Powered By Blogger

Sunday 4 May 2014

જીંદગી એક રસ્તો છે જવું છે ક્યાં ?? તેની ખબર નથી જયારે ખબર પડી ત્યારે રસ્તો ખોવાઈ ગયો ?????


ખુશ કેવી રીતે રેહવું 

                                           
જીંદગી બહુ જ ટૂંકી છે। ...હસી ને જીવી લો ,
ભૂલી ને બધા જ દુઃખો દિલ ને જીવી લો ,
ઉદાસી માં  શું રાખ્યું છે ખુશી થી જીવી જાણો ,
પોતાના માટે નહિ તો પોતાના લોકો માટે જીવી લો ,
કારણ કે , આ જીંદગી ફરી કયારેય પછી નથી આવવાની ,
અને આવશે તો પણ નવા રૂપરંગ સાથે ઓળખી પણ નહી સકાય ,
હમેશા ખુશ રહો અને બીજા ને રાખો શું  ખબર કાલે આપણે હોઈએ કે નહિ। ..??????






જીંદગી ને હમેશા શરતો પર આધારિત છે જો કંઈક મેળવું હોય તો કઈક ગુમાવું પડે પણ ખુશી ને કોઈ શરતો નડતી નથી એતો બસ આવે છે અને જીંદગી રંગીન બનાવી જાય છે


જીંદગી મળી છે તો એને ખુશી થી જીવવી જોઈએ ,.... જન્મ મળવાનો ખુશ રેહવા માટે લોકો ને ,દુનિયા ને ભગવાન ને અને પોતાની જાત ને પ્રેમ કરો। ... તમારી સાથે જે પણ કઈ ઘટના બને તેને યાદ કરવાથી કઈ જ નહિ મળે તેને છોડી ને આગળ વધશો તો ખુશી અને સફળતા આપ મેળે જ આવશે ,,,,... હમેશા ખુશ રેહ્વાથી લોકો ને ખુશી મળે છે હસતો ચહેરો એ ગણા બધા દુખો ને દવા છે

ખુશ રહેવું-ન રહેવું એ આપણા હાથની વાત છે. જીંદગી આવશે જ અને જીંદગી એ દુખ સિવાય શક્ય જ નથી ત્યારે આ સત્યનો સ્વીકાર કરો. જો તમે નક્કી કરશો કે જાતે જ ખુશીની શોધ કરવી છે, તો તે ચોક્કસ મળી રહેશે...

નવું વર્ષ, નવા સંકલ્પ... નવીનતા આપણને કાયમ વ્યસ્ત રાખે છે. આપણી જીજ્ઞાસા અને સતત નાવીન્ય શોધવાની ઇચ્છાને પ્રોત્સાહિ‌ત કરે છે. એમાંય જો ખબર પડે કે ખુશી મેળવવાનો આ અચૂક ઉપાય છે, તો પછી કાયમ કંઇ ને કંઇ નવું શીખતાં રહેવામાં શો વાંધો? દુનિયા પાસેથી સતત કંઇક નવું કેવી રીતે શીખાય તે સમજી લેવું પણ થોડું રસપ્રદ છે.

નવા માર્ગ : જ્યારે એકના એક માર્ગે જવાનું થાય, ત્યારે ઘણા લોકો કંટાળીને નવો માર્ગ શોધે છે. જોકે હવે આનાથી કંઇક અલગ કરો. કંટાળો આવે ત્યાં સુધી રાહ શા માટે જોવી? પ્રતિદિન નવા વાતાવરણ, નવા દૃશ્યોની શોધ કરો. ભલે તમે ઓફિસ જતાં હો કે શોપિંગ માટે અથવા ફરવા. નક્કી કરો કે દરેક વખતે નવો રસ્તો શોધીને જવું છે.પછી જોવો રસ્તો ખોવાઈ જશે પણ તમે રસ્તો શોધવા માં વ્યસ્ત રેહ્સો અને પછી તમને રસ્તો પણ મળી જશે। .....
કહેવાય છે કે જે શબ્દોનો તમે ઉપયોગ નથી કરતાં તે ખોવાઇ જાય છે અથવા વિસરાઇ જાય છે.

