Powered By Blogger

Friday 22 August 2014

"લાગણીઓ સાથે ચેડા થાય અને તું અને હું માં કોઈ ત્રીજી વ્યક્તિ આવી ચડે ત્યારે છુટા છેડા જેવા ભયાનક શબ્દ ને લગ્ન જેવા કોમળ સંબંધ માં સ્થાન મળે છે "


છુટા છેડા 

"સંબંધનો અણીયારા  પૂછે સવાલ જીંદગી ની પાસે તેના  ક્યાં છે જવાબ ...
બે જાણ  ની વચે  આ શું  ગયું  ???????????? "




" સંબંધો ના સાત સુર ખોટા પડે અને આંસુ નું એક ટીપું દરિયો બની જાય ત્યારે સર્જાય છે છુટા છેડા "

 "લગ્ન " ગણો  પવિત્ર શબ્દ છે તેમાં બે વ્યક્તિઓ ધ્વારા બે પરિવારો અને  બને પરિવાર ના સમાજ ને એકબીજા સાથે એ રીતે જોડવા માં આવે છે કે   જેના દ્વારા સમાજ માં  પ્રતિષ્ટા જળવાઈ રહે !. લગ્ન  માત્ર બે વ્યક્તિઓ વચ્ચે થાય છે પરંતુ બે વ્યક્તિઓ સાથે ગણા બધાં સંબંધો અને ગણા બધા વ્યક્તિઓ અને અને આખો સમાજ સંકળાયેલો હોય છે.લગ્ન એટલે લાગણી , પ્રેમ ,સમજણ અને મર્યાદા ની એવી પરંપરા જે આપણે પુરા સમાજ ની સાક્ષી માં રહી ને એક વ્યક્તિ સાથે સમગ્ર જીવન વીતવાનું વચન આપતા હોઈએ છીએ પુરા સમાજ ની સાક્ષી માં આ વચનો કેટલા લોકો પાળે છે તે કેહવું અઘરું છે અત્યાર ના સમય માં કારણ કે અત્યાર ના સમય માં લગ્ન ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે !.એ સમય જુદો હતો  જયારે એકબીજા ને સાત જનમ સુધી સાથે રેહવાના વચન આપતા અને તે પ્રમાણે રહી પણ જાણતા પરંતુ આજે સમય બદલાયો છે આજે સંબંધો નું ભવિષ્ય વધારે માં વધારે પાંચ જે છ વર્ષ કે આના થી વધારે જો કોઈ લગ્ન સંબંધ ટક્યો હોય તો તે પણ પરિવાર ની સમજાવટ થી કે સમાજ ના ડર થી !... બાકી છુટા છેડા લેવા વાળા લોકો ને કોઈ સમાજ  કે કોઈ પરિવાર ની બીક નથી હોતી !...

આખરે એવું તે શું થાય છે કે પુરા સમાજ ની માં સાક્ષી કરેલા લગ્ન સંબંધ નો અચાનક કરુણ અંત આવી જાય છે ?? જે સંબંધ કયારેક  લાગણી થી ,પ્રેમ થી અને સમજણ થી શરુ કર્યો હતો આજે તે વાદ - વિવાદ અને જગડા ના કારણે તેનો અંત એક કાગળ ના ટુકડા પર સહી કરી દેવા થી અંત આવી જાય છે !..આપણો સમાજ બદલાઈ રહ્યો છે છુટા છેડા કોઈ અજાણ્યો શબ્દ કે ઘટના નથી  આજથી 40 - 50 વર્ષ પેહલા આ શબ્દ આપણા શબ્દ કોશ મા હતો પણ તેનું અસ્તિત્વ આપણા સમાજ માં નહોતું  પહેલાં ના સમય માં "પડ્યું પાનું નિભાવી લેવું " આ કેહવત ને અનુસરી ને લોકો જીવન જીવી લેતા પરંતુ હવે સમય બદલાયો છે  "હું શું કામ સહન કરું "  પતિ અને પત્ની ના સંબંધો માં હું પણું આવી ગયું છે !... છુટા છેડા  લેવા એ નિર્ણય લઇ ને ગણા બધા લોકો એવું  માને છે કે હવે તે જિંદગી ની મુશ્કેલીઓ માંથી બહાર નીકળ્યા કે હવે તે સારી રીતે રહી શકશે !... પણ શું લગ્ન જેવા પવિત્ર સંબંધ ને છુટા છેડા જેવા શબ્દ નો તાજ આપવો જરૂરી છે ??? શા માટે આપને લગ્ન ને સાચવી નથી શકતા ??? તેનું કારણ છે અહંમ , હું પણું , એકબીજા માટે ની સમજણ નો અભાવ.!..એકબીજા ને સમજી ને અને શાંતિ થી રહીશું તો જીવન એક નાની યાત્રા જેવું લાગશે છુટા છેડા કોઈ નિરાકરણ નથી સુખી થવા માટે નું  છુટા છેડા એતો એક એવો શબ્દ છે જે તમને પુરા સમાજ માં અભિભૂત કરી નાખે છે જે સમાજ તમારા લગ્ન માં આવી ને મોટી મોટી વાતો કરતા  તે જ લોકો તમારા છુટા છેડા પાછાળ તમારી જ નિંદા કરવા લાગશે !...



છુટા છેડા લેવા માટે ની કોઈ કંકોત્રી નથી હોતી તેતો બસ થઇ જાય છે પણ લગ્ન ની કંકોત્રી હોય છે આપને સમાજ ને જાણવાનું હોય છે કે હું લગ્ન કરું છુ  બધા એ હાજર રેહવાનું છે પણ કયારેય સાંભળ્યું કે છુટા છેડા ની કોઈ જાહેરાત થઇ આજ તો કુદરત ની મોહમાયા છે કે લગ્ન એ સમગ્ર સમાજ ને જોડતી કડી છે , વિશ્વાસ છે , જયારે છુટા છેડા તે બે વ્યક્તિઓ અને સમગ્ર સમાજ  થી દુર કરતી એક પ્રકાર ની ગેરસમજણ થી ઉદભવેલો શબ્દ છે જે માણસ ને  કોરી ખાય છે છુટા છેડા લીધેલી વ્યક્તિ નું સમાજ માં પણ કઈ વધારે મોભો કે પ્રતિષ્ઠા રેહતા નથી આ એજ સમાજ છે જે લગ્ન સમયે તમારી સાથે હતો પણ જયારે છુટા પાડવાનો વારો આવે છે ત્યારે આજ સમાજ સાથ આપવાને બદલે પ્રશ્નાર્થ ભરી નજરે  જોવા લાગે છે.છુટા છેડા થવાનું માટે નું મુખ્ય કરણ એક જ છે સમજણ નો અભાવ , નાનાં નાનાં જગડા ઓ ને  મોટું સવરૂપ આપી  દેવું !...જો થોડું જતું કરવાની ભાવના રાખીશું તો આપણા જીવન માં સોનામાં સુગંધ ભળી જશે !...

" આખા સમાજ ને ભેગા કરી  રાખવાની તાકાત વિશ્વાસ માં એટલે કે લગ્ન માં હોય છે , જયારે માણસ ને માનસિક રીતે લાચાર અને સમગ્ર સમાજ માં બદનામ કરવાનો વહેમ એટલે છુટા છેડા!.!!!"




No comments: