Powered By Blogger

Thursday 12 February 2015

જીંદગી એટલે પ્રેમ ની તકતી અને દસ્તાવેજ એટલે તારો પ્રેમ


                                પ્રીત નું બંધન 





સંબંધ ને કોઈ બંધન નથી નડતાં ,

બંધન ના  કોઈ સગપણ નથી હોતા ,

પગ ની એ પગરવ ની સુવાસ થી બંધાઈ પ્રીત

નયન ના કાજળ ના અંધકાર માં ખોવાઈ એ પ્રીત 

હોઠો ના કોમળ સ્પર્શ માં  છુપાઈ  એ પ્રીત ,

આતો અમસ્તા જ બંધાઈ ગઈ પ્રીત તારી સાથે

બાકી પ્રેમ ના કોઈ બંધાણી નથી હોતાં !...















એક તું અને એક હું અને આપણી પ્રેમ ની મોસમ

" પ્રેમ નો એહસાસ "




એકબીજા માં ખોવાઈ જવું છે 

એકબીજા ને નિહાળ્યા કરવું છે 

એકબીજા ના દિલ માં દસ્તક દેવી છે 

એકબીજાના  થી જ જીંદગી બની છે 

અને એકબીજા થી આ પ્રેમ પાંગર્યો છે 

એકબીજા ની ચાહત મળી છે નસીબ થી 

તો  શું  જરૂર છે વેલેન્ટાઈન ડે ની 

જયાં હરપળ પ્રેમ નો એહસાસ છ


સમજણ એટલે તું અને લાગણી એટલે હું આ બને મળી ને બને છે આપણો "પ્રેમ "


"પ્રેમ ની અનુભૂતિ "




જેની સાથે લાગણી જોડાયી હતી એ સંબંધ ને શું નામ આપું ???

દિલ ની આ લાગણી , બહાર આવવા માટે જજુમીયા કરે છે ??

લાગણી ની સંવેદના ના આ સુર ને શું નામ આપું ????

આંખોમાં આશ,અને મનમાં હજી એક લાગણી નો એહસાસ છે.

જીવન તો ચાલે છે। ... પણ થોડાં થોડાં અંતરે રોકાઈ જાય છે તો શું કરું ???

એક વણમાગી સલાહ આપું છુ મિત્રો 

લાગણી ની મોહજાળ માં ફસાવા કરતાં ,

ખુશી ના દરિયા માં ડૂબી જવા માં વધારે મજા છે


પ્રેમ એટલે આંસુઓ નો દરિયો અને લાગણી એટલે અવાસ્તવિક દુઃખ


" આંસુ નું ટીપું "



આંસુ આંખ માં થી વહી રહ્યું છે !...

યાદ માં તારી કોઈ રડી રહ્યું છે !... 

હજી નથી મળ્યો તાર તારો 

છતાં પણ કોઈ વાટ જોઈ રહ્યું છે !..

આમ રિસાઈને રસ્તે ના છોડી દઈશ । ..

આ માર્ગ પણ તારો છે અને મંજિલ પણ  તું જ છે





































Saturday 7 February 2015

પણ હું તમને પ્રેમ કરું છુ , પણ હું તમને પ્રેમ કરતી હતી , પણ હું તમને પ્રેમ કરતી રહીશ !....




તમે જ છો !... 



જેને શમણા માં જોયા હતા તે તમે જ છો !..

જેને દિલ થી માન્યા છે તે તમે જ છો !....

જેના વિના એક પળ નથી વિસરાતી તે તમે જ છો !...

જેનો ચહેરો દિલ જન્ખ્તું હતું તે છબી હવે તમારી જ છે

જેના સ્પર્શ માત્ર થી જ મન મોર ની જેમ થનગાટ કરે છે તે તમે જ છો !..

જેની આંખો માં પ્રેમ છે તે નયન ના માલિક  તમે જ છો !....

જેને મળવા માટે દિલ બેચેન બની જાય છે તે પ્રિયતમ પણ તમે જ છો !...

હું અને  તું માંથી આપણે બની ગયા બસ !....... એ તમે જ છો !......