Powered By Blogger

Friday 25 April 2014

જોવો તો એક સપનું છે જીંદગી વાંચો તો એક પુસ્તક છે જીંદગી સાંભળો તો એક જ્ઞાન છે જીંદગી। જો હસી ને જીવીયે તો વાહ ક્યાં બાત હે જીંદગી। ...



જીંદગી શું છે ?????????????? 



" જીંદગી એટલે શું ????? નસીબ ,સંબંધ ,પ્રેમ થોડી લાગણી થોડો ગુસ્સો અને થોડું comrpmise 


જયારે તમે ખુશ હોવ ત્યારે બહુ જ સુંદર છે જીંદગી। ..

જયારે તમે ઉદાસ હોવ ત્યારે ગણી જ દુખ ભરેલી છે જીંદગી।...

જયારે મન વિચારો માં ખોવાયેલું હોય ત્યારે ગણી એક કોયડો છે જીંદગી। ..

જયારે સમય ખરાબ હોય ત્યારે , મુશ્કેલીઓ થી લડતા રહી ને ખુશ રેહવાનું નામે છે જીંદગી। ..

જયારે કોઈ ને ગણું બધું કેહવું હોય , છતા પણ ચુપ રેહવું પડે તેનું નામે જીંદગી।....

જયારે ગણું બધું સહન કરવું પડે , અને છતાં પણ લાચાર હોવાનો એહસાસ તેનું નામે જીંદગી। ...

જયારે દુનિયા સાચી છે તેવું લાગે , ત્યારે કંઈક રહસ્ય છુપાયેલું છે તેનું નામ જીંદગી। .......

જયારે કઈ સમજાય નહિ , અને અનંત સુધી અંધારું દેખાય તેનું નામે જીંદગી। ...

જયારે રસ્તો મળી જાય , ત્યારે એક નવી સવાર છે જીંદગી। ...

દિલ માં કોઈ નો ચેહરો છુપાઈ ને , એકાંત માં રડવું તેનું નામ છે જીંદગી। ........

કોઈ ની એક જલક જોવા માટે સતત , રાહ જોયા કરવી તેનું નામ એટલે જીંદગી। .......

કોઈ ની ખુશી માટે હંમેશા હાથ જોડીને પ્રાર્થના કરવી એટલે જીંદગી। ......

કોઈ ની ખુશી માટે જીવન સમર્પિત કરી દેવું તેનું નામ જીંદગી। .........

કોઈ ની લાગણીઓ ને શબ્દો થી નહિ પણ દિલ થી સમજી ને માન આપવું તેનું નામ જીંદગી। .......

જીંદગી માં જે મળ્યું ના હોય છતાં પણ મળ્યાં નો આનંદ માણવો તેનું નામ જીંદગી। ..........

કોઈ ની હાથ ની રેખાઓ માં હોવું પણ નસીબ માં ના હોવું તેનું નામે જીંદગી। ........

દુર રહી ને પણ સાથે રેહવાનો એહસાસ એટલે જીંદગી। .....

ના ગમતાં લોકો ને ગમતાં કરવા અને ગમતાં લોકો ને અણગમતા કરવાં એટલે જીંદગી। ........

પ્રેમ કરતાં હોઈએ તેવી વ્યક્તિ ને છોડી ને બીજી વ્યક્તિ ને પ્રેમ કરવાનો પ્રયત્ન કરવો એટલે જીંદગી। ........

ગણું બધું દુખ હોવાં છતા પણ હસતાં રેહવાનો દેખાડો કરવો એટલે જીંદગી। ........

આપણા માટે નહિ પરંતુ બીજી ના માટે વિચારવાનું તેનું નામ એટલે જીંદગી। .......

જયારે દિલ કોઈ નો ચેહરો જન્ખ્તું હોય અને અચાનક તે વ્યક્તિ સામે આવી જાય તેનું નામ જીંદગી। .........

રસ્તાઓ ગણા બધા છે પણ આપણ ને નસીબ ક્યાં લઇ જાય છે તેનું નામ જીંદગી। ......

ગમતા સરનામે ઘર બની જાય તો અવતાર સફળ થયાની અનુભૂતિ છે જીંદગી। .......

સપનાઓ ગણા બધા હોય પણ જે પુરા થાય તે નસીબ છે જીંદગી। .......

તૂટેલા સપના ઓ ને ફરી જીવંત કરવા માટે પ્રય્તનો કરતાં રેહવું તેનું નામ એટલે જીંદગી। .....

આમ જોઈએ તો ગણી જ સુંદર છે જીંદગીરૂપી દરિયા માં  , ભરતી અને ઓટ તો આવિયા જ કરે પણ સુનામી સામે લડવાની।..... તાકાત ધરાવે છે જીંદગી

સાચું પૂછો તો મિત્રો। ..... 


"સમય ના સાંચા માં પોતાની જાત ને ઢાળી દેવી એટલે જીંદગી "




જીંદગી માં હમેશાં હસતા રહો ભલે , પરીસ્થિત ગમે તેવી કેમ ના હોય , એક દિવસ દુખ માં હસતા રેહવાનું તમારો  સવ્ભાવ બની જશે અને પછી તમને કયારેય જીંદગી બોજ કે દુખી નહિ લાગે।જીંદગી માં દુખ ની પણ એક અલગ જ મજા છે દુઃખ આપણ ને ગણું બધું શીખવી જાય  છે.વિકટ પરીસ્થિત માં પોતાને કઈ રીતે સંભાળવી એ જો અવળી જશે તો માણસ જીંદગી માં ભટકવાનું ભૂલી જશે। ... જીંદગી ગણી જ સુંદર છે દુખો તો આવતા જ રેહશે તેનો મતલબ એ નથી કે તે દુઃખ આખી જીંદગી રેહશે બની સકે કે તે ખરાબ સમય ની પાછળ કોઈ સારો સમય અને સારૂ ભવિષ્ય છુપાયેલું હોય. જીંદગી માં જયારે જે મળે અને જે છે તે પળ ને માણી લો કાલે શું થવાનું છે તેની ખબર કોઈ ને નથી અને જો ખબર હોત તો પણ નસીબ આગળ કોઈ ને વશ નથી ચાલતો થશે એજ જે થવાનું છે તો નાહક ની ચિંતા કરી ને પોતાની આજ ની ખુશી બરબાદ કરવી।  દરેક પળ માં જીંદગી બનાવતા શીખો ખબર નહિ ક્યારે તે પળ જીંદગી એવી બની જાય કે તેના સહારે આખી જીંદગી ખુશી ના દરિયા માં તારી જઈએ। ...... જે નથી મળ્યું એનો અફસોસ કરવાને બદલે જે મળ્યું છે તેને સાચવતા શીખો। ....... જરૂરી નથી કે બગીચા માં ઉગેલા બધાં ફૂલ ભગવાન ના શરણ માં જ ચડે ગણા એવા ફૂલો હોય છે જેને માણસ ની કબર ઉપર ચડાવા પડે આનો મતલબ એ થોડી છે કે ફૂલ ઉગવાનું ભૂલી જશે। ... જીંદગી માં જે નથી મળ્યું કારણ કે તેના થી સારું કંઈક મળવાનું છે અને એક વાર આંખો બંધ કરીને વિચારી જોજો તમારી જીંદગી ની એવી કોઈ ખરાબ ઘટના વિષે એ સમયે તમને એવું થતું હશે કે જીંદગી હવે પતિ ગઈ છે પણ બીજી જ પળે એ વિચારો કે એ ઘટના પછી તમારી જીંદગી માં શું ફેરફાર આવિયા ??????? અને હું પુરા આમાં કોઈ પણ શંકા ને સ્થાન અપીય વગર કહી સકું કે એ ઘટના પછી તમારી જીંદગી ખરેખર બદલાઈ હશે અને એ પણ હકારાત્મક રીતે કંઈક વધારે સારું તમે શીખ્યા હસો અને વધારે સારું તમને મળ્યું હશે। .. જરૂર છે તો બસ થોડું સમજવાની અને પરીસ્થિત મુજબ અનુરૂપ થવાની 

જીંદગી ગણી જ સુંદર અને માણવાલાયક છે , જરા વિચારી જોવો એ લોકો વિષે જેમને ભગવાને આંખો નથી આપી છતાં પણ તે લોકો જીંદગી ને મેહસૂસ કરે છે દિલ થી જયારે આપણે તો બધું જ જોઈ શકીએ છીએ। ... આ દુનિયા ની સુંદરતા , કુદરત ની સુંદરતા અને આ બધા થી મોટી છે તો ઈશ્વર પ્રત્યેની શ્રધા તેમની મરજી વગર તો ડાળી નું પાંદડું પણ નથી હલતું જો એ ઈચ્છે તો રંક માંથી રાજા અને રાજા માંથી રંક બનાવી સકે છે। ...



"જીંદગી ને સમજવી એક વાત છે અને તેને માણવી એ બીજી વાત છે "

" જીંદગી ને પ્રેમ કરશો તો દગો મળવાનો ભય નહિ રહે "






No comments: