કઈક એવી રીતે સોદો કર્યો જીવન સાથે કે જીવન નો દસ્તાવેજ અધુરો રહી ગયો પણ લાગણીઓ નો ખજાનો છલકાઈ ગયો હર્દય ની સંવેદના ના ના સુર માં !....




જીવન નો દસ્તાવેજ 



મનમાં થોડો સમય નો ભેજ છે !...
કોઈ લાગણી ની નનામી છે કે કોઈ કોર્ટ નો સિક્કો 

તારી વિશ્વાસ રૂપી સહી ખૂટી ગઈ હવે !...
પણ હર્દય માં છાપ હજી તાજી જ છે !... 

સમય નો ભેજ લાગી  ગયો તારી લાગણીઓ ને 
કે વરસાદ એ વરસવાનું પણ છોડી દીધું !...... 

સંદેહ થયો મને ત્યારે સમજાયું 
આતો દસ્તાવેજ છે મારા જીવન નો

હસ્તાક્ષર કરી આપીયા તને જીવન ના  દસ્તાવેજ પર 
પણ , કાયદેસર ની કાર્યવાહી જ અધુરી રહી ગઈ !....

જીવન માં સમય નો ભેજ નહીવત રેહવાનો જ...!
પવન ના સુસવાટા માં લાગણીઓ તણાઈ આવે છે તેનું શું ???

લાગણીઓ ની તકતી  ઘડાઈ ગઈ  રહી છે !... આ જીવન ના દસ્તાવેજ પર....









Comments