Powered By Blogger

Saturday 26 July 2014

આપણી જીંદગી એ એક વિડીયો ગેમ જેવી છે તે ચાલે તો છે પાણ એમાં ફક્ત સ્ટોપ કરવા માટે નું બટન નથી હોતું !...




જીંદગી એક કોયડો !...




-   જીંદગી જયારે વધારે હસાવે ત્યારે સમજી લેવું કે જીંદગી એ આપણ ને ફસાવા નો પ્લાનિંગ કરી રાખ્યું છે.


-   જીંદગી પાસે થી જેટલી ખુશી મળે તેટલી લઇ લેવી જોઈએ કારણ કે જયારે જીંદગી આપણી પાસે થી            કંઈક લેવા નું ચાલુ કરે છે ત્યારે તે આપણો શ્વાસ પણ નથી છોડતી


-  જીંદગી માં કયારેય પણ થોડા સમય ની લાગણી માટે લાંબા સમય ના સંબંધ ના જોડવા જોઈએ


-  જીંદગી બદલાતી રહે છે !..દરેક સેકોન્ડ માં દરેક મિનીટ માં !.... જીંદગી એતો કયારેય કીધું જ નથી કે તે         એકસરખી રેહશે !... આપને જ વધારે અપેક્ષાઓ રાખતાં છીએ !..


-   જીંદગી એ ટર્મ્સ એન્ડ કંડીશન પર આધારિત છે જો કઈક મેળવું હોય તો તેનાં બદલા માં કંઈક ગુમાવું           પડશે !... પણ હંમેશા દુખ પછી જ છે સુખ આવે છે તેવી જ રીતે આવા સમય માં સમજવું કે જીંદગી હવે         તમને જીત નાં માર્ગ પર જઈ રહી છે !...


-   જીંદગી માં સુખ ના દિવસો ઓછા હોય છે અને દુખ ના દિવસો વધારે હોય છે દુઃખ માં હિંમત રાખવી અને      રડવું નહિ અને સુખ માં છકી ના જવું અને અભિમાન કરે તેવી જ વ્યક્તિ પોતાની જીંદગી માં સફળ થઇ          સકે છે !..


-    ગણી વખત જીંદગી ને દિલ થી માણવા માટે જીંદગી સાથે સરેન્ડર થઇ જવું પડે છે !...


-   લાગણી અને સંબંધ એ  પ્રેમ નો  પર્યાય છે જે  સંબંધ માં લાગણી કે પ્રેમ નથી   તે સંબંધ નું અસ્તિત્વ            નથી રેહતું !...


-   જીંદગી ના જન્જાવટ માં કોઈ દુઃખ છુપાવે , કોઈ બતાવે , કોઈ રડી ને દિલ બેહલાવે , તો કોઈ હસી ને દુખ     છુપાવે , કોઈ ને ,સમજવું મનાવવું !... આવ શબ્દો  ની જંજાળ માંથી નીકળવું અઘરું છે પણ મુશ્કેલ તો            નથી જ !....


-   જીંદગી એ એક કોયડો છે તેને જેટલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશુ તેટલાં જ તેમાં ઊંડા ઉતરતા જઈશું 
     અને જીંદગી જટિલ બનતી જશે !... 

-   જીંદગી બહુ નાની છે તેને મન ભરી ને માણી લો શું ખબર કયારે જીંદગી નો હિસાબ થઈ જાય અને આ          જીંદગી ની નોકરી માંથી રાજીનામું  આપી દેવું પડે !..... 

-   જીંદગી એ કોઈ વ્યક્તિ માટે નથી રોકાતી બસ આપણે ગણી વખત જીવવાનું ભૂલી જતા હોઈએ છીએ            !..છતાં પણ જીંદગી તો ચાલતી જ રહે છે જરૂર છે તો બસ તેને અનુરૂપ થવાની !.. જીંદગી ને અનુરૂપ થઇ      ને જીવીશું તો જીંદગી એક નાની અમથી યાત્રા લાગશે !... 

-    રંગ બદલવા તે જીંદગી ની ફિતરત છે દુઃખ માં પોતાના લોકો ને પારકા  કરી દે તેનું જ નામ જીંદગી !... 

-     જીંદગી એક સુંદર સફર છે આપણે બધા જ થોડાક સમય ના સાથી છીએ !.... એટલા માટે ચિંતા છોડો           અને જીંદગી ને જીવી જાણો !.... શું ખબર કાલે !..... આ જીંદગી આપણી હશે કે નહિ !?????

-      એકધાર્યું કઈ પણ જીંદગી ને મંજુર નથી હોતું ના પ્રેમ , ના સંબંધ , ના દોસ્તી , ના સફળતા !, .... બધું               જ એક  ચક્વ્યૂહ પ્રમાણે ચાલતું રહે  છે !... 














2 comments:

Anonymous said...

Nice Blog Rinku...

Anonymous said...

Nice Bolg Rinku...