Powered By Blogger

Friday 13 June 2014

આ દુનિયા માં જે ઘડી ને રોકી રોકાતી નથી , તે ઘડી એટલે કન્યાવિદાય ,



કન્યાદાન



પિતા ને પૂછો તેનાં મન ની વ્યથા શું મારી દીકરી આટલી મોટી થઇ ગઈ છે ,

ખેલતી કુદતી.આખાં ઘર માં રોનક ફેલાવતી દીકરી ,

આજે અચાનક શરમ અને મર્યાદા માં વીંટળાઈ વળી છે ,

ગાય  ના  દાન દેવાય  જમીન જાર ના પણ દાન દેવાય ,

'કન્યાદાન 'કહી ને ક્યા અર્થે દીકરી ને પારકે ઘેર દેવાય ????



ઘર ના આગનામાં રહેલો તુલસી નો ક્યારો એટલે દીકરી તે આપણે સહુ કોઈ જાણીએ જ છીએ.. પિતા ના ઘરમાં અતિ લાડકોડ અને પ્રેમ થી ઉછરેલી દીકરી ને એક દિવસ પોતાનાં ક્યારા માટે નવું સ્થાન શોધવું જ પડે છે ..દીકરી રૂપી તુલસી ના ક્યારા ને એક દિવસ આખી ને આખી મૂળ માટી સાથે બીજા ના ઘર ના કુટુંબ ના ક્યારા માં રોપવાનો અવસર આવે છે , માંડવો બંધાય છે , ઢોલ શરણાઈ વાગે છે ,ગણેશપૂજા થાય છે , પોતાના ના અંગે અંગે પીઠી પરિવાર ની સ્ત્રીઓ અતિ ઉત્સાહ પૂર્વક લગાવે છે ,મંગળફેરા ફરાય છે અને વિદાય ની એ વસમી વેળા આવી ચડે છે અને દીકરી ને એક એવી વ્યક્તિ ના હાથ માં સોપી દેવી પડે છે કે જેને આપણે માત્ર એક કે બે  વાર ની મુલાકાત માં જ મળ્યા હોઈએ છીએ...

આમ તો જયારે દીકરી કુંવારી હોય છે ત્યારે તે સ્કુલ કે કોલેજ માં જતી હોય છે ત્યારે આપણે કેહતા હોઈએ છીએ કે "બેટા , આવતાં જતાં ધ્યાન રાખજે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત ના કરતી "અને તેજ દીકરી ને આપણે એક દિવસ એક અજાણી છતાં પણ જાણીતી હોય તેવી વ્યક્તિ સાથે આખી જીંદગી જીવવા માટે ના બંધન માં બાંધી દેતા હોઈએ છીએ એ વખતે આપણે તેને નથી કેહતા કે બેટા સંભાળજે પણ એવું કહી ને સમજવતા હોઈએ છીએ કે બેટા સમજી ને રેહજે ....આજ તો કુદરત ની મોહમાયા છે કે એક અજાણી વ્યક્તિ ના હાથ માં આપણે આપણા કાળજાં ના કટકા ને સોંપી દેતા હોઈએ છીએ અને એજ આશય થી કે તે વ્યક્તિ આપણી દીકરી ને  હમેશાં ખુશ જ રાખશે ...



ગૃહસ્થાશ્રમ ની આખી આયુષ્ય યાત્રા માં ગણા બધાં પ્રસંગો છે માણસ નો જન્મ પ્રસંગ , બાળપણ નો પ્રસંગ , યુવાની નો પ્રસંગ , લગ્ન પ્રસંગ વૃધાવ્સ્થા નો પ્રસંગ અને મરણ નો પ્રસંગ પરંતુ આ બધાં જ પ્રસંગો થી  ઉપર કોઈ હોય તો તે છે કન્યા વિદાય નો પ્રસંગ.કન્યાવિદાય જેવો કરુણ અને મંગલમય પ્રસંગ આ દુનિયા માં બીજો કોઈ જ નથી. ઘર ની મોભી વ્યક્તિ જોશી જી મહારાજ ને બોલાવી ને કુટુંબ ના બીજા સભ્યો ને ભેગા કરી ને દીકરી ના લગ્ન માટે સારામાં સારી તિથિ જોઈ ને લગ્ન નું મૂહર્ત જોવડાવે છે મૂહર્ત નક્કી થાય ત્યાર થી ઘર ના દરેક ખૂણે દીકરી ના લગ્ન માટે થતી તૈયારીઓ ની ખુશ્બુ આવવા લાગે છે જયાં જયાં દીકરી એ નાનપણ માં પગ મુક્યા હતા ત્યાં ત્યાં આજે કંકુ ની ઢગલીઓ જોવા મળે છે હવે લગ્ન ને આડે ફક્ત ગણતરી ના દિવસો જ બાકી રહયા છે હજી દીકરી ને પોતાની બહેનપણી ઓ સાથે વધારે સમય વિતાવાની ઈચ્છા થાય છે પણ સમય ક્યાં રોકાયો હ્ચે તો રોકાશે મમ્મી અડધી રાત્રે ઉઠી ને જોઈ લે છે મારી દીકરી નિરાંતે ઊંઘે તો છે  ને તે જોવા માટે માં અડધી રાત્રે ઉઠી ને દીકરી ને માથા

માં હાથ ફેરવે છે અને કહે છે બેટા નિરાતે ઊંઘ તું ખબર નહિ થોડાં દિવસો પછી તને આ ઊંઘ મળે કે નહિ નવાં પરિવાર માં અને નવાં લોકો વચ્ચે મારી દીકરી ને આ શાંતિ ની ઊંઘ નહિ જ મળે તે જ આશય થી એ મમ્મી દીકરી ને સુતા જોઈ રહે છે અને ક્યાંક પોતાના આંસુ દીકરી ના હાથ ઉપર ના પડે નહિ। . નહિ તો તે જાગી જશે તે જ વિચારી ને માં પોતાનાં ડુસકા હર્દય માં ગળી જતાં દીકરી ના લગ્ન ની તૈયારી માં લાગી જાય છે દીકરી માટે આખું કરિયાવર હજી ભેગું કરવાનું છે તે ચિંતા માં મમ્મી  સુઈ જાય છે અને સવારે ફરી પાછાં લગ્ન માટે ની દોડધામ માં લાગી જાય છે દીકરી ને શું ગમે છે અને શું નથી ગમતું થી લઇ ને દીકરી સાંજે શું જમશે બધી જ કાળજી લેવા માં આવે છે. મમ્મી ના ચેહરા પર ઉચાટ અને ઉમંગ બને દેખાઈ આવે છે ઉચાટ એ વાત નો કે ક્યાંક દીકરી ના લગ્ન માં કઈ ખામી ના રહી જાય અને આનંદ એ વાત નો કે દીકરી હવે પોતાની  ગૃહસ્થી સંભાલી લેશે..'




પરંતુ , આ બધાં માં એક પિતા ની મનોસ્થિત ની જાણ કોઈ ને નથી હોતી પિતા બધાં જ દુખ પોતાનાં પોતનાં મનમાં રાખી ને હોંશે હોંશે દીકરી ના લગ્ન ની તૈયારી કરતાં હોય છે ..  પિતા એ પોતાના મન ની બધી જ વેદનાં પોતાની ભીતર ભંડારી દીધી હોય છે જો ઘર ની મોભી વય્ક્તિ એટલે કે પિતા જ અસ્વસ્થ બની જશે તો દીકરી નો પ્રસંગ કઈ રીતે ઉકલશે ? દીકરી ના લગ્ન ની નાની મોટી બધી જ તૈયારીઓ નું આયોજન પિતા ના મનમાં ચાલતું હોય છે ચૂડો - પાનેતર , કંકાવટી ,માચી બાજોઠ , માં - માટલું દરેક એ દરેક વસ્તુ ની ખરીદી પિતા ચીવટ પૂર્વક કરતા હોય છે. હજી મૂળ વસ્તુ તો બાકી જ રહી ગઈ દીકરી ના દાગીના !... ચાલો દીકરી રતનપોળ તમને ગમતાં ઘાટ ના દાગીનાં પસંદ કરી લો સાથે સાથે સાડી પણ ખરીદતા આવીએ। .. એક મોટી ટંક અને સાથે બીજી ઘરવખરી પણ ....ખરીદતાં આવીએ  ..




