Powered By Blogger

Friday 19 December 2014



"પણ મને તો બસ તું જ જોઈએ"






દિલ ચેહરો જંખે છે તારો  તું દુર છે છતાં 

                  પણ  મને તો બસ  તું જ જોઈએ 

રીસાવાનું હોય હું પણ ક્ષણિક માટે છતાં 

                    પણ મને તો બસ તું જ જોઈએ 

આખી જીંદગી ના રિસામણા ને લઇ મન બેબાકળું બન્યું છે 

                    પણ મને તો બસ તું જ જોઈએ 

ગયા પછી પાછુ વળી ને ના જોયું કોઈ ઉભું હતું છતાં 

                    પણ મને તો બસ તું જ જોઈએ 

ઉભી હતી રાહ જોઈ ને હમણાં કોઈ બોલાવે પણ વહેમ હતો 

                      પણ મને તો બસ તું જ જોઈએ 

જીંદગી તારા માટે બહુ સહેલી છે મારા માટે નહિ 

                        પણ મને તો બસ તું જ જોઈએ 




             



                 

Friday 28 November 2014

આંખો ની કલ્પનાઓ ને પાંખો મળી જતા મન માં વિચારો નું વમણ જીંદગી ને સુંદર બનાવી જાય છે






વિચારો નું વમણ 


વિચાર્યું નહોતું તેટલો પ્રેમ આપ્યો !!!!  .............

વિચાર્યું નહોતું તેટલી સમજણ દાખવી  !!!!.......

વિચાર્યું નહોતું તેટલા સુંદર છો  !!!! ........... 

વિચાર્યું નહોતું તેવી અમુલ્ય લાગણી આપી !!!! ......

વિચાર્યું નહોતું તેટલા આંખો માં સવ્પન બતવિયા !!!!..... 

વિચાર્યું નહોતું તેટલી કલ્પનાઓ આપી !!!!  ...... 

વિચાર્યું નહોતું તેટલી જીંદગી ને રંગીન બનાવી !!!! .......

અમે તો શીખ્યા હતા કલ્પનાઓ ની દુનિયા માં રાચતા !!!! .......

તમે મળ્યા ને મધ દરિયે ઉભેલી નૌકા ને જાણે કે કિનારો મળી ગયો !!!! ......

વિચારો ના વમણ  માંથી બહાર આવિયા ત્યારે સમજાયું !!!!.............

આતો તારા વિરહ ની વેદના ની સાક્ષી છે કે મને આ વિચાર આવીયો !!!! ........ 






Wednesday 26 November 2014

જીંદગી બે પળ ની છે દરેક પળ ને યાદગાર બનાવી જાઓ

                    "જીવન જીવવાની કળા"

જિંદગી એકદમ સુખમાં અને આનંદમાં પસાર થતી હોય એ કોને ન ગમે ? બધા જ માણસો સુખ મેળવવા દોડી રહ્યા છે. આમ છતાં, કેટલા માણસો સુખી છે ? દુનિયામાં તમને જાતજાતનાં દુખો જોવા મળશે. કોઈ ગરીબ છે, સખત મહેનત કરવા છતાં પેટપૂરતું ખાવા નથી મળતું, કોઈને માંદગી પીછો નથી છોડતી, કોઈને વારસામાં દિકરો કે દિકરી નથી. કોઈ પૈસાપાત્ર હોવા છતાં દિકરો કહ્યામાં નથી, કોઈ વહુને સાસુની સતામણીનું દુઃખ છે, કોઈને સારું ભણવા છતાં સંતોષકારક નોકરી કે ધંધો નથી મળતો. આમ, જાતજાતનાં દુઃખોથી માણસ ઘેરાયેલો દેખાશે.

તો સુખેથી કોણ જીવે છે ? શું, જિંદગીમાં સુખ હોય જ નહિ ? ના, ના, એવું જરાય નથી. તમારે સુખેથી અને આનંદમાં જીવવું હોય તો કોણ રોકે છે ? મોટા ભાગનાં દુઃખો તો માણસ જાતે જ ઉભા કરે છે અને દુઃખી થાય છે. તમારે સુખમય જિંદગી જીવવી છે ? તો તમારો જીવવાનો રાહ બદલો. આ માટે હું નીચે થોડાં સૂચનો કરું છું, તે અંગે ગંભીરતાથી વિચારો અને જીવવાનો નવો રસ્તો અપનાવો. પછી જુઓ કે જિંદગીમાં સુખ જ સુખ છે કે નહિ. આ રહ્યાં સૂચનો.

(૧) જીવનનું ધ્યેય નક્કી કરો.તમારે જીવનમાં શું મેળવવું છે, તમારે શું બનવું છે, એ સ્પષ્ટપણે નક્કી કરો. તમારે સારું ભણીને પ્રોફેસર બનવંજ છે ? તમારે કાપડ ઉત્પાદન માટેની મીલ ઉભી કરવી છે ? તમારે સારા નામાંકિત ડોક્ટર બનવું છે ? તમે નેતા બનીને દેશસેવા કરવા માગો છો ? તમારે જે કંઇ બનવું હોય તે, વિદ્યાર્થી ઉમરમાં જ નક્કી કરી લો. ધીરુભાઈ અંબાણી પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂરતાં પૂરતાં, પેટ્રોલ પેદા કરવાની પોતાની રીફાઈનરી હોય એવું વિચારતા રહ્યા, એ ધ્યેય પાછળ મંડ્યા રહ્યા અને એ ધ્યેયને સિદ્ધ કરીને જ જંપ્યા. આવાં તો ઘણાં ઉદાહરણો જોવા મળશે.

(૨) પોતાની જાત માટે આત્મવિશ્વાસ કેળવો.પોતાની જાતને ક્યારેય નીચી માનશો નહિ. જાત પર પૂર્ણ ભરોસો રાખો. તમારું મન તમે નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવા હમેશાં પ્રયત્નશીલ હોય છે. એટલે તમારી જાત પર વિશ્વાસ મૂકીને કામ કરતા રહો. તમે જરૂર સફળ થશો.

(૩) જીવનમાં હમેશાં હકારાત્મક વલણ અપનાવો.જીવનમાં ક્યારેય નિરાશ થશો નહિ. નિષ્ફળતા મળે તો પણ દુઃખી થશો નહિ. નિષ્ફળતામાંથી સફળતા મેળવવાનો રસ્તો જડી આવે છે. ભૂલોમાંથી માણસ શીખે છે. એટલે ક્યારેય નકારાત્મક વિચારો કરશો નહિ. ” ધોરણ ૧૨ માં ખૂબ ઓછા ટકા આવ્યા, હવે હું એન્જીનીયર શી રીતે બનીશ ? હવે મારું શું થશે ?” આવા વિચારો ના કરો. એને બદલે, ઓછા ટકા આવ્યા તો બીજું શું કરી શકાય, એ વિચારો. એ રસ્તે આગળ વધો. એને હકારાત્મક વિચાર કહેવાય. એન્જીનીયરીંગ સિવાય બીજાં એટલાં બધાં ક્ષેત્રો છે કે જેમાં સિદ્ધિ મેળવી શકાય. એ જ રીતે, માંદગી, ગરીબી, મતભેદો, હેરાનગતિ, એ બધા પ્રસંગોમાં હકારાત્મક વલણ અપનાવી આગળ વધશો તો ક્યાંય દુઃખ નહિ રહે.

(૪) ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા રાખો.આ દુનિયાનો કર્તાહર્તા ઈશ્વર છે, તેના પર શ્રદ્ધા રાખો. પ્રભુએ આ દુનિયા રચી છે, જન્મ, જીવન, મરણની ઘટમાળ ઉભી કરી છે. પ્રભુ દરેકને જન્મ શા માટે આપે છે ? જિંદગી સારી રીતે જીવો એ માટે. તો પછી પ્રભુ તમને દુઃખી કરે ખરા ? પ્રભુ તો તમારી જિંદગી સારી રીતે પસાર થાય એવી જ ઘટનાઓ રચે. તો દુઃખ ક્યાંથી આવ્યું ? માણસ જાતે ઊભું કરે તો જ ને ? જો પ્રભુ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને કામ કરતા રહેશો તો પ્રભુ તમને ક્યારેય દુઃખમાં નહિ પડવા દે.

(૫) હળવાશથી હસતા હસતા જીવો.કોઈ પણ બનાવને હળવાશથી લો. કોઈ ખરાબ ઘટના બની હોય તેને બહુ ગંભીરતાથી લેશો તો દુઃખી દુઃખી થઇ જશો. એને બદલે એ ઘટનાને બહુ મહત્વ ન આપો. તો તેમાંથી બહાર આવવાનો રસ્તો જલ્દી જડી આવશે. દ્રઢ સંકલ્પવાળા માણસો દુઃખોથી ડરતા નથી, બલ્કે હસતા હસતા જિંદગી વિતાવે છે. તમે પણ એ રીતે જિંદગી જીવી શકો.

(૬) તમારી સાથે સંકળાયેલા બધા લોકો સાથે પ્રેમથી વર્તો.માનવ એ સામાજિક પ્રાણી છે. તે ક્યારેય એકલો જીવી શકતો નથી. બીજા લોકો સાથે મળીને જ જીવન જીવાય છે. ઘરમાં માબાપ, ભાઈ, બહેન, પતિ, પત્ની અને બાળકો હોય છે. બહાર પાડોશીઓ, ઓફિસમાં સહકાર્યકર્તાઓ, ધંધામાં ગ્રાહક અને વેપારીઓ, બસમાં બીજા પ્રવાસીઓ, દર્દી સાથે નર્સ કે ડોક્ટર – એમ બધે જ તમને તમારી આસપાસ સંકળાયેલા માણસો મળશે. આ બધા સાથે સ્નેહ અને પ્રેમભાવથી વર્તીએ, તો ક્યાંય મતભેદ કે તકલીફો ઉભી નહિ થાય. દા. ત. કોઈ વિદ્યાર્થી પોતાને ન આવડતો દાખલો શિક્ષકને પૂછવા જાય ત્યારે શિક્ષક ‘આટલું નથી આવડતું ?’, ‘હમણાં મને ટાઇમ નથી, કાલે આવજે.’, ‘મારા ક્લાસ ભરતાં શું થાય છે ?’ આવા બધા જવાબો આપવાને બદલે પ્રેમથી વાત કરે કે ‘લાવ, શીખવાડી દઉં’ એમ કહીને શીખવાડે તો બંનેનો ઘણો સમય બચી જાય, વિદ્યાર્થીને શિક્ષક પ્રત્યે આદર પેદા થાય, તેને સ્કુલ કે કોલેજમાં નિયમિત આવવાનું મન થાય અને શિક્ષક-વિદ્યાર્થી બંનેના મગજમાં શાંતિ રહે તે જુદું. આવી લાગણીસભર વાતચીત બધે જ થાય તો અશાંતિ અને દુખો કેટલાં બધાં દૂર થઇ જાય !

(૭) અન્ય લોકો પર ગુસ્સો ના કરો.આજે લોકો વાતવાતમાં ગુસ્સે થઇ જતા હોય છે.
પતિપત્ની એકબીજા પર, પિતાપુત્ર, બોસ અને કર્મચારી – એમ બધે લોકો ગુસ્સે થતા જોવા મળશે. ગુસ્સો કરવાથી કામ તો નથી જ પતતું, પણ ઉલટાનું મગજ નકારાત્મક વિચારોથી તરબતર થઇ જાય છે. ક્યારેક બી.પી. વધી જાય છે, બીજાને ખેદાનમેદાન કરી નાખવાના વિચારો આવી જાય છે. આવી સ્થિતિમાં શાંતિ ક્યાંથી મળે ? ગુસ્સો કરવાને બદલે, સામી વ્યક્તિનો દોષ હોય તો તેને શાંતિથી સમજાવી તેનું નિરાકરણ ન લાવી શકાય ? એમ કરીએ તો કામ પતે અને જીવનમાં શાંતિ લાગે. ગુસ્સાને કારણે ભલભલા લોકોએ ખતરનાક પરિણામો ભોગવ્યાના દાખલા મોજૂદ છે.

(૮) બીજાઓની ભૂલ કે અપરાધને માફ કરો.માણસ માત્ર, ભૂલને પાત્ર. માણસથી ભૂલ ન થાય, એવું તો ના જ બને. પણ તમારા સંપર્કમાં આવનારા જો ભૂલો કરે તો તેને દાઢમાં રાખી હેરાન કરવાને બદલે, તેના પર ગુસ્સો કરવાને બદલે, તેની ભૂલને માફ કરો. પ્રત્યક્ષ માફ ના કરાય તો તેને મનોમન માફ કરો. તેને ભૂલ સુધારવાની તક આપો. તેની પ્રગતિ અવરોધવાને બદલે, તેને ભૂલ સુધારી આગળ વધવા દો. આમ કરવાથી, તમારું તથા ભૂલ કરનારનું મગજ શાંત રહેશે. હકારાત્મક તરંગો વહેશે અને દિશા, પ્રગતિ તરફની રહેશે. ભગવાન જો ભૂલો માફ કરે છે તો આપણે તો પામર મનુષ્ય છીએ. આપણે ભૂલ માફ નહિ કરનારા કોણ ?

(૯) બીજાને હમેશાં મદદરૂપ થાઓ.તમારાથી શક્ય એટલું બીજાને મદદ કરવાનું રાખો. મદદ ત્રણ રીતે થઇ શકે છે, કોઈને પૈસા આપીને, કોઈને માટે સમય ફાળવીને અને કોઈને માટે મહેનત કરીને. ગરીબોને પૈસા કે અન્ય વસ્તુઓ આપીને મદદ કરી શકાય. કોઈને કંઇ આવડતું નથી તો તેને શીખવાડવા માટે સમય ફાળવીને મદદ કરી શકાય. કોઈ ભારે વજન લઈને દાદર ચડતો હોય તો તેનું થોડું વજન ઉંચકી લઇ, તેને મહેનતરૂપી મદદ કરી શકાય. તમે જો બીજાને કોઈ પણ રીતની મદદ કરશો તો પછી જુઓ તેનું પરિણામ ! બીજાઓ તમને મદદ કરવા તત્પર થઇ જશે. બધા જો આ રીતે કરે તો દુનિયામાં કોનું કામ અટક્યું રહે ? સાથે પરમ કૃપાળુ પરમાત્મા તો છે જ, તે તો મદદ માટે જ બેઠો છે.
બસ તો દોસ્તો, અહીં બતાવ્યા તે રસ્તા પર ચાલવાનું શરુ કરી દો. પછી જુઓ કે જિંદગીમાં કોઈ દુઃખ રહે છે ખરું ? દુનિયાના બધા લોકો આ રીતે જીવે તો ક્યાંય દુઃખ ન રહે. અરે ! આખી દુનિયા ભલે આ રીતે ન જીવે, તમે કે થોડા લોકો પણ જો આ નિયમો અનુસરશે તો પણ તમને જીવન આનંદમય લાગશે. તમારાં દુખો ક્યાંય ભાગી જશે. બસ તો, જાગ્યા ત્યાંથી સવાર. આજથી જ, અત્યારથી જ જીવનનો રાહ બદલી નાખો. સારું જીવન જીવવાની કળા સિદ્ધ કરવાની તમને શુભેચ્છાઓ.

ફરોમ : readgujrati.com












                

Sunday 7 September 2014

કઈક એવી રીતે સોદો કર્યો જીવન સાથે કે જીવન નો દસ્તાવેજ અધુરો રહી ગયો પણ લાગણીઓ નો ખજાનો છલકાઈ ગયો હર્દય ની સંવેદના ના ના સુર માં !....




જીવન નો દસ્તાવેજ 



મનમાં થોડો સમય નો ભેજ છે !...
કોઈ લાગણી ની નનામી છે કે કોઈ કોર્ટ નો સિક્કો 

તારી વિશ્વાસ રૂપી સહી ખૂટી ગઈ હવે !...
પણ હર્દય માં છાપ હજી તાજી જ છે !... 

સમય નો ભેજ લાગી  ગયો તારી લાગણીઓ ને 
કે વરસાદ એ વરસવાનું પણ છોડી દીધું !...... 

સંદેહ થયો મને ત્યારે સમજાયું 
આતો દસ્તાવેજ છે મારા જીવન નો

હસ્તાક્ષર કરી આપીયા તને જીવન ના  દસ્તાવેજ પર 
પણ , કાયદેસર ની કાર્યવાહી જ અધુરી રહી ગઈ !....

જીવન માં સમય નો ભેજ નહીવત રેહવાનો જ...!
પવન ના સુસવાટા માં લાગણીઓ તણાઈ આવે છે તેનું શું ???

લાગણીઓ ની તકતી  ઘડાઈ ગઈ  રહી છે !... આ જીવન ના દસ્તાવેજ પર....









Tuesday 2 September 2014

જીંદગી માં સ્મિત એટલે હાસ્ય દ્વારા કરવામાં આવતો અભિનય !.....


 મને ગમે છે !...



શરારત છે કઈક જીંદગી ની જે મને ગમે છે !...

મારી ખુમારી મારી જીંદગી ને ગમે  છે !...

નશો ચડ્યો છે જીંદગી ની દિવ્યતાનો  જે મને ગમે છે !...

ગણો દબદબો છે જીંદગી નો મારા ઉપર જે મને ગમે છે !...

ઉલ્જ્યા રહ્યા ઉલ્જનો માં ત્યારે સમજાયું !....

દરેક દુઃખ ના દસ્તાવેજ પર આપણા પોતાના જ હસ્તાક્ષર હોય છે 

છતાં પણ જીંદગી સાથે અટ્ટહાસ્ય કરી  ને લડવું મને ગમે છે !.





Saturday 30 August 2014

દીકરા તો જૂજવા થયા રે, વહુઅરો દે છે ગાળ; દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ ?



" ઘડપણ કોણે મોકલ્યું ? "

"દીકરા તો જૂજવા થયા રે, વહુવારું  દે છે ગાળ દીકરીઓને જમાઈ લઈ ગયા , હવે ઘડપણના છે હાલ   ?"




"ઘડપણ " આ શબ્દ સાંભળતાની સાથે જ આપણ ને એક ખૂણા માં અથવા મંદિર ના ઓટલા પર બેસેલા અને ભગવાન ના ભજન ગાતા આપણા વૃદ્ધ વડીલો નજર સમક્ષ આવવાં લાગે છે !. ઘડપણ બહુ જ દોહ્યુલું હોય છે.માણસ સાહીઠ વર્ષ વટાવે પછી બલ્ડપ્રેશર , ડાયાબીટીસ , વા , કોલેસ્ટ્રોલ , બાયપાસ સર્જરી જેવા ડરામણા શબ્દો નું બ્લેકમેલીંગ શરુ થઇ જાય છે. સામાન્ય રીતે ઘણા લોકો એવો માનતા હોય છે કે છોકરા ના છોકરા આવી ગયા એટલે હવે મંદિર મહાદેવ કરવાનું અને ઘડપણ આવી ગયું !. પરંતુ આ તદન ખોટી વિચારસરણી છે જય સુધી વય્ક્તિ નું મન યુવાન છે ત્યાં સુધી તેને ઘડપણ શબ્દ અસર નથી કરી સકતો !..
આજના બદલાતા યુગ માં રોજગારી મેળવા માટે ગામડા માંથી શહેર માં આવતા થયા છે. પરિવાર માં દીકરો અને વહુ બને નોકરી કરતા હોય અને ત્યારે ગામડા માં રેહતા માં - બાપ ને શહેર માં લાવીને  સાથે રાખવા એ જાણે કે મજબૂરી  બની ગઈ છે આવા સંજોગો માં સાથે રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી રેહતો , મને - કમને માં - બાપ ને સાથે રાખવા જ પડે છે પરિણામે રોજ સર્જાય છે કલેશ અને કંકાશ !..
પરિણામે  દીકરો માં - બાપ ને એક એવી જગ્યા એ રેહવા માટે મૂકી આવે છે જયાં ગણા બધા લોકો એકસાથે રેહતા હોય..  તેને કેહવાય છે વૃધાશ્રમ !... કદાચ આપણા જ લોકો ના આધુનિક વિચારો ને કારણે આજે આપના દેશ માં વૃદ્ધાશ્રમ ની સંખ્યા અનાથાશ્રમ કરતા પણ ત્રણ ગણી વધી ગઈ છે . જ માં - બાપ એ આપણ ને આંગળી પકડી ને ચાલતા શીખ્વાડીયું તેજ માં - બાપ ને આપને  વૃધાવ્સથા માં આંગળી પકડી ને વૃધાશ્રમ માં મૂકી આવતા હોઈએ છીએ !.. શા માટે ???? એક માં -બાપ ચાર બાળકો નો પ્રેમ થી ઉછેર કરી શકે છે પણ ચાર બાળકો એક માં -બાપ ને સાચવી નથી સકતા.... શું આને આધુનિકતા કેહવાય ????? આધુનિકતા ની હરીફાઈ માં આપને આપણા સંસ્કારો ને પાચલ છોડતા જઈએ છીએ !... પણ એ કયારેય નથી વિચાર્યું કે આ દુનિયા માં ભલે ગમે તેટલા આગળ વધીશું.... ગમે તેટલા.. મોડર્ન બનીશું પણ આપણે આપણા સંસ્કારો ને કયારેય પણ ના ભૂલવા જોઈએ !....

 "જે દીકરાઓ માં - બાપ ને વૃધાશ્રમ માં મૂકી આવે છે તે દીકરા ઓ માટે તેમની  વૃધાવ્સ્થા   ના સમય માં        વૃધાશ્રમ માં પણ જગ્યા નથી મળતી !... માં - બાપ ની સેવા  કરીશું તો ભગવાન માટે  જાત્રા કરવાની જરૂર નહિ પડે "





આખી જીંદગી કરેલી ભાગદોડ નો આરામ કરવાની અવસ્થા એટલે ઘડપણ !.. વ્યક્તિ આખી જીંદગી ભાગતો જ રહે છે એક ઘડપણ જ એવું છે કે જયારે તેને આખી જીંદગી નો અઆરમ કરવાની તક મળે છે પરંતુ !... સંતાનો ને તો આ આરામ ઘરમાં કુચતો હોય તેવું લાગે છે !..... વ્યક્તિ જયારે ઘરડી થાય છે ત્યારે તેની કીમત આપોઆપ જ ઘટી જાય છે !... ઘરમાં એક ફાટેલી -  તૂટેલી  ખાટલી માં સુવા માટે સ્થાન આપવામાં આવે છે ! ...આવું બધું ઘણા બધા ઘરો માં થતું હોય છે !..જે બાળકો માં - બાપ ને સાચવી નથી સકતા તે સંતાનો ને તો ભગવાન પણ કયારેય સાચવતાં નથી !... જે વ્યક્તિ એ આ દુનિયા માં પેહલું વૃધાશ્રમ બનાવિયું હશે તે વ્યક્તિ ખરેખર કઠણ કાળજા ધરાવતી હશે.........












જે માં - બાપ દીકરા ને ભણાવી ગણાવી ને મોટો કરે છે , સમાજ મા મોભો અપાવે છે તે જ દીકરો મોટો થઇ ને માં - બાપ ને ગર ની બહાર કાઢી મુકે છે આના થી મોટી કરુણતા આ દુનિયા માં  બીજી શું હોઈ  સકે। ... આ દુનિયા માં ભગવાન બધી જ જગ્યા એ નથી પહોચી શકતા માટે જ તેમને માં - બાપ ને બનાવીયા છે જેથી આપણે આપની જીંદગી માં જો ભટકી જઈએ તો આ ભગવાન આપણ ને રસ્તો બતાવે પણ આપણો આ કેહ્વતો દંભી સમાજ પોતાના ભગવાન રૂપી માં -બાપ ને વૃદ્ધાશ્રમ જેવી જગ્યા એ મૂકી આવે છે જયા તેમને દાદા-દાદી જેવા મધુર શબ્દો પણ સાંભળવા નથી મળતાં !..........ઘરડા ઘડપણ માં કોઈ વ્યક્તિ પાસે થી થોડી ગણી હુંફ કે પ્રેમ મળે તો જેમ કે મન નાના બાળક ની જેમ ખીલી ઉઠે છે !.. ઘડપણ માં વ્યક્તિ નાના બાળક જેવી બની જાય છે !.. બસ આપણે  તેમને સાચવી નથી સકતા શા માટે  ???? જયારે  આપણા માં  સમજણ નહોતી ત્યારે આજ માં - બાપ આપણ ને  સાચવતા હતા !...   પ્રેમ આપતા હતા !... ગણી બધી ભૂલો ને નજરઅંદાજ કરતા પણ આપણે તો  એમની એક ભૂલ માં જ વૃધાશ્રમ નો દરવાજો  બતાવી  દઈએ છીએ !......


માં - બાપ ની સેવા  બધા ના નસીબ માં નથી હોતી !... ભાગ્યશાળી વ્યક્તિ ને જ સેવા નો  લ્હાવો મળે છે !...  ઉમરા વાળી "માં " ને પ્રેમ થી સાચવશો તો ડુંગરા વાળી માં  આપોઆપ પ્રસન્ન   થઇ જશે !....



નહોતું જોઈતું ને શીદ આપ્યું ?? નહોતી જોઈ તારી વાટ ! ઘડપણ કોને મોકલ્યું ?????

Friday 22 August 2014

"લાગણીઓ સાથે ચેડા થાય અને તું અને હું માં કોઈ ત્રીજી વ્યક્તિ આવી ચડે ત્યારે છુટા છેડા જેવા ભયાનક શબ્દ ને લગ્ન જેવા કોમળ સંબંધ માં સ્થાન મળે છે "


છુટા છેડા 

"સંબંધનો અણીયારા  પૂછે સવાલ જીંદગી ની પાસે તેના  ક્યાં છે જવાબ ...
બે જાણ  ની વચે  આ શું  ગયું  ???????????? "




" સંબંધો ના સાત સુર ખોટા પડે અને આંસુ નું એક ટીપું દરિયો બની જાય ત્યારે સર્જાય છે છુટા છેડા "

 "લગ્ન " ગણો  પવિત્ર શબ્દ છે તેમાં બે વ્યક્તિઓ ધ્વારા બે પરિવારો અને  બને પરિવાર ના સમાજ ને એકબીજા સાથે એ રીતે જોડવા માં આવે છે કે   જેના દ્વારા સમાજ માં  પ્રતિષ્ટા જળવાઈ રહે !. લગ્ન  માત્ર બે વ્યક્તિઓ વચ્ચે થાય છે પરંતુ બે વ્યક્તિઓ સાથે ગણા બધાં સંબંધો અને ગણા બધા વ્યક્તિઓ અને અને આખો સમાજ સંકળાયેલો હોય છે.લગ્ન એટલે લાગણી , પ્રેમ ,સમજણ અને મર્યાદા ની એવી પરંપરા જે આપણે પુરા સમાજ ની સાક્ષી માં રહી ને એક વ્યક્તિ સાથે સમગ્ર જીવન વીતવાનું વચન આપતા હોઈએ છીએ પુરા સમાજ ની સાક્ષી માં આ વચનો કેટલા લોકો પાળે છે તે કેહવું અઘરું છે અત્યાર ના સમય માં કારણ કે અત્યાર ના સમય માં લગ્ન ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે !.એ સમય જુદો હતો  જયારે એકબીજા ને સાત જનમ સુધી સાથે રેહવાના વચન આપતા અને તે પ્રમાણે રહી પણ જાણતા પરંતુ આજે સમય બદલાયો છે આજે સંબંધો નું ભવિષ્ય વધારે માં વધારે પાંચ જે છ વર્ષ કે આના થી વધારે જો કોઈ લગ્ન સંબંધ ટક્યો હોય તો તે પણ પરિવાર ની સમજાવટ થી કે સમાજ ના ડર થી !... બાકી છુટા છેડા લેવા વાળા લોકો ને કોઈ સમાજ  કે કોઈ પરિવાર ની બીક નથી હોતી !...

આખરે એવું તે શું થાય છે કે પુરા સમાજ ની માં સાક્ષી કરેલા લગ્ન સંબંધ નો અચાનક કરુણ અંત આવી જાય છે ?? જે સંબંધ કયારેક  લાગણી થી ,પ્રેમ થી અને સમજણ થી શરુ કર્યો હતો આજે તે વાદ - વિવાદ અને જગડા ના કારણે તેનો અંત એક કાગળ ના ટુકડા પર સહી કરી દેવા થી અંત આવી જાય છે !..આપણો સમાજ બદલાઈ રહ્યો છે છુટા છેડા કોઈ અજાણ્યો શબ્દ કે ઘટના નથી  આજથી 40 - 50 વર્ષ પેહલા આ શબ્દ આપણા શબ્દ કોશ મા હતો પણ તેનું અસ્તિત્વ આપણા સમાજ માં નહોતું  પહેલાં ના સમય માં "પડ્યું પાનું નિભાવી લેવું " આ કેહવત ને અનુસરી ને લોકો જીવન જીવી લેતા પરંતુ હવે સમય બદલાયો છે  "હું શું કામ સહન કરું "  પતિ અને પત્ની ના સંબંધો માં હું પણું આવી ગયું છે !... છુટા છેડા  લેવા એ નિર્ણય લઇ ને ગણા બધા લોકો એવું  માને છે કે હવે તે જિંદગી ની મુશ્કેલીઓ માંથી બહાર નીકળ્યા કે હવે તે સારી રીતે રહી શકશે !... પણ શું લગ્ન જેવા પવિત્ર સંબંધ ને છુટા છેડા જેવા શબ્દ નો તાજ આપવો જરૂરી છે ??? શા માટે આપને લગ્ન ને સાચવી નથી શકતા ??? તેનું કારણ છે અહંમ , હું પણું , એકબીજા માટે ની સમજણ નો અભાવ.!..એકબીજા ને સમજી ને અને શાંતિ થી રહીશું તો જીવન એક નાની યાત્રા જેવું લાગશે છુટા છેડા કોઈ નિરાકરણ નથી સુખી થવા માટે નું  છુટા છેડા એતો એક એવો શબ્દ છે જે તમને પુરા સમાજ માં અભિભૂત કરી નાખે છે જે સમાજ તમારા લગ્ન માં આવી ને મોટી મોટી વાતો કરતા  તે જ લોકો તમારા છુટા છેડા પાછાળ તમારી જ નિંદા કરવા લાગશે !...



છુટા છેડા લેવા માટે ની કોઈ કંકોત્રી નથી હોતી તેતો બસ થઇ જાય છે પણ લગ્ન ની કંકોત્રી હોય છે આપને સમાજ ને જાણવાનું હોય છે કે હું લગ્ન કરું છુ  બધા એ હાજર રેહવાનું છે પણ કયારેય સાંભળ્યું કે છુટા છેડા ની કોઈ જાહેરાત થઇ આજ તો કુદરત ની મોહમાયા છે કે લગ્ન એ સમગ્ર સમાજ ને જોડતી કડી છે , વિશ્વાસ છે , જયારે છુટા છેડા તે બે વ્યક્તિઓ અને સમગ્ર સમાજ  થી દુર કરતી એક પ્રકાર ની ગેરસમજણ થી ઉદભવેલો શબ્દ છે જે માણસ ને  કોરી ખાય છે છુટા છેડા લીધેલી વ્યક્તિ નું સમાજ માં પણ કઈ વધારે મોભો કે પ્રતિષ્ઠા રેહતા નથી આ એજ સમાજ છે જે લગ્ન સમયે તમારી સાથે હતો પણ જયારે છુટા પાડવાનો વારો આવે છે ત્યારે આજ સમાજ સાથ આપવાને બદલે પ્રશ્નાર્થ ભરી નજરે  જોવા લાગે છે.છુટા છેડા થવાનું માટે નું મુખ્ય કરણ એક જ છે સમજણ નો અભાવ , નાનાં નાનાં જગડા ઓ ને  મોટું સવરૂપ આપી  દેવું !...જો થોડું જતું કરવાની ભાવના રાખીશું તો આપણા જીવન માં સોનામાં સુગંધ ભળી જશે !...

" આખા સમાજ ને ભેગા કરી  રાખવાની તાકાત વિશ્વાસ માં એટલે કે લગ્ન માં હોય છે , જયારે માણસ ને માનસિક રીતે લાચાર અને સમગ્ર સમાજ માં બદનામ કરવાનો વહેમ એટલે છુટા છેડા!.!!!"




Thursday 14 August 2014

જહાં ડાળ ડાળ પર સોને કી ચીડિયા કરતી હે બસેરા વો ભારત દેશ હે મેરા ...




મારું ઉજ્વળ ભારત 

"મને ગર્વ છે કે હું એક ભારતીય છું"



જયારે ભારત દેશ એ શૂન્ય હતો કોઈ પણ પ્રકાર ની ટેકનોલોજી નહિ કે કોઈ પણ પ્રકાર નું  બસ ચારેબાજુ થી ગેરાયેલો દેશ જે અંગ્રેજો ની ગુલામી નીચે  દબાયેલો હતો !.... વર્ષો પેહલા  દુનિયા ના નકશા માં ભારત નું સ્થાન બહુ જ નાનું કહીં સકાય  હતું પરંતુ એક વ્યક્તિ એવો  આવીયો જેને આખા ભારત નો નકશો જ બદલી દીધો ભારત દેશ ને ગુલામી માં નમાંથી મુક્ત કરવા માટે ગણી બધી મુશ્કેલીઓ સહન  સત્યાગ્રહો , અનદોલાનો કર્યા !... અને ગણા બધા શુરવીરો શહીદ પણ થયા !........ ત્યારે પછી આપણ ને ગુલામી મુક્ત ભારત દેશ મળ્યો છે આજે જો આપણો દેશ બધા જ ક્ષેત્રો માં મુક્તરીતે આગળ વધી રહ્યો છે તો તે આ શુરવીરો ની શૂરવીરતા ના કારણે  જ !..... સલામ છે તેમની માતાઓ ને કે તેમણે દેશ ની રક્ષા માટે પોતાનાં એક ના એક દીકરા ને  ખુશી થી દેશ ની સેવા માટે સમર્પિત કરી દીધો !.................. 



15 ઓગષ્ટ ના દિવસે સલામ આપીએ એ લોકો ને જેમણે દેશ ની સેવા માં પોતાનું  સમગ્ર જીવન સમર્પિત કરી દીધું અને જયારે આપણે ગરમા બેસીને દિવાળી કે હોળી માનવતા હતા ત્યારે તે લોકો ગોળીઓ થી દુશ્મનો નો નીડરતા પૂર્વક સામનો કરતા હતા , કરે છે અને હંમેશા કરતાં રેહશે !..... 


સુગંધ એજ છે મારા દેશ ની માટી ની જે બાપુ એ બનાવી હતી  !..

આજે પણ અકબંધ છે !.. તેની સુગંધ અને તેની શક્તિ !... 

ભારત દેશ ની માટી ના લીધે જ લડી જાય છે સરહદ પર 

ભારત માતા ના શુરવીરો લોહી વહાવી જાય છે દેશ ની રક્ષા માટે !...
.
ગણ બધાં શુરવીરો લડી ગયા !... આજાદિ અપાવી ગયા

ગણી લડતો લડાઈ , ગણું લોહી વહી ગયું। ......

ગણી બધી માતા ના લાડકવાયા શહીદ થયા

છતાં પણ એ માતાઓ ને ગર્વ છે આજેપણ  દીકરાઓ ની શહીદી પર 

કસુંબી ના રંગ માં રંગાઈ ગયો છે તે માતાઓ નો પ્રેમ !...

શહીદી લીધી છે જે જવાનો એ લાખ લાખ વંદન છે !... 

આવા  શુરવીરો ને જેમને પોતાની જીંદગી દેશસેવા માં ત્યજી દીધી !....





ભારત માતા કી જય 











Saturday 2 August 2014

લોકો જીંદગી જીવશે અમે ગજલો રચી જાણીશું , મળી છે ભાગ્યવશ જે લાગણી તેની મીઠાશ લખી જાણીશું !...


લાગણી ની મીઠાશ 





બિડાયેલી છે આંખો છતાં પણ કઈક કહી રહી છે !.. 

આ  મન ની અકળામણ નો ઉકેલ લાવવા જ છલકી રહી છે 

જીવન ની જાકામ્જોળ માં ક્યાંક ખોવાઈ ગયું છે કંઈક !..

સમજવા છતાં સમજાતું નથી શું તે કોઈ કોયડો છે ??

એક અંનત એહસાસ છે જીવન નો જે આ મન ને મિથ્યા કરી જાણે છે !..

જેની સાથે લાગણી જોડાયી હતી એ સંબંધ ને શું નામ આપું ???

દિલ ની આ લાગણી , બહાર આવવા માટે જજુમીયા કરે છે ??

લાગણી ની સંવેદના ના આ સુર ને શું નામ આપું ????

આંખોમાં આશ,અને મનમાં હજી એક લાગણી નો એહસાસ છે.

જીવન તો ચાલે છે। ... પણ થોડાં થોડાં અંતરે રોકાઈ જાય છે તો શું કરું ???

એક વણમાગી સલાહ આપું છુ મિત્રો જીંદગી માં સુખી થવું હોય તો 

લાગણીઓ અને પ્રેમ  ની મોહજાળ માં ફસાવા કરતાં ,

ખુશી ના દરિયા માં ડૂબી જવા માં વધારે મજા છે.!!!!!!!



.

Saturday 26 July 2014

આપણી જીંદગી એ એક વિડીયો ગેમ જેવી છે તે ચાલે તો છે પાણ એમાં ફક્ત સ્ટોપ કરવા માટે નું બટન નથી હોતું !...




જીંદગી એક કોયડો !...




-   જીંદગી જયારે વધારે હસાવે ત્યારે સમજી લેવું કે જીંદગી એ આપણ ને ફસાવા નો પ્લાનિંગ કરી રાખ્યું છે.


-   જીંદગી પાસે થી જેટલી ખુશી મળે તેટલી લઇ લેવી જોઈએ કારણ કે જયારે જીંદગી આપણી પાસે થી            કંઈક લેવા નું ચાલુ કરે છે ત્યારે તે આપણો શ્વાસ પણ નથી છોડતી


-  જીંદગી માં કયારેય પણ થોડા સમય ની લાગણી માટે લાંબા સમય ના સંબંધ ના જોડવા જોઈએ


-  જીંદગી બદલાતી રહે છે !..દરેક સેકોન્ડ માં દરેક મિનીટ માં !.... જીંદગી એતો કયારેય કીધું જ નથી કે તે         એકસરખી રેહશે !... આપને જ વધારે અપેક્ષાઓ રાખતાં છીએ !..


-   જીંદગી એ ટર્મ્સ એન્ડ કંડીશન પર આધારિત છે જો કઈક મેળવું હોય તો તેનાં બદલા માં કંઈક ગુમાવું           પડશે !... પણ હંમેશા દુખ પછી જ છે સુખ આવે છે તેવી જ રીતે આવા સમય માં સમજવું કે જીંદગી હવે         તમને જીત નાં માર્ગ પર જઈ રહી છે !...


-   જીંદગી માં સુખ ના દિવસો ઓછા હોય છે અને દુખ ના દિવસો વધારે હોય છે દુઃખ માં હિંમત રાખવી અને      રડવું નહિ અને સુખ માં છકી ના જવું અને અભિમાન કરે તેવી જ વ્યક્તિ પોતાની જીંદગી માં સફળ થઇ          સકે છે !..


-    ગણી વખત જીંદગી ને દિલ થી માણવા માટે જીંદગી સાથે સરેન્ડર થઇ જવું પડે છે !...


-   લાગણી અને સંબંધ એ  પ્રેમ નો  પર્યાય છે જે  સંબંધ માં લાગણી કે પ્રેમ નથી   તે સંબંધ નું અસ્તિત્વ            નથી રેહતું !...


-   જીંદગી ના જન્જાવટ માં કોઈ દુઃખ છુપાવે , કોઈ બતાવે , કોઈ રડી ને દિલ બેહલાવે , તો કોઈ હસી ને દુખ     છુપાવે , કોઈ ને ,સમજવું મનાવવું !... આવ શબ્દો  ની જંજાળ માંથી નીકળવું અઘરું છે પણ મુશ્કેલ તો            નથી જ !....


-   જીંદગી એ એક કોયડો છે તેને જેટલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશુ તેટલાં જ તેમાં ઊંડા ઉતરતા જઈશું 
     અને જીંદગી જટિલ બનતી જશે !... 

-   જીંદગી બહુ નાની છે તેને મન ભરી ને માણી લો શું ખબર કયારે જીંદગી નો હિસાબ થઈ જાય અને આ          જીંદગી ની નોકરી માંથી રાજીનામું  આપી દેવું પડે !..... 

-   જીંદગી એ કોઈ વ્યક્તિ માટે નથી રોકાતી બસ આપણે ગણી વખત જીવવાનું ભૂલી જતા હોઈએ છીએ            !..છતાં પણ જીંદગી તો ચાલતી જ રહે છે જરૂર છે તો બસ તેને અનુરૂપ થવાની !.. જીંદગી ને અનુરૂપ થઇ      ને જીવીશું તો જીંદગી એક નાની અમથી યાત્રા લાગશે !... 

-    રંગ બદલવા તે જીંદગી ની ફિતરત છે દુઃખ માં પોતાના લોકો ને પારકા  કરી દે તેનું જ નામ જીંદગી !... 

-     જીંદગી એક સુંદર સફર છે આપણે બધા જ થોડાક સમય ના સાથી છીએ !.... એટલા માટે ચિંતા છોડો           અને જીંદગી ને જીવી જાણો !.... શું ખબર કાલે !..... આ જીંદગી આપણી હશે કે નહિ !?????

-      એકધાર્યું કઈ પણ જીંદગી ને મંજુર નથી હોતું ના પ્રેમ , ના સંબંધ , ના દોસ્તી , ના સફળતા !, .... બધું               જ એક  ચક્વ્યૂહ પ્રમાણે ચાલતું રહે  છે !... 














Tuesday 22 July 2014

આ જીંદગી નો દરિયો પણ એક આગવું રહસ્ય ધરાવે છે !... પણ એમાં મોજાં કયારેક જ સાથ આપતાં હોય છે



                            દરિયા નું રહસ્ય




દરિયા ના પાણી માં રમત રમવી છે !!

રાહ જોઈ ને કયારે કોઈ મોજું આવે અને પગ ની ભીંજવી નાંખે !...

મોજાં ની રાહ માં પોતાનો જ પડછાયો જોઈ લીધો 

પડછાયા જોઈ  ને કયારેક હસી લઇએ છીએ !...

પણ દરિયા ને તો એ પણ  નથી  ખબર !...

પોતાના મોજાં ના જોરે પડછાયા ને ખેચી જાય છે !..

શું રહસ્ય છે આ દરિયા ની રમત નું ??????

જો સમજાઈ ગયું હોત તો કિનારો શોધી લીધો હોત !...

દરિયા ના મોજા ને પણ મજા માણવી કોઈ ના દુઃખ ની  !

અરે , દરિયા તું શાને અભિમાન કરે છે આટલું !...

તારા દરિયા નું પાણી અમસ્તુ જ નથી બન્યું ખારું !...

તે પણ કોઈ ના આંસુ નું જ રહસ્ય છે !... 


Sunday 20 July 2014

જીંદગી નો આખો પ્રોગ્રામ અગાઉ થી જ ફિક્ષ થઇ ગયો છે આપણે તો ફક્ત આપણું બેસ્ટ પર્ફોમન્સ આપવાનું છે !.!..



જીંદગી ની મોસમ

ચાલે છે મોસમ જીંદગી  ની તો જીંદગી ના નશા માં ભીંજાઈ  જઈએ ,

જીંદગી માં  જન્જાવટ તો ચાલ્યા જ કરશે 

જીંદગી સાથે તાલ મિલાવો તો જ જાણસો ,

આ કલ્પનાઓ ની દુનિયા માં રાચવા કરતાં ,

જીંદગી ની  મોસમ ને મન ભરી ને માણી લો !.........!!!





આપણા રોજીંદા જીવન માં જોઈએ તો કોઈ પણ વ્યક્તિ ની જીંદગી કયારેય પણ નોર્મલ નથી હોતી દરેક વ્યક્તિ ના જીવન માં એવું કંઈક નું કંઈક હોય છે જે મંડરાયા કરે જીંદગી રોજ બદલાતી રહે છે થોડી થોડી જીંદગી ની પણ એક મોસમ હોય છે એ મોસમ કયારેય પણ એકસરખી નથી હોતી..


જીંદગી ને  જો આપણે એક બાજુ એ થી જોતા રહીશું તો જીંદગી માં કયારેય પણ આગળ  નહિ  વધી શકીએ 
જીંદગી ને જો એક બાજુ એથી જોતા રહીશું તો જીંદગી નો સાચો આનંદ , જીંદગી નું સાચું તત્વ અને જીવન નો મર્મ ચુકી જઈશું !... જિંદગી માં ભલે સુખ મળે કે દુખ જીંદગી ને પુરેપુરી માણી લો સુખ ની મજા તો સહુ કોઈ માણતા હોય છે ઘણા દિલ થી તેજ રીતે દુખ ની પણ મજા માણી લો !.... જીંદગી જે પણ કઈ કાર્ય કરો તે પુરા દિલ થી કરો !..... જીગર જન લગાવી ને કરો પછી કોઈ ની તાકાત નથી કે તમને આગળ વધતાં રોકી સકે !... જો કોઈ ને પ્રેમ કરો તો પુરા મન થી ,પુરા દિલ થી કરો કે  ધૂળ ની ડમરી પણ  તમારા સંબંધ ને હલાવી ના સકે !, કોઈ ને નફરત  કરો તો પણ ખરા દિલ થી કરો તે વ્યક્તિ ને  તેણે   જીવન માં બહુ મોટી ભૂલ  કરી છે તેવો  એહસાસ થાય તેવું  કંઈક કરી  બતાવો  અને જો જીંદગી માં જયારે  તમને એવું લાગે કે હવે રડ્યા સિવાય કઈ જ નહિ મળે તો  ખરા દિલ થી રડી લો એક   દિવસ રડી લેસો તો પુરા 364  દિવસ સુધરી જશે !..... રડવું એ કાઈ તમારી નબળાઈ નથી ગણા  લોકો વિચારતા હોય છે કે  જીવન માં જે વ્યક્તિ  રડે છે તે કયારેય પણ આગળ   નથી આવી સકતા પણ એક સત્ય એ પણ છે કે તમારી સાથે જે પણ   કંઈ બન્યું છે  તે દુખ ને બહાર  નીકળવા દો એક પણ કણ એવી ના છુપાવી રાખો તમારા હર્દય માં કે જેથી આવનાર  સમય માં તમારા મનમાં તેના માટે કોઈ લાગણી જન્મે !... જડમૂળ થી તેને કાઢી જ દો  જેથી તમારું ભવિષ્ય ઉજ્વળ બને !... તમે રડી રહ્યા છો તેનો મતલબ એ નથી કે તમે નબળાં છો !.. કે જીંદગી થી હારી ગયા છો !... તમે રડી રહ્યા છો તેનો મતલબ છે તમે તમારું ભવિષ્ય ઉજ્વળ બનવાની તૈયારી બતાવી રહ્યાં છો એક દિવસ ના રુદન થી જો આખી જીંદગી સુખી થઇ જવાય તો દિલ થી રડી લેવું જોઈએ જીંદગી ની આ રુદન ની મોસમ ને પણ માણી લેવી જોઈએ સુ ખબર તેના પછી !... એક સુખ નું નાનકડું બિંદુ તમારા જીવન માં બહુ મોટું સુખ લઇ ને આવે !..... 

 જીંદગી માં જે પણ કઈ કરો તે દિલ થી કરો !..... તમારો સારો દિવસ આવે તેની રાહ જોવો હંમેશા ઉતાવળ માં કરેલા કામ કયારેય પણ સફળ થતા નથી ભગવાન ને પણ થોડો સમય આપો તે બધા કરતા તમારા માટે કંઈક અલગ  વિચારતા હશે !...  ઉતાવળે કામ કરવા એ સારા માણસ ની નિશાની નથી અને !.... બધું જ મેળવી ને અભિમાની બની જવું તે સારા પુરુષાર્થ ની નિશાની નથી !.... જીવન નો સાચો આનંદ માણવાનો નો સમય જો ચુકી જઈશું તો ગણું મોડું થઇ જશે !...અને ત્યારે  આપણા પાસે પસ્તાવો કરવાં  સિવાય કઈ જ બાકી નહિ રહે !..

આપણા મૂળાક્ષરો જ લઇ એ તો ક , ખ , જ , ત ,ર વગેરે " ક " અને " ખ " જોડીએ તો બે અક્ષર સાથે થયા પણ અર્થ વગર ના તેનો કોઈ અર્થ નથી !..પરંતુ જો "ક" અને " ર " ને જોડી દઈએ તો "કર" ,  " ખ " અને  " મ "  ' " "ખમ " આ  અક્ષર છે પણ  તેનાં અર્થ એક આગવું મહત્વ ધરાવે છે " કર " આ શબ્દ જો સાથે ના હોત તો  લેખકો ની કવિતાઓ , અને  લેખો અધૂરા રહી ગયા હોત !....જીવન માં પણ આવું જ છે બે  આપણે  ગણે ઠેકાણે જોડાવાનું બાકી છે અને તે પણ એ રીતે જોડાવાનું છે કે કંઈક જીવ્યા નો અર્થ નીકળે અને આપનું જીવન મળ્યાનો અર્થ સાર્થક થાય એવી રીતે બીજા માટે અને બીજાઓ ની સાથે પ્રેમ થી જીવવું એવું તમને નથી લાગતું ????

જીંદગી એ બહુ જ સુંદર સફર છે આ સફર માં ગણ બધા લોકો મળે !,... સારા ખરાબ બધા જ બધા ની સાથે જોડાવાની એક મોસમ આવે છે આ મોસમ ને અનુરૂપ થઇ ને જીંદગી જીવીશું તો જીંદગી સાવ નાનકડી યાત્રા લાગશે !... પણ અઘરું છે તો આ બધું પોતાના જીવન માં ઉતરવું !...... 

જીંદગી માં એક વસ્તુ હંમેશા યાદ રાખજો  જે પણ કઈ નિર્ણય લો એ દિલ થી લો અને જે પણ કાર્ય કરો તેની શરૂવાત હસતાં ચેહરે કરો !... કારણ કે હાસ્ય એ સફળતાની સીડી સર કરવા માટે નો એક માર્ગ છે !.... 


જીંદગી જયારે કંઈક લેવાનું ચાલુ કરે ત્યારે આપણો શ્વાસ પણ નથી છોડતી , છતાં પણ પડી પડી ને ઉભા થવું તેનું નામ જ તો જીંદગી !....





"પરઅંશ  ની પરાકષ્ઠા  "





જીંદગી જયારે બહુ જ  હસાવે ત્યારે સમજો કે જીંદગી એ તમને ફસાવાનો પ્લાન બનાવી રાખ્યો છે 

જીંદગી   આપણ ને ગણા બધાં જખ્મો આપે છે  પણ એ જખ્મો માં થી કઈ રીતે એક જીવન જીવવું તે આપનાં હાથ માં છે..દુઃખ , તકલીફ , ચિંતા આ બધાં જીવન ના અવિભાજય અંગો છે આના વગર  જીંદગી શક્ય જ નથી ..જીંદગી માં કશું જ એકધાર્યું નથી હોતું ...એ પછી દુખ હોય કે સુખ ...સતત તેમાં પરિવર્તન આવિયા જ કરે છે !જીંદગી એતો ક્યારેય કીધું જ નથી કે તે એકસરખી રેહશે ... .સમય પ્રમાણે બધું જ બદલાતું જાય એમાં પણ આજનાં ફાસ્ટ જમાના માં તો એક વર્ષ  પેહલા જે રસ્તે થી નીકળ્યા હોઈએ એક વર્ષ પછી ત્યાં જોઈએ તો તે રસ્તો પણ પૂરે પૂરો બદલાઈ ગયો હોય છે તો આતો વાત રહી જીંદગી ની ...જીંદગી ની આગળ કોનું ચાલ્યું છે તો ચાલવાનું છે જે થવાનું છે તે થઇ ને જ રેહશે ..

જીંદગી કેવી કેવી પરીક્ષાઓ લે છે તે કહેવું અઘરું છે મનુષ્ય યોની માં રેહવા વળી દરેક વય્ક્તિ લાગણી , સંબંધ અને પ્રેમ થી એક બીજા સાથે જોડાયેલી હોય છે .પરંતુ ગણી વાર જીંદગી આપણી સાથે એક બહુ જ મોટી મજાક કરી દેતી હોય છે જે આપને જીવીએ ત્યાં સુધી ભોગવું પડે છે ....અહી આપણે એક એવી વ્યક્તિ વિષે જોઈશું કે જે નાનપણ થી જ પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેઠા છે અને જીંદગી એ તેના સાથે કેવી ક્રૂર મજાક કરી છે તે જોઇએ !.......

જોઈએ એક જીંદગી થી હારી ગયેલી અને છતાં પણ જીંદગી નો હસતા મુખે સામનો કરવા વાળી વ્યક્તિ ની વાત કે જે સાંભળી ને આપાણ ને લાગશે કે હું બહુ સુખી છુ  મારી જીંદગી માં મને ગણું બધું મળ્યું છે  !. પરંશ ...  ની દર્દ ભરેલી કહાની !................


પ્રેરણા અને રજત   કોલેજ થી જ સાથે ભણતા હતા....

પ્રેરણા દેખાવ માં ગણી શ્યામ છતાં પણ સુંદર દેખાય તેવી વ્યક્તિ હતી જયારે રજત કોલેજ નો સહુ થી સ્માર્ટ intelligent છોકરો હતો...બને એક સારા ધનાઢ્ય પરિવાર માંથી આવતાં હતાં .. બને જણા ખુબ જ પૈસાદાર પરિવાર ના હતા માટે ફક્ત ભણવા સિવાય બીજી કોઈ બાબત નું  ટેન્સન રેહતું નહિ એ લોકો ને
કોલેજ ના પેહલા દિવસ થી જ બને એકબીજા ના ગણા સારા મિત્રો બની ગયા હતાં ..

બન્ને જણા રજત ની કાર માં સાથે જ કોલેજ જતાં ......

પ્રેરણા !..... રજત હું ક્યાર ની તારી રાહ જોવું છે તું હમેશાં મોડું કરે છે..

મારે એક લેકચર મિસ થઇ જશે તો ???

રજત !... હસી ને !!! મિસ થઇ જશે લેકચર તો આપડે મુવી જોવા જતા રહીશું એમાં શું છે ?? અને તું આમ આટલું બધું ભણી ને થોડી મોટી મીનીસ્ટર બનવાની છે કયારેક તો બંક મારી દે તો ચાલે ...

