Powered By Blogger

Saturday 8 August 2015

જહાં ડાળ ડાળ પર સોને કી ચીડિયા કરતી હે બસેરા વો ભારત દેશ હે મેરા .

                                 






સુગંધ એજ છે મારા દેશ ની માટી ની જે બાપુ એ બનાવી હતી !..

આજે પણ અકબંધ છે તેની સુગંધ અને તેની શક્તિ !... 

ભારત માતા  ની શક્તિ ના લીધે જ લડી જાય છે સરહદ પર 

ભારત માતા ના શુરવીરો લોહી વહાવી જાય છે દેશ ની રક્ષા માટે !...
.
ગણ બધાં શુરવીરો લડી ગયા  આઝાદી અપાવી ગયા

ગણી લડતો લડાઈ , ગણું લોહી વહી ગયું। ...... 

ગણી બધી માતા ના લાડકવાયા શહીદ થયા

છતાં પણ એ માતાઓ ને ગર્વ છે આજેપણ દીકરાઓ ની શહીદી પર 

કસુંબી ના રંગ માં રંગાઈ ગયો છે તે માતાઓ નો પ્રેમ !...

શહીદી લીધી છે જે જવાનો એ લાખ લાખ વંદન છે !... 

આવા શુરવીરો ને જેમને પોતાની જીંદગી દેશસેવા માં ત્યજી દીધી !....


ભારત દેશ જેવી પવિત્ર ભૂમિ પર જન્મ લેવો તે ખરેખર એક ગર્વ ની  વાત છે આ ભૂમિ પર ધાર્મિક આસ્થા નું ગણું જ મહત્વ છે પરંતુ આ મહત્વ ત્યારે જ વધ્યું જયારે આપણો દેશ આઝાદ થયો. ઘણાં વર્ષો ની ગુલામી પછી 15 , ઓગસ્ટ 1947 ના રોજ આપણો ભારત દેશ અંગ્રેજો ની ગુલામી માંથી આઝાદ થયો હતો વર્ષો પેહલા આપણો દેશ અંગ્રેજો ની ગુલામી હેઠળ જીવી રહ્યો હતો તે સમયે દેશ માં કોઈ પણ પ્રકાર ની ટેકનોલોજી કે કોઈ પણ પ્રકાર ની સદેશાવ્ય્વહાર ની સુવિધા ઉપલબ્ધ ના હતી.અંગ્રેજો નો ઢોર માર ગુલામી હેઠળ આપણો દેશ પીસાતો જતો હતો વર્ષો ના વર્ષો વીત્યા ભારતવાસીઓ આ ગુલામી ના લીધે ત્રાસી ગયા હતા અને એક દિવસ આ ગુલામી માંથી છુટવા માટે ના પ્રયાસો શરુ થયા લોકો માં વિદ્રોહ ની આગ એટલી હદે ભડકી ઉથી અને ભારત માતા ને ગુલામી માં થી આઝાદ કરાવા માટે ભારત ની ભૂમિ પર અનેક શુરવીરો એ પોતાના પ્રાણ ની આહુતિ આપી દીધી અનેક માતાઓ એ પોતાનો ખોળાનો ખુંદનાર દેશ ની સેવા માટે સમર્પિત કરી દીધા અને છેવટે આઝાદી મેળવી ને જ તેમેણ શાંતિ મેળવી આ દિવસે જ આપણો ભારત દેશ અંગ્રેજો ની ગુલામી માંથી આઝાદ થયો હતો માટે તેને આપને સવ્તંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ અને શહીદ થયેલા લોકો ને શ્રધાંજલિ અર્પણ કરીએ છીએ .

આ દિવસ  આવતા ની સાથે જ આપણ ને તે શહીદ થયેલા લોકો ની યાદ આવે છે આને આપનું મસ્તક તેમને શ્રધાંજલિ આપવા માટે જુકી જાય છે વર્ષો પેહલા દુનિયા ના નકશા માં ભારત નું સ્થાન બહુ જ નાનું કહીં સકાય તેવુ હતું પરંતુ અનેક શુરવીરો અને ભારત માતા ના બહાદુર પુત્રો એ ભારત ને ઘણી ઉંચાઈએ પહોચાડ્યું છે શુરવીરો એ માત્ર આપણા દેશ ને આઝાદ જ નથી કર્યો પરંતુ  આખા ભારત નો નકશો જ બદલી દીધો  છે ભારત દેશ ને ગુલામી માં માંથી મુક્ત કરવા માટે ગણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડી   સત્યાગ્રહો , અનદોલાનો કર્યા !... અને ગણા બધા શુરવીરો શહીદ પણ થયા !........ ત્યારે પછી આપણ ને ગુલામી મુક્ત ભારત દેશ મળ્યો છે આજે જો આપણો દેશ બધા જ ક્ષેત્રો માં મુક્તરીતે આગળ વધી રહ્યો છે તો તે આ શુરવીરો ની શૂરવીરતા ના કારણે જ !..... સલામ છે તેમની માતાઓ ને કે તેમણે દેશ ની રક્ષા માટે પોતાનાં એક ના એક દીકરા ને ખુશી થી દેશ ની સેવા માટે સમર્પિત કરી દીધો !

ભારત દેશ ના શુરવીરો આજે પણ સરહદ પર આપણા  ભારત દેશ ની સેવા માટે દિવસ રાત લડી રહ્યા છે.
જયારે જયારે આપણા દેશ પર દુશ્મનો નો હુમલો થાય છે તેટલી વાર અનેક માતા ના લાડકવાયા પુત્રો ભારત માતા ના ચરણો માં શહીદ થાય છે. પણ પોતાનું  કર્તવ્ય કયારેય પણ નથી ભૂલતા.

15 ઓગસ્ટ ના દિવસ નું એક ઐતિહાસિક મહત્વ છે આજના દિવસે આપણે એક પ્રતિજ્ઞા લેવી જોઈએ કે ભારત દેશ ના નાગરિક તરીકે હું ભ્રષ્ટાચાર , આતંકવાદ , ઘુસણખોરી , અને હિંસા ને દેશમાં ના જડમૂળ માંથી હટાવી દેવા હંમેશા પ્રયત્નશીલ રહીશ.



"મને ગર્વ છે કે હું એક ભારતીય છું"

Saturday 9 May 2015





તમને ક્યાંક જોયા છે 



આંસુ નું એક ટીપું હજી બાકી છે !..

હર્દય ના ધબકારા હજી માર્ગ માં જ છે !.. 

રીસાવાનું હોય શણિક માટે !...

પણ એ ક્ષણ વિસરાતી નથી ! ... 

છતાં પણ દિલ ને હજી એહસાસ થાય છે!..

સવપ્ન ની એ છબી વિસરાતી નથી !..

છતાં પણ  દિલ કહે છે તમને ક્યાંક જોયા છે !..........  


Sunday 3 May 2015





એક અલગ જ અનુભવ થાય છે 

જયારે એ મળ્યા વર્ષો પછી

 મન ના અધૂરા સવ્પ્નોને વાચા મળી

વર્ષો ની લાગણી આજે બહાર આવી   

નજર થી નજર ના તીર વાગ્યા 

મન ઘેલું થઇ ઉઠ્યું મળવા માટે 

એક ક્ષણ માટે તો લાગ્યું જીંદગી અહી જ થોભી જાય 

પણ સમય ના સથવારે કયાં કઈ ચાલ્યું છે તો ચાલશે 

બીજી નજર પડી ત્યાં તો સમજાયું 

નાહક ની લાગણી બંધાઈ એક નજર માં 

અરે આ નજર મા તો  કોઈ બીજી જ વ્યક્તિ વસેલી છે 

એક શમણું શરુ થતાં પેહલાં જ  વેરવિખેર થઇ ગયું 

Thursday 12 February 2015

જીંદગી એટલે પ્રેમ ની તકતી અને દસ્તાવેજ એટલે તારો પ્રેમ


                                પ્રીત નું બંધન 





સંબંધ ને કોઈ બંધન નથી નડતાં ,

બંધન ના  કોઈ સગપણ નથી હોતા ,

પગ ની એ પગરવ ની સુવાસ થી બંધાઈ પ્રીત

નયન ના કાજળ ના અંધકાર માં ખોવાઈ એ પ્રીત 

હોઠો ના કોમળ સ્પર્શ માં  છુપાઈ  એ પ્રીત ,

આતો અમસ્તા જ બંધાઈ ગઈ પ્રીત તારી સાથે

બાકી પ્રેમ ના કોઈ બંધાણી નથી હોતાં !...















