Powered By Blogger

Sunday 20 July 2014

જીંદગી નો આખો પ્રોગ્રામ અગાઉ થી જ ફિક્ષ થઇ ગયો છે આપણે તો ફક્ત આપણું બેસ્ટ પર્ફોમન્સ આપવાનું છે !.!..



જીંદગી ની મોસમ

ચાલે છે મોસમ જીંદગી  ની તો જીંદગી ના નશા માં ભીંજાઈ  જઈએ ,

જીંદગી માં  જન્જાવટ તો ચાલ્યા જ કરશે 

જીંદગી સાથે તાલ મિલાવો તો જ જાણસો ,

આ કલ્પનાઓ ની દુનિયા માં રાચવા કરતાં ,

જીંદગી ની  મોસમ ને મન ભરી ને માણી લો !.........!!!





આપણા રોજીંદા જીવન માં જોઈએ તો કોઈ પણ વ્યક્તિ ની જીંદગી કયારેય પણ નોર્મલ નથી હોતી દરેક વ્યક્તિ ના જીવન માં એવું કંઈક નું કંઈક હોય છે જે મંડરાયા કરે જીંદગી રોજ બદલાતી રહે છે થોડી થોડી જીંદગી ની પણ એક મોસમ હોય છે એ મોસમ કયારેય પણ એકસરખી નથી હોતી..


જીંદગી ને  જો આપણે એક બાજુ એ થી જોતા રહીશું તો જીંદગી માં કયારેય પણ આગળ  નહિ  વધી શકીએ 
જીંદગી ને જો એક બાજુ એથી જોતા રહીશું તો જીંદગી નો સાચો આનંદ , જીંદગી નું સાચું તત્વ અને જીવન નો મર્મ ચુકી જઈશું !... જિંદગી માં ભલે સુખ મળે કે દુખ જીંદગી ને પુરેપુરી માણી લો સુખ ની મજા તો સહુ કોઈ માણતા હોય છે ઘણા દિલ થી તેજ રીતે દુખ ની પણ મજા માણી લો !.... જીંદગી જે પણ કઈ કાર્ય કરો તે પુરા દિલ થી કરો !..... જીગર જન લગાવી ને કરો પછી કોઈ ની તાકાત નથી કે તમને આગળ વધતાં રોકી સકે !... જો કોઈ ને પ્રેમ કરો તો પુરા મન થી ,પુરા દિલ થી કરો કે  ધૂળ ની ડમરી પણ  તમારા સંબંધ ને હલાવી ના સકે !, કોઈ ને નફરત  કરો તો પણ ખરા દિલ થી કરો તે વ્યક્તિ ને  તેણે   જીવન માં બહુ મોટી ભૂલ  કરી છે તેવો  એહસાસ થાય તેવું  કંઈક કરી  બતાવો  અને જો જીંદગી માં જયારે  તમને એવું લાગે કે હવે રડ્યા સિવાય કઈ જ નહિ મળે તો  ખરા દિલ થી રડી લો એક   દિવસ રડી લેસો તો પુરા 364  દિવસ સુધરી જશે !..... રડવું એ કાઈ તમારી નબળાઈ નથી ગણા  લોકો વિચારતા હોય છે કે  જીવન માં જે વ્યક્તિ  રડે છે તે કયારેય પણ આગળ   નથી આવી સકતા પણ એક સત્ય એ પણ છે કે તમારી સાથે જે પણ   કંઈ બન્યું છે  તે દુખ ને બહાર  નીકળવા દો એક પણ કણ એવી ના છુપાવી રાખો તમારા હર્દય માં કે જેથી આવનાર  સમય માં તમારા મનમાં તેના માટે કોઈ લાગણી જન્મે !... જડમૂળ થી તેને કાઢી જ દો  જેથી તમારું ભવિષ્ય ઉજ્વળ બને !... તમે રડી રહ્યા છો તેનો મતલબ એ નથી કે તમે નબળાં છો !.. કે જીંદગી થી હારી ગયા છો !... તમે રડી રહ્યા છો તેનો મતલબ છે તમે તમારું ભવિષ્ય ઉજ્વળ બનવાની તૈયારી બતાવી રહ્યાં છો એક દિવસ ના રુદન થી જો આખી જીંદગી સુખી થઇ જવાય તો દિલ થી રડી લેવું જોઈએ જીંદગી ની આ રુદન ની મોસમ ને પણ માણી લેવી જોઈએ સુ ખબર તેના પછી !... એક સુખ નું નાનકડું બિંદુ તમારા જીવન માં બહુ મોટું સુખ લઇ ને આવે !..... 

 જીંદગી માં જે પણ કઈ કરો તે દિલ થી કરો !..... તમારો સારો દિવસ આવે તેની રાહ જોવો હંમેશા ઉતાવળ માં કરેલા કામ કયારેય પણ સફળ થતા નથી ભગવાન ને પણ થોડો સમય આપો તે બધા કરતા તમારા માટે કંઈક અલગ  વિચારતા હશે !...  ઉતાવળે કામ કરવા એ સારા માણસ ની નિશાની નથી અને !.... બધું જ મેળવી ને અભિમાની બની જવું તે સારા પુરુષાર્થ ની નિશાની નથી !.... જીવન નો સાચો આનંદ માણવાનો નો સમય જો ચુકી જઈશું તો ગણું મોડું થઇ જશે !...અને ત્યારે  આપણા પાસે પસ્તાવો કરવાં  સિવાય કઈ જ બાકી નહિ રહે !..

આપણા મૂળાક્ષરો જ લઇ એ તો ક , ખ , જ , ત ,ર વગેરે " ક " અને " ખ " જોડીએ તો બે અક્ષર સાથે થયા પણ અર્થ વગર ના તેનો કોઈ અર્થ નથી !..પરંતુ જો "ક" અને " ર " ને જોડી દઈએ તો "કર" ,  " ખ " અને  " મ "  ' " "ખમ " આ  અક્ષર છે પણ  તેનાં અર્થ એક આગવું મહત્વ ધરાવે છે " કર " આ શબ્દ જો સાથે ના હોત તો  લેખકો ની કવિતાઓ , અને  લેખો અધૂરા રહી ગયા હોત !....જીવન માં પણ આવું જ છે બે  આપણે  ગણે ઠેકાણે જોડાવાનું બાકી છે અને તે પણ એ રીતે જોડાવાનું છે કે કંઈક જીવ્યા નો અર્થ નીકળે અને આપનું જીવન મળ્યાનો અર્થ સાર્થક થાય એવી રીતે બીજા માટે અને બીજાઓ ની સાથે પ્રેમ થી જીવવું એવું તમને નથી લાગતું ????

જીંદગી એ બહુ જ સુંદર સફર છે આ સફર માં ગણ બધા લોકો મળે !,... સારા ખરાબ બધા જ બધા ની સાથે જોડાવાની એક મોસમ આવે છે આ મોસમ ને અનુરૂપ થઇ ને જીંદગી જીવીશું તો જીંદગી સાવ નાનકડી યાત્રા લાગશે !... પણ અઘરું છે તો આ બધું પોતાના જીવન માં ઉતરવું !...... 

જીંદગી માં એક વસ્તુ હંમેશા યાદ રાખજો  જે પણ કઈ નિર્ણય લો એ દિલ થી લો અને જે પણ કાર્ય કરો તેની શરૂવાત હસતાં ચેહરે કરો !... કારણ કે હાસ્ય એ સફળતાની સીડી સર કરવા માટે નો એક માર્ગ છે !.... 


1 comment:

Anonymous said...

Beautiful Season of Life ¤¤¤¤¤