંસુ થી જ આવે છે પ્રેમ એક ખુબ જ સુંદર એહસાસ  છે જે વ્યક્તિ ને પ્રેમ કરતા હોઈએ તેનો ચેહરો નજર સામે આવતા જ દિલ ને જાણે કે એક આહલાદક શાંતિ મળી હોવાનો અનુભવ થાય છે। ..... અને આ એહસાસ આખો થી જ દિલ માં ઉતરે છે.આંખ માં  નાખવામાં  આવતું કાજળ સ્ત્રી ઓ ની સુંદરતા માં તો  વધારો કરે જ છે સાથે સાથે પ્રેમ માં પડેલી વય્ક્તિ ને વધારે આકર્ષિત  કરે છે.






કહેવાય છે કે પ્રેમ એ હોઠ પર આવેલા સ્મિત પરથી થાય છે। ...આંખો દ્વારા તે દિલ માં ઉતરે છે અને તેનો અંત એ પણ આંખો થી જ આવે છે।  


પ્રેમ માં આંખો માંથી પડેલું દરેક ટીપું જાણે કે પૂછતું હોય કે આ સુ થઇ ગયું ???? અને જવાબ માં આપને ફક્ત રૂમાલ થી એ આંસુ ને પ્રસરાવી દઈએ છીએ કોઈ પણ પ્રકાર નો જવાબ આપ્યા વગર જ। 






એક બહુ જ લોકપ્રિય શાયરી છે તેમાં આંખો સવાલ કરતી જોવા મળે છે। ..........

                     
             હમ રો રહે થે ઉનકી યાદ મેં લેકિન એ ક્યાં। .........
                          
            હમારે આંખો કે આંસુ હી હંમે પૂછ બેઠે હંમે રોજ રોજ કયું બુલાતે હો ??????? 




ભગવાને આંખો કેવી રહસ્યમય રીતે બનાવી છે ???????


  

જયારે તે ખુલે છે તો ખુશી બની જાય છે.............

જયારે પલકારો નમાવે છે તો મર્યાદા બની જાય છે। ..........

જયારે ખુલી ને ફરી બંધ થઇ જાય તો અદા કેહવાય છે। .........

નીચી નમી ને ફરી ઉચી ઉઠે નજર તો ભૂલ બની જાય છે। ........

જયારે આંખો ખુલે છે તો તે દુનિયા તેને રડાવી દેછે। .........

અને જયારે તે બંધ થાય છે ત્યારે તે દુનિયા ને રડાવી દેછે। ..........





જીંદગી માં ગણું બધું દુખ  હોવા છતાં પણ આંખો થી તે દુખ ને છુપાવી ને જીંદગી ગણ બધા લોકો જીવતા હોય છે મનુષ્ય ના જીવન માં દુખ ગણું જ હોય છે છતાં પણ આખો તે દુખ ને દિલ ના એક ખૂણા માં   સાચવી રાખી ને તે સમય ને નજર માં કેદ કરી દેતી હોય છે। ...... આંખ એ સુંદરતા અને મર્યાદાનું પ્રતિક માનવા માં આવે છે ગણી  આપણે વિચારતા કેહતા હોઈએ છીએ કે આંખ ને એક વાર જે  જ ગયું બસ। .....એ પછી અપન ને બીજું કઈ ગમતું જ નથી અહી  છે એક વાર નજર ને નજર મળે એટલે તે નજર બીજી કોઈ જગ્યા એ મળે જ નહિ એક આજ રહસ્ય છે આંખ નું।  






"તારી આંખો થી મારી આખો મળી , ખબર નહિ શું રમત રમાઈ આંખો વચ્ચે કે આંખો પણ જુકી ગઈ તારી આંખો ના તેજ થી " 




1 comment:

Anonymous said...

Nice !!

Really Impressive thinking