એક તું અને એક હું અને આપણી પ્રેમ ની મોસમ

" પ્રેમ નો એહસાસ "




એકબીજા માં ખોવાઈ જવું છે 

એકબીજા ને નિહાળ્યા કરવું છે 

એકબીજા ના દિલ માં દસ્તક દેવી છે 

એકબીજાના  થી જ જીંદગી બની છે 

અને એકબીજા થી આ પ્રેમ પાંગર્યો છે 

એકબીજા ની ચાહત મળી છે નસીબ થી 

તો  શું  જરૂર છે વેલેન્ટાઈન ડે ની 

જયાં હરપળ પ્રેમ નો એહસાસ છ


સમજણ એટલે તું અને લાગણી એટલે હું આ બને મળી ને બને છે આપણો "પ્રેમ "


"પ્રેમ ની અનુભૂતિ "




જેની સાથે લાગણી જોડાયી હતી એ સંબંધ ને શું નામ આપું ???

દિલ ની આ લાગણી , બહાર આવવા માટે જજુમીયા કરે છે ??

લાગણી ની સંવેદના ના આ સુર ને શું નામ આપું ????

આંખોમાં આશ,અને મનમાં હજી એક લાગણી નો એહસાસ છે.

જીવન તો ચાલે છે। ... પણ થોડાં થોડાં અંતરે રોકાઈ જાય છે તો શું કરું ???

એક વણમાગી સલાહ આપું છુ મિત્રો 

લાગણી ની મોહજાળ માં ફસાવા કરતાં ,

ખુશી ના દરિયા માં ડૂબી જવા માં વધારે મજા છે


પ્રેમ એટલે આંસુઓ નો દરિયો અને લાગણી એટલે અવાસ્તવિક દુઃખ


" આંસુ નું ટીપું "



આંસુ આંખ માં થી વહી રહ્યું છે !...

યાદ માં તારી કોઈ રડી રહ્યું છે !... 

હજી નથી મળ્યો તાર તારો 

છતાં પણ કોઈ વાટ જોઈ રહ્યું છે !..

આમ રિસાઈને રસ્તે ના છોડી દઈશ । ..

આ માર્ગ પણ તારો છે અને મંજિલ પણ  તું જ છે





































Saturday 7 February 2015

પણ હું તમને પ્રેમ કરું છુ , પણ હું તમને પ્રેમ કરતી હતી , પણ હું તમને પ્રેમ કરતી રહીશ !....




તમે જ છો !... 



જેને શમણા માં જોયા હતા તે તમે જ છો !..

જેને દિલ થી માન્યા છે તે તમે જ છો !....

જેના વિના એક પળ નથી વિસરાતી તે તમે જ છો !...

જેનો ચહેરો દિલ જન્ખ્તું હતું તે છબી હવે તમારી જ છે

જેના સ્પર્શ માત્ર થી જ મન મોર ની જેમ થનગાટ કરે છે તે તમે જ છો !..

જેની આંખો માં પ્રેમ છે તે નયન ના માલિક  તમે જ છો !....

જેને મળવા માટે દિલ બેચેન બની જાય છે તે પ્રિયતમ પણ તમે જ છો !...

હું અને  તું માંથી આપણે બની ગયા બસ !....... એ તમે જ છો !......




Friday 2 January 2015

જીંદગી એક બહુ મોટું રહસ્ય છે !.આપણ ને નથી ખબર આગળ શું થવાનું છે ? આપણે બસ રહસ્ય ના ખુલવાની રાહ જોવાની ધીરે ધીરે જીંદગી ના બધા રહસ્યો ખુલી જશે !...





જીંદગી માં જો કઈક મેળવું હોય તો સાચા  દિલ પ્રયત્ન કરીશું તો  એક દિવસ ચોક્કસ થી આપણે આપણા ધ્યેય સુધી પહોચી શકીશું !.. બસ ચેહરા ઉપર હાસ્ય હંમેશા રમતું રાખવાનું હાસ્ય એ દુઃખો ની દવા છે !...
જીંદગી  ની સફર માં મુશ્કેલીઓ કોને નથી  નડતી ?? ખરાબ સમય માં એક  યાદ રાખવી " કોઈ એક કલાક સાહીઠ મિનીટ થી વધારે નથી હોતો "!... એક દિવસ સમય બદલાશે !...

"  Thanks To God "