એક મુલાકાત
જીવવા માટે કરવી છે એક વાર મુલાકાત
પછી આંખો બંધ થઇ જાય તો પરવાહ નથી
થઇ જવું છે પ્રેમ રૂપી નાવ માં સવાર
પછી ડૂબી જવાય તો પરવાહ નથી
માની લીધી છે મનથી તને પોતાની
હવે દુનિયા ના માને તો પણ પરવાહ નથી
દુનિયા તો બધું જ કેહશે એ કામ જ છે તેનું
હવે તેની નિંદા ની કોઈ પરવાહ નથી
જીવન રૂપી દરિયા માં ભરતી - ઓટ તો આવિયા જ કરે
સુનામી આવે તો તેની કોઈ પરવાહ નથી..
જીવન તો ચાલે છે ધીમી ગતિ એ
પણ રોકાઈ જશે તો એની કોઈ પરવાહ નથી
ભગવાને પણ ફુરસત થી લખી હશે આ મુલાકાત ને
હવે ભગવાન પણ ભૂલી જાય તો કોઈ પરવાહ નથી
જીવન તો ચાલે છે ધીમી ગતિ એ
પણ રોકાઈ જશે તો એની કોઈ પરવાહ નથી
ભગવાને પણ ફુરસત થી લખી હશે આ મુલાકાત ને
હવે ભગવાન પણ ભૂલી જાય તો કોઈ પરવાહ નથી
બનાવી દેવી છે આ મુલાકાત ને સ્વર્ગ જેવી
હવે સ્વર્ગ માં પણ જગ્યા ના મળે આ જીવ ને તો કોઈ પરવાહ નથી
હવે સ્વર્ગ માં પણ જગ્યા ના મળે આ જીવ ને તો કોઈ પરવાહ નથી
Comments
Kharu ne
Jy srikrsn