Powered By Blogger

Tuesday 15 April 2014

"આવીયો ત્યારે ખાલી હાથે જશો ત્યારે ખાલી હાથે , આ જીંદગી સુધારો શું લઇ ને આવિયા હતા અને શું લઇ ને જવાના બની સકે તો જીવન ને એવું જીવો કે લોકો ફરિયાદ કરી જાય "

"પંખીડા ને આ પીંજરું જુનું જુનું લાગે બહુ સમજાવિયું તોયે પંખી નવું પીંજરું માંગે" 


જીંદગી નો અંત 









"મૃત્યુ એટલે કરેલા કર્મો અનુસાર ભગવાન ને આપવામાં આવતો વાર્ષિક હિસાબ।....."

જીવન અને મરણ એતો આ દુનિયા નો નિયમ છે જે વ્યક્તિ એ આ પૃથ્વી પર જન્મ લીધો છે તે આજે નહિ તો કાલે મૃત્યું તો પામવાની જ છે કોઈ વય્ક્તિ એવી નથી જે અભય વરદાન લઇ ને આ પૃથ્વી પર જન્મી હોય। .....જો જીંદગી માં આ જન્મ માં કઈ સારા કર્મો કર્યા હોય તો મોક્ષ મળે અથવા તો કોઈ સારા અને સંસ્કારી ગર માં જન્મ થાય. કેહવાય છે કે બાળક જયારે જન્મે છે ત્યારે તેને તેના ગયા જન્મ નું બધું દેખાતું હોય છે। .....આ તેની જીંદગી નો છેલ્લો સમય હોય છે જયારે તે તેના ગયા જન્મ વિશે વિચારતો હોય છે વિધાતા એને બધું જ સમજાવતા હોય છે કે તે ગયા જન્મ માં આટલા સારા અને એટલા ખરાબ કર્મો કર્યા હતા તો હવે તારે એના કરતા કંઈક વધારે સારું આ જન્મ માં કરવાનું છે.વિધાતા તેને પાપ અને પુણ્ય ના લેખ જોખા માં ફેરવે છે અને વય્ક્તિ મોટી થતી જાય તેમ તેમ તે એ બધું જ ભૂલી ને પોતાના વર્તમાન એટલે કે જે જીવન હાલ તેને મળ્યું છે તેને અનુરૂપ આપમેળેજ થઇ જાય છે। .







મૃત્યુ શું છે ?????????? 



શું કયારેય પણ કોઈ એ મૃત્યું ને જોયું છે ખરા ???? તે કયાંથી આવે છે ???? આપણા હુષ્ટ પૃષ્ટ શરીર માંથી અચાનક જ અથવા કોઈ બીમારી કે અકસ્માત ને કારણે અચાનક જ શરીર માં થી જીવ જતો રહે છે તેને લોકો મૃત્યું કહે છે। .......... આખરે એવું તે શું થાય છે કે જીવ જતો રહે છે અને વય્ક્તિ નું શરીર જેમ કે કાષ્ટ નું પુતળું બની જાય છે ???? અને આ જીવ જાય છે તો કયા જાય છે ? કોણ લઇ જાય છે ? આં વૈજ્ઞાનિક કારણ હજી સુધી કોઈ જ વૈજ્ઞાનિક શોધી નથી સક્યો ???? શા માટે લોકો ને મૃત્યુ નો ડર લાગે છે એકલા આવિયા હતા અને એકલા જ જવાનું છે। ...જગત ની આ મોહમાયા આહી જ રહી જશે પતિ ,પત્ની,દીકરો ,દીકરી માં- બાપ બધા જ ફકર સમશાન સુધી જ સાથે આવશે પછી તો તે પણ ભૂલી જશે। ......... ફક્ત 12 દિવસ કે 2 કે 3 મહિના બધા યાદ કરીને રડશે અને પછી બધા પોતપોતાની જીંદગી માં વ્યસ્ત બની જશે। ........ શા માટે વય્ક્તિ જીંદગી માં બધું મેળવાની લાલચ રાખે છે એક દિવસ તો આ દેહ ને માટી માં રાખ જ થાવનું છે। ......... 

