Powered By Blogger

Wednesday 23 April 2014

"હાય ' રે મોંઘી થઇ મોઘવારી માનવ થયો લાચાર "


Loan Is Life .... 


આપણી રોજબરોજ ની જીંદગી માં કે આપણી આજુબાજુ ના વાતાવરણ માં અથવા ઓફીસ માં કે ઘર માં જોવા મળતી એક જ સમ્સ્યા છે પૈસા જેને જોવો તે વ્યક્તિ ફક્ત પૈસા પાછળ જ ભાગતી હોય છે ગામડા કે મોટા શહેરો માં કે મોટા વિકસિત દેશો માં જય જોઈએ ત્યાં બસ બધા ને પૈસા જ કમાવા છે. આજની યુવા પેઢી ને  પોતાની જીંદગી માં compromise નામનો શબ્દ  જોઈતો જ નથી  તેમની પોતાના જીવન માં બધા જ પ્રકાર ના શોખ પુરા કરવા છે. ચાલશે , ભાવશે,ફાવશે અને ગમશે આ શબ્દો તો જેમ કે જેમ કે ડાયનાસોર નામની પ્રજાતિ ની જેમ અલુપ્ત જ થઇ ગયા છે। ........ કોઈ વય્ક્તિ આ શબ્દો આજ ના સમય માં સમજવા તૈયાર નથી.......આજના હરીફાઈ ના યુગ માં પોતાને હરીફાઈ માં ટકાવી રાખવું ગણું જ અગરુ બની ગયું છે દેખાદેખી ના જમાના માં દરેક વય્ક્તિ ને પોતાના મોજશોખ પુરા કરવા હોય છે પરંતુ બધી જ વય્ક્તિ ઓ એટલી સક્ષમ નથી હોતી કે તે। ...... Air Conditioner વાળી ગાડી માં ફરી શકે કે પોતાના બાળકો ને higher education આપી સકે , કે મોટા બંગલા કે મોટા ફર્નીચર વાળા ફ્લેટ માં રહી સકે......... દરેક વય્ક્તિ ની જીંદગી માં સુખી રેહવું હોય છે સારો બંગલો ,ગાડી,નોકર ચાકર બધું જ મેળવું હોય છે પરંતુ આજના હરીફાઈ ના જમાના માં આ બધું મેળવવુ ગણું જ અગરુ છે એમાં પણ આજની મોંઘવારી એ સામાન્ય માણસ ની છબી ને એક ગરીબ વય્ક્તિ તરીકે પ્રદર્શી કરી છે.

સામાન્ય વય્ક્તિ ની જરૂરિયાતો સમય ની સાથે બદલાઈ છે અત્યાર ના સમય માં મધ્યમવર્ગ ગણાતા ગઈ કાલ ના કુટુંબો આજે મોજશોખ ની જીંદગી જીવવા  લોન નો સહારો લેતા થયા છે.હરીફાઈ  અને દેખાદેખી  જમાના માં ટકી રેહવા અને  આગવી ઓળખ બનાવાની  ની ઈચ્છા માં લોકો વધારે વ્યાજ  વળી લોન લઇ  ઈચ્છાઓ પૂરી  કરતાં થયા છે. આપણા સમાજ માં ત્રણ વર્ગ પ્રવર્તમાન છે.


1) અમીર વર્ગ 
2) ગરીબ વર્ગ 
3) મધ્યમ વર્ગ 

 આ ત્રણ વર્ગ હાલ માં આપણા સમાજ માં છે... આ બધા વિષે વિસ્તાર થી   જાણીશું કે ને લોન લેવા ની જરૂર શા માટે પડે છે અને શા માટે લોન એજ જીંદગી બની જાય છે ?????? લોકો જાણે છે કે જેટલી લોન લેશે તેના કરતા વધારે વ્યાજ ચૂકવું પડશે છતાં પણ લોન ની જરૂરિયાત શા માટે ઉભી થાય છે અને શું મજબૂરી હોય છે કે લોકો લોન નો સહારો લે છે ?????


1) અમીર વર્ગ  : -

     
        આપણાં સમાજ માં આ વર્ગ ના લોકો વધારે કે ઓછા એવા નહિ પણ મઘ્યમ પરમન માં જોવા મળે છે આવા લોકો એટલે કે બાપા દાદા ની જાગીર ધરાવતા અને અમેરિકા ની આવક ભોગવતો આ વર્ગ આપના સમાજ માં અમીર વર્ગ કેહવાય છે મોગી દાટ અને   Air Conditioner ગાડી માં ફરવું , Mall માં ખરીદી કરવાં જવું અને ફાઈવ સ્ટાર હોટેલ માં જમવા જવું  આ સિવાય  ઘણા બધાં મોજશોખ।........હોય છે 
આવા લોકો ને પોતાની પૈસા કયા વાપરવા એ વિષે વિચારતા હોય છે 

ગરીબ વર્ગ : - 


     આપણા સમાજ માં આ એક એવો વર્ગ છે જેને સમાજ ની કઈ પડી જ નથી આ વર્ગ છે અને આવા લોકોની સમાજ માં કોઈ માન કે મર્યાદા જેવું છે નહિ આવો વર્ગ જયારે જે મળે ત્યાં જમવા માં અને જય જગ્યા મળે ત્યાં રેહવા માં માનતો હોય છે આવા લોકો જય રહે છે તેને જુપડ પટી માં રેહતા લોકો કેહવાય છે કે જેમનો કોઈ સમાજ જ નથી હોતો બસ જેટલા દિવસ મળે તેટલા દિવસ માટે મજુરી કરવી આજ માં જીવવું કાલ ની ચિંતા કરવાની નહિ અને જયારે જય મળે ત્યાં તંબુ બાંધી ને રહી લેવું ક્યારેય પણ મોટા સપના નહિ કે મોટી રાજાશાહી થી જીવવાની ઈચ્છા નહિ બસ જે મળે તેમાં જ આવા લોકો પોતાનું ગુજરાન મજુરી કરી ને કરતા હોય છે. ના સમાજ માં મોભો કે પ્રતિષ્ટ બતાવાની ચિંતા કે ના ઘર ના હપ્તા ભરવાની ચિંતા કે ના  સામાજિક વહાવ્હારો કરવાની ચિંતા બસ જે મળે તેને તેજ સમય માટે માનવું કાલ ની ચિંતા નહિ


મધ્યમ વર્ગ : -  


   આપણા ભારત દેશ માં આ વર્ગ વિશેષ પ્રમાણ માં જોવા મળે છે100 માંથી 75 % વર્ગ છે જે મધ્યમ વર્ગ ધરવે છે। ...  આ વર્ગ માં આવતા લોકો ને સમાજ માં મોભો અને પ્રતિષ્ટ બનાવી રાખવી પડે છે. મધ્યમ વર્ગ માં રેહતા લોકો હમેશાં સંયુક્ત કુટુંબ માં રેહતા  હોવાથી ખરચા વધારે  ની ઘર ની દરેક વ્યક્તિ ની જવાબદારી કોઈ એક વ્યક્તિ  પર જ હોય છે એક વય્ક્તિ ના પગાર માં જ  આખું ઘર ચાલતું હોય છે  પણ બાળકો ને સારું ભણતર   , ગરડા માં - બાપ ની દવા , આ ઉપરાંત સમાજ ના વય્વ્હારો  સાચવવા કર્યા પછી પણ  ઈચ્છાઓ ને પૂરી કરવા માટે મધ્યમ વર્ગ  લોન  નો સહારો લેતો થયો છે  આ લોન લઇ ને તે  પૂરી કરી સકે છે અને સાથે સાથે સમાજ માં પોતાની એક આગવી પ્રતિષ્ઠા પણ બનાવી રાખે છે મુશ્કેલીઓ છતા પણ એક ,મોભા જીંદગી કેવી  જીવવી તે મધ્યમ વર્ગ બહુ જ સારી રીતે જાણે છે 


આજ ની કાળજાળ મોઘવારી માં માણસ કરી કરી ને કેટલું કરે। ... જેટલું કમાય તેના કરતાં વધારે તો લોન ના હપ્તા ચુકવવામાં જતું રહે છે પરિણામે ગરમા કરકસર કર્યા સિવાય બીજો કોઈ opetion રેહતો નથી।  આજ ની મોઘવારી એટલે એક સાંધો ત્યાં તેર તૂટે ગમે ત્યાં જાવ પણ કોઈ તાળો જ ના મળે કમાઈ કમાઈ ને કેટલું કમાવાનું ??? જેમ દિવસ જાય તેમ મોઘવારી નું જોર વધતું જાય છે આજનો માણસ કરી કરી ને સુ કરે ??? ગેસ ના બાટલા ના ભાવ વધારે , પેટ્રોલ ના ભાવ વધારે આ ઉપરાંત કરીયાણા  વસ્તુ ઓ પણ મોઘી સામાન્ય વ્યક્તિ ને તો સવારે જમ્યા હોય તો સાંજે જમવા ના ફાંફા પડી જાય। ..... ગરીબ વર્ગ તો એક સમયે કોઈ ની પાસે હાથ પણ લાંબો કરી ને પોતાનું પેટ ભરી સકે પણ મધ્યમ વર્ગ ને સમાજ માં મોભા ના કરને રતે પણ કરી નથી સકતો પરિણામે લોન જેવા SIMPLE છતા પણ ભયાનક લાગતા શબ્દ નપો સહારો લઇ ને લોન લેવા પ્રેરાય છે। .... 

હોમે લોન 
કાર લોન 
ગોલ્ડ લોન 
STUDENT લોન 
BUSINESS લોન 

મધ્યમ વર્ગ આ બધી જ લોન નો સહારો લઇ ને પોતાની જરૂરિયાત પૂરી કરે છે। ... જો ઘર લેવું હોય તો 20 વર્ષ  સુધી હપ્તા ભરવા પડે માણસ અડધી જીંદગી જ   હપ્તા માં અને આવતા મહીને કેટલો ખરચ થશે તેની ગણતરી કરવા માંજ  જતી રહે છે આ ઉપરાંત ઘર માં જો યુવાન દીકરી હોય તો તેના લગ્ન કરવા માટે બહાર વ્યાજે પૈસા લાવવા પડે અથવા તેના માટે પણ PERSONL લોન લઇ ને સમાજ માં સારું દેખાડવા અને મોભો જળવા માટે લોન નો સહારો લેવો પડે છે. મોઘવારી ની વચે મધ્યમ વર્ગ  છે।