આ જીંદગી નો દરિયો પણ એક આગવું રહસ્ય ધરાવે છે !... પણ એમાં મોજાં કયારેક જ સાથ આપતાં હોય છે



                            દરિયા નું રહસ્ય




દરિયા ના પાણી માં રમત રમવી છે !!

રાહ જોઈ ને કયારે કોઈ મોજું આવે અને પગ ની ભીંજવી નાંખે !...

મોજાં ની રાહ માં પોતાનો જ પડછાયો જોઈ લીધો 

પડછાયા જોઈ  ને કયારેક હસી લઇએ છીએ !...

પણ દરિયા ને તો એ પણ  નથી  ખબર !...

પોતાના મોજાં ના જોરે પડછાયા ને ખેચી જાય છે !..

શું રહસ્ય છે આ દરિયા ની રમત નું ??????

જો સમજાઈ ગયું હોત તો કિનારો શોધી લીધો હોત !...

દરિયા ના મોજા ને પણ મજા માણવી કોઈ ના દુઃખ ની  !

અરે , દરિયા તું શાને અભિમાન કરે છે આટલું !...

તારા દરિયા નું પાણી અમસ્તુ જ નથી બન્યું ખારું !...

તે પણ કોઈ ના આંસુ નું જ રહસ્ય છે !... 


Comments

Anonymous said…
Nice Blog**
Anonymous said…
good thoughts