વ્યક્તિ જ્યારે પોતાનાં છેલ્લાં સમયને જાણી લે છે, તો તે કઈંકને કઈંક શબ્દ કહેવાની ઈચ્છા ચોક્કસ રાખે છે. એવા જૂજ લોકો છે, જેમણે આવા સમયે કઈંજ ન કહ્યું હોય. ભારતમાં ગાંધીજીનાં છેલ્લાં શબ્દો 'હૈ રામ' પણ દુનિયાભરમાં જાણિતા છે, જોકે કાર્લ માર્ક્સ જેવી મહાન હસ્તીઓ એક અપવાદરૂપ કિસ્સો છે.











મહાન વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિને 

મૃત્યુ પહેલા કહ્યું હતું, "હું મૃત્યુથી સહેજ પણ ડરતો નથી" (19મી એપ્રિલ, 1882)

કેટલીક દિગ્ગજ હસ્તિઓએ પણ તેમનાં છેલ્લાં સમયને પારખીને ખૂબ જ અનોખાં શબ્દો આ દુનિયાને આપ્યા છે. અહીં આવા જ સાત મહાન પુરુષોનાં છેલ્લાં શબ્દો આપણે વાંચીશું અને જાણીશું તેમનાં વીશે ટૂંકમાં.


ઈએન ફ્લેમિંગઃ-
(12મી ઓગસ્ટ, 1964)
જેમ્સ બૉન્ડ સીરીઝ લખનાર પ્રખ્યાત અંગ્રેજી લેખકે 11મી ઓગસ્ટ, 1964નાં રોજ કૈટરબરીમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવરને કહ્યું, "અગવડતા માટે માફી માંગું છું, તમે લોકો કેવી રીતે રસ્તા પરનો ટ્રાફિક હેન્ડલ કરી લો છો"

નાસ્ત્રોદૉમ્સઃ-
(2જી જુલાઈ, 1566)
"તમે મને સૂર્યોદય થતા-થતા જીવિત નહીં જોઈ શકો"


કાર્લ માર્ક્સઃ-

(14મી માર્ચ, 1883)
"ગેટ આઉટ. છેલ્લાં શબ્દો તે મૂરખાઓ માટે હોય છે, જેમણે જિંદગીભર કઈંજ ન કહ્યું હોય"
કાર્લ માર્ક્સે આ શબ્દો તેમના નોકરને કહ્યાં હતા, જેમણે કાર્લ માર્ક્સને કઈંક છેલ્લાં શબ્દો કહેવા માટે કહ્યું હતું.

વુડરો વિલ્સનઃ

(1924)
''આઈ એમ રેડી'' (અમેરિકન રાષ્ટ્રપતિ)


વિન્સટન ચર્ચિલઃ-
(24મી જાન્યૂઆરી, 1965)

''હું બધાથી ખુબ જ ધરાઈ ગયો છું''
આ શબ્દો કહ્યાં બાદ તેઓ 9 દિવસો સુધી કોમામાં રહ્યાં પછી આ દુનિયામાંથી ચાલી ગયા.


વાલ્ટેયર (મહાન દાર્શનિક)
(30મી મૈ, 1788)
"ધ ફ્લેમ્સ ઑલરેડી", ફ્રાન્સની રાજધાની પેરિસમાં પોતાની પથારી પાસે પ્રજ્વલિત દીપક જોઈને તેમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા.

શ્રી ગોવિંદલાલ પંચાલ (ભગત)

ગોવિંદ લાલ પંચાલ એ તેમના મૃત્યુ ના થોડાક સમય પેહલા કહ્યું હતું કે મારે જયારે ભગવાન ના ગર નું તેડું આવે ત્યારે મારો આખો પરિવાર મારી નજર સામે જ હોવો જોઈએ અને બન્યું પણ એવું શરદ પૂનમ ની રાત્રે લાંબી માંદગી બાદ તેમનું અવસાન થયું તેમની ઈચ્છા પ્રમાણે તેમનો આખો પરિવાર પંખી નો માળો તેમની આજુ બાજુ હતો ત્યારે તે ચિરનિદ્રામાં માં પોઢી ગયા.


"સમય મારો સાધજે વહાલા કરું હું કાલા વહાલ ,અંત સમય આવશે ત્યારે હારી બેસું હું હમ,
અંત સમય આવશે ત્યારે નહિ રહે દેહ નું ભાન , કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે છુટશે જીવન દોર "


2 comments:

Chirag said...

Nice Concept!! Really impresive

Unknown said...

Omg.....may people understand the around us.