એક એહસાસ 



જીંદગી એક રસ્તો બની ગઈ છે !........

જવું છે કયાં તેની ખબર નથી !.........

શોધું છું દરેક રસ્તા માં !........

કયાંક એ રસ્તો મળી જાય જે તારા તરફ લઇ જાય !....

દુનિયા એ રસ્તે મને જવા દેતી નથી !...

લોકો મુજને તારો પ્રેમ પામવા દેતાં નથી !...

તારા લખેલાં  કાગળો મારી પાસે લોકો પહોચવા દેતા નથી !...

કાગળો ની તકતી પર લખી દીધી છે દિલ ની  વેદનાં !....

એજ કાગળો તારા સુધી પહોચવા દેતા નથી !.....

જીંદગી થી હારી ને જેર પીનાર ને બચાવા દોડી જાય છે લોકો !....

પણ જીવવા ઈચ્છનાર ને જીવવા દેતા નથી!.........

 હજી તો પૂરું વિશ્વ જીતવાનું બાકી છે !....

છતાં પણ કંઈક ખૂટે છે મારી કલમ માં !.....

સમજાતું નથી કઈ રીતે ઉતારવો આ જીંદગી નો નશો 

નજાકત જીંદગી ની સમજવી અઘરી છે !....

જીંદગી ની અફરાતફરી માં હજી પણ રસ્તો તારો જ દેખાય છે !.......

પણ અફસોસ એ તારા સુધી પહોંચતો નથી !.....

દુનિયા આને  જ કેહવાય એ શા માટે કોઈ સમજવા તૈયાર નથી !???






Comments

Anonymous said…
Nice...