નાનપણથી અત્યારે મોટા થયા ત્યાં સુધીમાં આપણને અનેક શબ્દો વારસામાં મળ્યા છે. અભ્યાસની જરૂરિયાતોમાં ગૂંચવાઇને આપણી જ ભાષા ક્યાંક ખોવાઇ જવા લાગી છે. નવા વર્ષમાં નક્કી કરો કે રોજ એક નવો શબ્દ શીખવાનો પ્રયત્ન કરશો અને એ શબ્દનો એવી રીતે ઉપયોગ કરશો કે એ કાયમ માટે તમારા શબ્દજ્ઞાનમાં સ્થાન મેળવી લે.
નવી શોધ જો તમને ફિલ્મો કે નાટકમાં રસ હોય તો તેને ઉપરછલ્લો જ શા માટે રાખવો જોઇએ? તમારા ગમતા નિર્દેશક અથવા કલાકારની તમામ ફિલ્મો જોઇ, તે અંગે વિચાર કરો. આમ કરવાથી તમે કોઇ એવી રસપ્રદ વાત કે ટેક્નિ‌કલ બાબતને શોધી શકશો જેના પ્રત્યે સામાન્ય રીતે પ્રેક્ષકોનું ધ્યાન જતું નથી. કોઇ વિષય ખાસ લાગે તે એના પર આધારિત ફિલ્મો કે નાટકો પણ જોઇ શકો. ક્યારેક મિત્રો માટે એક નાનકડા ફિલ્મોત્સવનું આયોજન કરશો, તો દરેક ફિલ્મ ઉપરાંત, મિત્રો સાથે મળી ચર્ચા પણ કરી શકશો.


એક હકીકત સમાચારપત્રોથી લઇને બાળકોના પુસ્તકો સુધી દરેક સ્તરના પ્રકાશનમાં કંઇક ને કંઇક જાણવાલાયક હકીકત રહેલી હોય છે. આપણે તે વાંચીએ તો છીએ, પણ તેને યાદ રાખવાનો પ્રયત્ન નથી કરતાં. પછી ક્યારેક ઓફિસમાં અથવા મિત્રો સાથે ચર્ચા થાય, ત્યારે સમજાતું નથી કે શેના વિશે વાત કરવી અથવા આગળ શું કહેવું? હકીકતથી વાકેફ રહેશો તો ચર્ચામાં ભાગ લઇ શકશો અને તમે જાણકારી ધરાવો છો તે બાબત આપોઆપ વ્યક્ત થઇ જશે.




આ બધાની શરૂઆત સારી રીતે કરવા માટે એક ડાયરી કાયમ સાથે રાખવાનો પ્રયત્ન કરો. હા, શરૂઆતમાં ડાયરી સાથે રાખવાની ટેવ પાડો અને પછી તેમાં નવા શબ્દો, તેનો અર્થ અથવા ફિલ્મનું નામ, વિષય વગેરે અંગે નોંધ કરતાં રહો.
જેમ જેમ ટેવ વધારે મક્કમ થતી જશે, જીવનના રસપ્રદ પાસાં શોધવા, સમજવા અને તેનો આનંદ લેતાં આવડી જશે.
આજની આ પળ ફરી એકવિધતા આવી જશે એની ચિંતા કેમ સતાવે છે? રોજ આટલી બધી વાતો યાદ રહેશે...? આ તમામ બાબતોને એક નાની એવી ટેવથી દૂર કરી શકાય છે.


સોપ્રથમ તો એ સમજીએ કે આપણે કોઇ નવી વાત કે વિચારનો સંપૂર્ણપણે અમલ કેમ નથી કરી શકતા? કારણ કે એકાદ પળ માટે આપણે ત્યાં હાજર નથી રહી શકતાં. બેઠાં-બેઠાં જ ક્યાંક ખોવાઇ જઇએ છીએ. ભવિષ્યના વિચાર, પ્લાનિંગ, ચિંતા સતત આપણા મનમાં ઘુમરાતી રહે છે. પરિણામે મન બીજે ભટક્યા કરે છે.

આનો શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે એકાગ્ર રહો. જ્યારે પણ મન બીજે ભટકતું હોય, ત્યારે તમારા વિચારો પર કાબૂ મેળવવાનો પ્રયન કરો. તમારું તમામ ધ્યાન હાથમાં રહેલા કામ અથવા તો સામે દેખાતા દૃશ્ય પર રાખો. મીટિંગ હોય કે મિત્રો સાથે ચર્ચા કરતાં હો, કોઇની સાથે મુલાકાત હોય કે અન્ય કંઇ કામ, જે ક્ષણે જે કરી રહ્યા હો ત્યાં હાજર। ખુશ રેહવા માટે સંગીત એ બહુ જ સારો ઉપાય છે તમને ગમાર કોઈ પણ સારા ગીતો બહુ જ એન્જોય કરી ને માણો ખુશી તમારા દરવાજે દસ્તક દેશે પછી કોઈ ની તાકાત નથી એને રોકી સકે। .. વરસાદ માં પડતા પાણી ની બુંદો ના સંગીત ને માણો તેમાં કંઈક અલગ જ લય અને આનંદ છે જીંદગી એ બહુ જ નાની છે પૂરે પૂરી માણી લો કયારે શું થાય છે તે કોઈ ને નથી। ...



"જીંદગી માં જેટલી ખુશી મેળવી હોય તેટલી સમય પ્રમાણે લઇ લેવી જોઈએ કારણ કે જીંદગી જયારે આપણી પાસે થી કઈક લેવાનું ચાલુ કરે છે ત્યારે એ આપડો શ્વાસ પણ નથી છોડી "

No comments: