Powered By Blogger

Wednesday 25 June 2014

"આજના જમાના નો પતિ એ પત્ની માટે માત્ર એક ડ્રાઇવર અને ક્રેડીટ કાર્ડ જ છે જયારે જરૂર પડે ત્યારે બહાર જવાનો ઓડર કરવાનો અને જયારે જરૂર પડે ત્યારે પૈસા ની માંગણી કરવી " આવા સંજોગો માં પતિ ને બિચારા થવા સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી રેહતો !.....




પતિ બિચારો!.... 

પતિ અને પત્ની એટલે લગ્ન. પતિ અને પત્ની એટલે સંસાર. પતિ અને પત્ની એટલે એક ઘર, પતિ અને પત્ની એટલે બે જિંદગી એક મુકામ. પતિ અને પત્ની એટલે બે પરિવાર ને જોડતી કડી !.. પતિ પત્ની એટલે આ દુનિયા નો પવિત્ર સંબંધ કે જેને ગમે તેવા તોફાનો આવે તો પણ અડગ જ રહે પણ જો તેમાં સમજણ નામ નું બીજ હોય તો !.... જો પતિ પત્ની ના સંબંધ માં સમજણ જ ના હોય તો નાની અમથી ધૂળ ની ડમરી પણ તેમના જીવન ને હલાવી જાય છે !...પણ જો સમજણ સારી હોય તો લાખ તોફાનો કેમ ના આવે એકબીજા નો સાથ નહિ છોડવાનું વચન ગણ પતિ પત્ની એકબીજા ને આપતા જ હોઈ છે !...

લગ્ન-પતિ-પત્ની જિંદગીની સૌથી મોટી ઘટના અને સૌથી મોટો સંબંધ અને સહુ થી પવિત્ર માં પવિત્ર સંબંધ હોય તો તે છે લગ્ન સંબંધ જેના ધ્વારા બે લોકો એકબીજા ના થઇ જાય છે – એક સ્વીકારાયેલો સંબંધ. બધાની અપેક્ષા જેને વળગેલી છે તેવો સંબંધ. લગ્ન અને લગ્નજીવન એક ઘર માટે સમાજ માટે બનતી ઘટના છે. ઘણા બધા લોકો આ સાથે સંકળાયેલા હોય છે. ઘણા બધા લોકોને સાંકળતી એક સામાજિક ઘટના છે લગ્ન.

પણ આ બધાં માં લગ્ન પછી પતિ પત્ની વચ્ચે ના સંબંધો કેવા છે ?? અથવા કેવાં રેહશે ??? તે કેહવું અઘરું છે!.. ઘરમાં જો કોઈ કારણસર જગડો થયો હોય તો તો પત્ની ગમે તેની સામે રડી ને પોતાનું દુઃખ વય્ક્ત કરી દેતી હોય છે પણ એક પુરુષ ,એક પતિ , એક વેલ્સેટેડ દીકરો , એક બાપ ,એક ભાઈ કયારેય પણ કોઈ ની સામે રડી ને પોતાનું દુઃખ વય્ક્ત નથી કરી સકતો !. કેહવા માટે તો ગણા બધા સંબંધો જોડાયેલાં હોય છે એક વ્યક્તિ સાથે જ પણ એક પુરુષ અને તેમાં પણ પતિ કયારેય પણ પોતાનું દુખ ,પોતાની વેદના કોઈ ની સામે બતાવી નથી સકતો !..... જયારે કોઈ બે લોકો એકબીજા ના પતિ -પત્ની બને છે ત્યારે એ લોકો ફક્ત એકબીજા સાથે જ નથી જોડતા તે બને વ્યક્તિ પુરા પરિવાર સાથે જોડાય છે બે પરિવાર ને એક તાંતણે બાંધે છે !...પત્ની ફક્ત પત્ની નથી રેહતી તે વહુ , ભાભી , દેરાણી અને પુત્રવધુ બની જાય છે! જયારે દીકરા ના લગ્ન થાય છે ત્યારે વહુ ઘરમાં આવે છે ત્યારે માં ગણી ખુશ હોય છે એક દીકરા તરીકે કોઈ પણ પ્રકાર ની કમી નથી રાખતો દીકરો પોતાની માં ને ખુશ રાખવા માં પણ કયાંક ને ક્યાંક સમય જતા એક એવી લાગણી થવા લાગે છે કે જે દીકરા ને નાનપણ થી મોટો કર્યો તેજ દીકરો હવે વહુ નો થઇ ગયો!! તો આ બાજુ દીકરા ને માંનો પ્રેમ વધારે મળવા થી પત્ની ને પણ મનમાં એવી લાગણી થવા લાગે છે કે તેના પ્રેમ માં કોઈ ભાગ પડાવે છે આમ જો સમજવા જઈ એ તો બને વસ્તુ સાવ અલગ જ છે જે દીકરા ને જન્મ આપીયો હોય ભણાવી ગણાવી ને મોટો કર્યો હોય તેજ દીકરા ઉપર લાગણી તો થવાની જ !...

ગણી બધી પત્નીઓ આવા સંજોગો માં પોતાના પતિ ને કેહતી હોય છે !.....

"તમે તો સાવ માવડિયા જ છો "

"હું આખો દિવસ કામ કરું તે દેખાતું જ નથી "

તો બીજી તરફ માં પણ ગણી વાર દીકરા ને કેહતા હોય છે !.........

"ભણાવી ગણાવી ને મોટા કર્યા અને તમે વહુ ના થઇ ગયા "

"વહુ ગેલો થઇ ગયો છે "

આવાં સંજોગો માં પતિ બિચારો કરી કરી ને શું કરે ?? પતિ જયારે ઓફીસ થી આવે છે ત્યારે કેટલી પત્નીઓ તેમની પ્રેમ થી પાણી નો ગ્લાસ આપે છે ??? તેનો સર્વે કરવા જઈએ તો કદાચ 25 % પત્ની ઓ જ પોતાના પતિ સાથે આ રીતે વર્તતી હશે !.. પતિ સવારે ઓફીસ જવા નીકળે ત્યારે થી લઇ ને પતિ જયારે સાંજે ઘરે આવે ત્યાં સુધી નું આયોજન પત્ની પેહલા થી જ ઘડી નાખે છે સવારે જ પતિ ને ઓડેર આપતી હોય તેમ કહે છે "સાંજે વેહલા આવજો આપણે જવાનું છે જમવા માટે બહાર " કોઈ અગમ્ય કારણ સર ઓફીસ માં અચાનક કામ વધારે આવી પડ્યું અને પતિ ને આવવા માં મોડું થઇ ગયું ત્યારે જેવો પતિ ગરમા એન્ટર થયો કે " મહાભારત ચાલુ !...

આજનાં સંજોગો પ્રમાણે જોઈએ તો દરેક પત્ની ની ઈચ્છા હોય છે કે તેમનો પતિ તેમના સાથે બેસી ને પ્રેમ થી વાતો કરે પણ અત્યાર ની પરીસ્થિત મુજબ પતિ જયારે ઓફીસ થી આવે છે ત્યારે તે આખાં દિવસ ના કંટાળેલા હોય છે બહાર જી જ સંજોગો નથી હોતા પતિ ગરમા આવી ને છાપું વાંચવા કે ટીવી જોવા બેસી જાય છે આ સ્થિત માં પત્ની તરફ થી અનેક પ્રકાર ના પ્રત્યાઘાત આવાના ચાલુ થઇ જાય છે તે સવ્ભાવિક છે !.. ગણી પત્નીઓ પોતાના પતિ સાથે આ રીત નું વર્તન કરતી જ હશે ગુસ્સો કરવો , ઉપેક્ષા કરવી , ખોટો બબડાટ કરવો , પતિ બોલાવે ત્યારે બીજા કામમાં જવું , બેડરૂમ માં પડખું ફરી ને સુઈ જવાનો ડોળ કરવો , બાળકો ની સામે ગુગલી બોલ વાગે તે રીતે કટાક્ષ મારવા , બધા ની વચે પતિ ને ઉતારી પાડવા !.... આવું બધું ગણી જ પત્નીઓ કરતી જ હોય છે પણ શું આ યોગ્ય છે ??? આપણી પોતાની વ્યક્તિ ને આપણે નહિ સમજી શકીએ તો બીજું કોણ સમજશે ??આવા સમયે પતિ ને જે ગમે તેવું કરવું જોઈએ નહિ કે ખોટા બબડાટ થી બને ની જીંદગી નીરસ દેવી !..

ઘરમાં જો કોઈ કારણસર જગડો થાય તો બધો જ દોષ નો ટોપલો પતિ પર ધોળી દેવા માં આવે છે !... જો પતિ ને ઓફીસ થી આવતાં મોડું થઇ જાય તો કયાં ગયા હતા થી લઇ ને કેટલી મિનીટ વાત થઇ ત્યાં સુધી ની ઇન્ક્વાયરી થઇ જતી હોય છે !.. પતિ એ કોઈ જેલમાં રેહતો કેદી નથી ..કે જેને દરેક વાત માં પત્ની ની પરમીશન લેવાનું રસ્તા માં કોણ મળ્યું હતું ??સુ વાત થઇ?? આ બધા સવાલો ને સાચા સંબંધ માં કોઈ જ જગ્યા નથી મળતી પણ ...વિશ્વાસ રાખો વિશ્વાસ ઉપર દુનિયા ટકેલી છે ..
એક પતિ એ પોતાની પત્ની ને કહ્યું જમવા બેઠા ત્યારે ... તું રસોઈ બહુ જ સરસ બનાવે છે ..હવે થી તારે જ બનાવની મને તારા હાથ ની રસોઈ બહુ ભાવે છે !.... સામે પત્ની એ કઈ વિચાર્યા વગર જ તસતસતો જવાબ આપી દીધો " રોજ હું જ બનાવું છું તમારા મમ્મી નથી બનવતા કઈ !.... હવે આ કિસ્સા માં તમને શું લાગ્યું ??? પતિ એ પોતાનો પ્રેમ વય્ક્ત કર્યો તો એમાં તો જેમ કે ગુનો કરી દીધો હોય તેવો જવાબ મળ્યો !.....ગણી વાર શબ્દો સમજવા એટલા મુશ્કેલ બની જાય છે કે આપણે તેને જે અર્થ થી બોલ્યા હોઈએ તેનો જ અનર્થ થઇ જાય છે !...

પતિ ની પણ પર્સનલ જિંદગી હોય છે તેમને પણ પોતાનાં મિત્રો સાથે હરવા ફરવા નું મન થતું હોય છે પણ આજકાલ ની પત્નીઓ પતિ ને મિત્રો પાસે જવા જ નથી દેતી !...પતિ ને પણ કયારેક સામે થી કેહવું જોઈએ કે તે પોતાના મિત્ર સાથે બહાર જાય કે તેમને ગમતું કંઈક કરે દરેક વ્યક્તિ ને પોતાના જીંદગી પોતાની રીતે જીવવાનો હક છે !... લગ્ન ની તારીખ ભૂલી ગયો એનો મતલબ એ નથી કે તે તમારા સંબંધ ને પણ ભૂલી ગયા છે બની સકા એકે ઓફીસ માં કામ વધારે હોવા થી ભૂલી ગયા હોય યાદ પ્રેમ થી યાદ કરાવા માં કઈ નાના નથી થઇ જવા ના !... પરંતુ હું શું કામ કહું ??? તમને યાદ કેમ નથી ?? જેવા અર્થ વહાર ના વાળ વિવાદ કરવા થી કઈ જ નહિ વળે જો એક સુખી જીંદગી જીવવી હોય તો એકબીજા ને સમજતા રહી ને જીવવાની.. પતિ કઈ કહી નથી સકતા તેનો મતલબ એ નથી કે તેમના માં કોઈ લાગણી કે પ્રેમ નથી !.. સામાન્ય રીતે પતિ કયારેય પણ પોતાની લાગણી બતાવતા નથી અને જયારે બતાવે છે ત્યારે પત્ની તેને સમજી શકવા માં અસમર્થ રહે છે !... પરિણામે સંબંધો માં નીરસતા આવી જાય છે..
"આજના જમાના નો પતિ એ પત્ની માટે માત્ર એક ડ્રાઇવર અને ક્રેડીટ કાર્ડ જ છે જયારે જરૂર પડે ત્યારે બહાર જવાનો ઓડર કરવાનો અને જયારે જરૂર પડે ત્યારે પૈસા ની માંગણી કરવી " આવા સંજોગો માં પતિ ને બિચારા થવા સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી રેહતો !.....


1 comment:

Anonymous said...

Nice Blog~100%