ઘરના રંગરોગાન થી લઇ ને રસોડા નો સમાન , પૂજાપો જાન નો ઉતારો , લગ્ન માં જમણ માટેનું મેનુ એ બધું જ  ગણી સારી રીતે ગોઠવાઈ ગયું છે છતાં પણ દીકરી ના બાપ ને થાય છે લાવ ને એક આંટો વેવાઈ ને ત્યાં મારી આવું જાન માં કેટલાં લોકો આવશે અને કેટલા ને શું પેહરમની કરવાની છે તે પાકું કરતો આવું અને આ સિવાય પણ બીજાં વહેવાર ની વાતો કરતો આવું ના કરે નારાયણ અને વેવાઈ ને કઈ વાંકું પડી જાય તો દીકરી ને આખી જીંદગી સાંભળવું પડે મનમાં આવો વિચાર કરતા દીકરી ના પિતા વેવાઈ ને ત્યાં જઈ ને બધું જ પાકું કરી આવિયા.. થોડાં સમય માં કંકોતરીઓ છપાઈ નજીક ના સગાવ્હલા ને તેડાવિયા ....પેહલી કંકોત્રી કુળદેવી ને લખી એક પિતા એ અને કહ્યું " હે માં .. મારી દીકરી પોતાનાં નવા જીવન માં ડગ માંડવા જી રહી છે તેને તેની નવી જીંદગી માં ગણી જ ખુશ રાખજે હંમેશા તારા આશીર્વાદ મારા કાળજાં ના કાટકા સાથે રાખજે " આટલું કહી ને પિતા ટકા ના એકવીસ રૂપિયા મૂકી ને દીકરી ના લગ્ન ની કંકોત્રી કુળદેવી ને ત્યાં આપવા જાય છે ..દીકરી એ તો પોતાના મિત્રમંડળ માં આપવા માટે અલગ થી કંકોત્રી ચપાવી હોય છે પોતાની પસંદગી ની ત્યારે  પિતા કહે છે હા બેટા કેમ નહિ તારી જે  ઈચ્છા હોય તે બધું જ કેહ્જે હું બધું જ કરીશ ..

મમ્મી આડોશ - પડોશ માં જી ને દીકરી નું કરિયાવર જોવા માટે નું આમંત્રણ આપી આવે છે અતિ ઉત્સાહભેર હવે તો લગ્ન ને બે દિવસ બાકી રહયા છે આવતી કાલ ના રાસગરબા માં દીકરી ગણી થાકી ગઈ છે તો તેને આખો દિવસ આરામ કરવાં દો ..આ વાક્ય દરેક દીકરી ની માતા પોતાની દીકરી ને કેહતી જ હોય છે બેટા પાણી માં હાથ ના પ્લાળીશ નહિ  તો તારી મેહંદી જતી રેહશે હું તને મારા હાથે જમાડીશ અને જોજે તારી મેહંદી નો રંગ બહુ જ ઘેરો આવશે ..આટલું કહી ને માં પોતાની દીકરી ને જેમ કે છેલ્લી વાર ના કોળિયા ભરવતા હોય તેમ અતિ લાગણીશીલ હર્દયે દીકરી ને જમાડતાં હોય છે દીકરી ને પણ જાણે અમૃત નો સ્વાદ આવતો હોય તમે તે પણ અતિ લાગણીશીલ મન થી માં ના હાથે હોંશે હોંશે જમે છે .

માં - બાપ તો દીકરી ના લગ્ન માં કોઈ કમી રાખતાં જ નથી ભાઈ પણ અતિ ઉત્સાહ પૂર્વક બહેન ના લગ્ન માં ભાગ લે છે બહેન ને કોઈ પણ વાત નું ઓછું ના લાગે તે જ વિચાર થી ભાઈ બહેન ને બધું જ આપે છે અને પોતાની લાડકી બહેન ને જતાં જતાં ચીડાવવાનું પણ ભાઈ ચૂકતો નથી ....ભાઈ અને બહેન ના મીઠા જગડા તો આખી જીંદગી ચાલતા જ રહે છે છતાં પણ દીકરી ના લગ્ન માં જયારે ચોરી માં ભાઈ જવ તલ હોમવા માટે આવે છે ત્યારે એવું લાગે છે કે હવે આ બહેન સાથે ખબર નહિ કયારે પ્રેમ થી મીઠો જગડો કરવા મળશે.. 
..આખો પરિવાર દીકરી માટે કંઈક ને કંઈક લાગણી થી અને પ્રેમ થી દીકરી ને ખુશ રાખવા માટે કરતો જ હોય છે ..





હવે તો લગ્ન ને આડે એક રાત જ રહી છે મંડપ ને છેલ્લો ઓપ અપાઈ ગયો છે લાઈટ અને ડેકોરેશન પણ પૂરું થઇ ગયું છે ચોરી પણ ફૂલો થી સજાવી દેવી છે યુવાન દીકરીના મનના ઉમળકા ને ફૂલો થી સજાવાઈ રહ્યા છે ચારે કોર આનંદમંગલ વરતાઈ રહ્યા છે નાનપણ માં જે દીકરી ફૂલો થી બગીચો બનાવી ને રમતી હતી તેજ દીકરી આજે તેજ ફૂલો ની ચોરી માં બે ઘર ની મર્યાદા રાખી ને ચોરી માં પધારી રહી છે .લગ્ન ની આગલી રાતે વડીલ વર્ગ તો સુતો જ નથી...એજ વિચાર થી કે સવારે વહેલા જાન આવવાની છે ....


સવારે વહેલા જન આવી પહોંચી ..સાસુજી એ અતિ હરખ ભેર પોતાના જમાઈ ને પોંખી લીધા ...જમાઈ ને માહ્યરા માં બેસાડ્યા થોડી જ વાર માં ગોર મહારાજે કન્યા પધરાવો સાવધાન નો સાદ પાડ્યો અને દીકરી ને લગ્ન મંડપ માં લઇ આવિયા ભાભી અને બહેનપણી ઓ ની વચ્ચે દીકરી એકદમ ધીમા પગલે ચાલતી આવે છે જેમ કે બધી જ શરમ અને મર્યાદા બધી જ  આજે દીકરી ને ઘેરી વળી છે ...જે દીકરી ગઈ કાલ સુધી દોડતી કુદતી આવતી હતી તેજ દીકરી આમ અચાનક મર્યાદા ના બંધન માં બંધાઈ જાય છે . વાર કન્યા ને માંડવા માં બેસાડ્યા ચાર આંખો મળી  અને શરમ થી ઢળી પડી , શરણાઈ ના સુર ગુંજી ઉઠ્યા , વરપક્ષ અને કન્યા પક્ષ વચ્ચે ફટાણા ગાવા ના ચાલુ થયા ..... માતા - પિતા એ અતિ ઉત્સાહ ભેર દીકરી  નું કન્યાદાન કર્યું ...જમાઈ ના હાથ માં દીકરી નો હાથ દીધો અને પુરા સમાજ ની સાક્ષી માં દીકરી નું કન્યાદાન કર્યું ...કન્યાદાન કરતી વખતે માં -બાપ ની આંખો માં આંસુ તો હોય છે જ પણ સાથે સાથે મનમાં એક હરખ પણ હોય છે  સંસાર ને ભલે ગમે તેવો કરોડપતિ પિતા કેમ ના હોય પણ કન્યાદાન અતિ હરખ ભેર કરતા હોય છે .

આખરે પુરા છ મહિના ની તડામાર તૈયારી પછી જેના માટે પુરા છ મહિના સુધી તૈયારી કરી હતી એ ઘડી આવી ચડી દીકરી ની વિદાય ...કોણ રોકી શક્યું છે આ ઘડી ને ???  આખાં સંસાર માં જે ઘડી રોકી રોકાતી નથી તે ઘડી એટલે કન્યા વિદાય .. ભલે ને ગમે તેવા કઠણ કાળજાં ના  પિતા કેમ ના હોય પણ તે દીકરી ની વિદાય સમયે પોતાની જાત ને સંભાળી  શકતા નથી ...શા માટે આપણે આ ઘડી ને રોકી શકતા નથી ....ઈચ્છવા છતાં પણ...આપણા કાળજાં ના કટકા ને આપણા થી અળગો કરવો જ પડે છે આજ તો દુનિયા નો દસ્તુર છે જે દરેક વ્યક્તિ એ નિભાવવો જ પડે છે ....એક આંખ માં ખુશી અને બીજી આંખ માં આંસુ એટલે કન્યાવિદાય ............. જયારે દીકરા માટે વહુ લાવીએ છીએ ત્યારે બને આંખો માં હરખ ની ખુશી જોવા મળે છે પણ શું ક્યારેય વિચાર્યું છે ખરા જે વ્યક્તિ આપણા ઘરે આવી છે તેની મનોસ્થિત શું છે ????? 
દીકરી ની વિદાય ની ઘડી આવી દીકરી આખાં પરિવાર ભેટી ને રડી પડી ...જેમ કે પરિવાર ની તેને અલગ કરવા માં આવી હોય તેવી લાગણી સાથે દીકરી ને માથે હાથ ફેરવતાં માતા બોલી ઉઠ્યા દીકરી આવજે બેટા! આટલા શબ્દો બોલતા બોલતા તો ધરતી જેમ કે ધ્રુજી રહી હોય તેવું લાગવા લાગે છે  કારણ કે જે દીકરી ને ક્યારેક મારાં કાળજાં નો કટકો કીધો હતો તે જ દીકરી ને આજે આવજે બેટા કેહવું માં - બાપ માટે ગણું જ અઘરું છે  ...આંખો માં આંસુ સાથે દીકરી ને ગાડી માં બેસાડી દીધી....... ગાડી દુર સુધી જતી રહી દીકરી ને લઇ ને...સગાવ્હાલા માં ની આજુબાજુ વીંટળાઈ વળ્યા ! કોઈ કે કહ્યું અરે પાણી આપો આશ્વાસન ના ગણા બધાં શબ્દો માં ને કહ્યા બધા એ માં ના મન ને થોડી ટાઢક વળી .











પણ દીકરી ના પિતા ક્યાય દેખાતા નથી!  ... અત્યાર સુધી કઠણ છાતી એ લગ્ન નો અવસર ઉકેલી રહયા હતા તે ક્યાં છે ? ઘર માં જોયું ! ઓશરી માં પણ જોયું ..ક્યાય નથી ક્યાં છે તે પિતા..અચાનક મંદિર વાળા રૂમ માંથી અવાજ આવે છે ડુસકા ભરવાનો જઈ ને જોયું તો તે જ પિતા ભગવાન ની મૂર્તિ સામે જોઈ ને ડૂસકે ને ડૂસકે રડી રહયા છે ...એક પિતા નો તો જાણે હાશકારો જ છીનવાઈ ગયો હતો ..ભગવાન સાથે વાતો કરતા પિતા કહે છે "ભગવાન , મારી વહાલી દીકરી ને સંભાળ જો તમે પારકા ઘર માં શી રીતે રેહશે ???અત્યાર સુધી જે હિમત પિતા એ જાળવી રાખી હતી તેના કણો આંસુ રૂપે સમગ્ર વાતાવરણ ને અબોલ કરી ગયા ...ઉપર થી સ્વસ્થ દેખાતા પિતા ના હર્દય ના ધબકરા બંધ થવાનું નામ નહોતા લેતા ....એટલા માં જ દીકરી નો ફોન આવીયો  પપ્પા  જય  શ્રી ક્રિષ્ના  !!!  દીકરી ના આ ઉદગાર થી જેમ કે દીકરી ના પિતા ફરી થી ઉમળકા સાથે ડુસકા બંધ થઇ ને હરખ થી વાતો કરવા લાગે છે ..અને કહે છે બેટા તું પહોચી ગઈ ???







5 comments:

Chirag said...

Superb!!! Article...

Go for good life .com said...

Thanks....

Anonymous said...

bahu j saras.. articles chhe.. ane mane dikri na tamam articles khub j game chhe..
i have no daughter but.. i and my wife love this type of articles..

poras said...

Hi.. Its amaging... No words.... Simply superb

Anonymous said...

Superb Explanation Of Kanyaviday .....

You Have A Great Thinking For Imagination Keep It Up And Write A Book About Dikri .......

God Bless You