પરંતુ , પ્રેરણા ને  ભણ્યા સિવાય બીજું કઈ સુજતુ જ નહિ તે હંમેશા ચોપડીઓ લઇ ને જ ફર્યા કરતી ..

બસ તેનો આજ સવ્ભાવ રજત ને વધારે ગમતો બીજી બધી છોકરીઓ ફરવા જતી એન્જોય કરતી અને પ્રેરણા લાઈબ્રેરી માં જઈ ને  બુક્સ વાંચતી તેનો વાંચવાનો ગણો જ શોખ હતો !.... આજ પ્રેરણા ને બધાં કરતાં અલગ  પાડતી હતી !...

પરંતુ રજત ને ભણવાનું અને વાંચવાનો કોઈ જ શોખ નહોતો તે તો બસ જીંદગી ને માણી લેવા માં માનતો હતો રજત ને તેવો અભિમાન હતો કે તેને જે પણ કઈ જોઈએ છે તે બધું જ તે મેળવી લે છે અને રજત સાથે થતું પણ એવું તેને જે પણ કઈ જોઈતું  બધું જ તે સહેલાઇ થી મેળવી લેતો તે પછી પરીક્ષા માં સારા ગુણ લાવવાની વાત હોય કે , સારી જોબ ની વાત હોય કે સારા જીવન સાથી ની વાત હોય!....

પ્રેરણા ને તે પ્રેમ કરવા લાગ્યો હતો !.. પરંતુ તેને ખબર નહોતી કે પ્રેરણા સુ વિચારે છે તેના વિષે .....   તેને પળવાર નો પણ વિચાર કર્યા વગર જ પોતાનો પ્રસ્તાવ પ્રેરણા સમક્ષ મૂકી દીધો !...

પ્રેરણા એ પણ કોઈ પણ પ્રકાર ની ઉપેક્ષા વગર હસતા મુખે પ્રસ્તાવ નો સ્વીકાર કર્યો !.....

બને ની જીંદગી એકદમ સીધી દિશા માં જી રહી હતી બિલકુલ તેમને વિચાર્યું હતું તેજ પ્રમાણે !....

કોલેજ ના પેહલા વર્ષ ના પ્રેમ સંબંધ ને તેઓ એ છેક છેલ્લાં વર્ષ સુધી ટકાવી રાખ્યાં એ પણ ગણ જ પ્રેમ થી નહિ તો આજનાં જમાના માં તો પ્રેમ એટલે તો કેમ કે 3 કે 4 મહિના નું એન્જોયમેન્ટ બસ પછી તું કોણ અને હું કોણ ?? !....  પણ પ્રેરણા અને રજતે ગણી જ સુંદરતા થી અને સમજણ થી પોતાના સંબંધ ને સાચવી રાખ્યો હતો ....

આજે કોલેજ નો છેલ્લો દિવસ હતો !...

રજત ....હું આજે મારા મમ્મી - પપ્પા ને લઇ ને તારા ગરે આવીશ !.. હવે તો મને સારી જોબ પણ મળી ગઈ છે તો આપણે આપણા સંબંધ ને એક પવિત્ર બંધન માં બાંધી દઈએ તો ???

પ્રેરણા !.. તો ખુશી થી જુમી ઉઠી ...

પ્રેરણા અને રજત નો પરિવાર એકબીજા ને મળ્યો અને બને પરિવાર એ પોતાના સંતાનો ની ખુશી ને માન આપી ને બને ના લગ્ન કરાવી દેવાનું નક્કી કરી દીધું !....

પ્રેરણા અને રજત ને જીંદગી શું છે તે હજી સુધી ખબર પડી જ નહોતી , કારણ કે તેમને પોતાની જીંદગી માં બધું જ ગણી આસાની થી મળી ગયું હતું !..... પ્રેમ મેળવા માટે પણ તેઓ ને કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી નહોતી પડી !.... નહિ તો સામાન્ય રીતે પ્રેમ મળવો મુશ્કેલ જ નહિ અશક્ય છે !.... જો ભગવાન ઈચ્છે તો જ આ સુખ આપણ ને પ્રાપ્ત થાય !..

પ્રેરણા અને રજત ને તો એમ જ હતું કે જીંદગી માં જે વિચારીએ તે બધું જ મળી જ જાય કારણ કે એ લોકો ને અત્યાર સુધી બધું જ મળ્યું હતું અને ભવિષ્ય માં પણ મળશે !...

વડીલો ના આશીર્વાદ થી બને ના લગ્ન નક્કી થઇ ગયા !.... સાત ફેરા ફર્યા , આંખો થી આંખો મળી , મન ના બધા જ ઉમળકા પુરા થયા આજે બને જાના ગણા જ ખુશ હતા જીંદગી માં જે પણ કઈ મેળવાની ઈચ્છા હતી તે બધું જ સહેલાઇ થી મળી ગયું હતું તેમને !......

માણસ ને એક સારી જીંદગી જીવવા માટે સારી જોબ , સારું ફેમીલી , મનગમતો જીવનસાથી , બંગલો - ગાડી , થોડા ગણા પૈસા , બસ બીજું શું જોઈએ ?? પ્રેરણા અને રજત ને આ બધું જ મળ્યું હતું કોઈ વાત ની કમી નહોતી તેમની જિંદગી માં ....બને જણા ગણા જ ખુશ હતા !......

આજે તેમના લગ્નજીવન ને એક વર્ષ પૂરું થયું હતું !.... અને આ સાથે એક ગૂડ ન્યુજ પણ આવવા ના હતાં !.... પ્રેરણા ને છેલ્લાં કેટલાક દિવસ થી ચક્કર આવતાં હતા પણ doctor પાસે ચેકઅપ કરાવિયો  ત્યારે ખબર પડી તેમના સુખી સંસાર ને સ્વર્ગ જેવું બનાવા માટે એક નાનકડુ  મહેમાન આવી રહ્યું છે  !.... કેટલું સારું કેહવાય જયારે જીંદગી તેની જ રીતે આપણ ને ખુશીઓ આપવાનું ચાલુ કરે છે ત્યારે એ કોઈ પણ પ્રકાર ની કચાશ રાખતી જ નથી તેમાં તે બસ આપણ ને ખુશી ના દરિયા માં ડુબાડી જ દે છે આપણે પણ તેમાં થી બહાર આવવા નથી માંગતા !.... આ સમાચાર સાંભળી ને ઘર માં ખુશી નું વાતાવરણ છવાઇ ગયું હતું બધા બહુ જ ખુશ હતાં !.... રજત ના મમ્મી હવે પ્રેરણા ને ઘર નું કોઈ પણ કામ કરવા નહોતા દેતા ! ..અને તેના સવારે ઉઠવા થી લઇ ને સાંજે સુવા સુધી ની બધી જ કાળજી ઘર ની દરેક વ્યક્તિ રાખતી હતી !.....

સમય વહેતો જતો ગયો હવાના ના વેગ ની સાથે અને 9 મહિના પણ વીતી ગયા !... અને તે શુભ ઘડી આવી ચડી !...

એક દિવસ રાત્રે અચાનક પ્રેરણા ને દુખાવો ઉપડ્યો !...

પ્રેરણા ના મમ્મી - પપ્પા અને બન્ને પરિવાર ભેગા  થઇ  ગયા  !... રજત ગણો જ ચિતાં માં હતો !...
રજત ના મમ્મી !.. અને આખો પરિવાર doctor  ના બહાર આવવાની રાહ જોઈ રહયા હતા !!!! ...અચાનક ઓપરેશન થીયેટર માં બાળક ના રડવાનો અવાજ આવીયો !.. સીસ્ટર બહાર આવિયા અને કહ્યું !....
પેંડા ખવડાવો બાબો આવીયો છે !.....
રજત પ્રેરણા પાસે ગયો !.... તું ઠીક તો છે ને ????   થેન્કયુ સો મચ તે આજે મારી જીંદગી ને ખુશી ઓ થી ભરી દીધી છે !...હવે આપની જીંદગી માં કઈ જ કમી નથી રહી !...વગર માંગ્યે બધું જ મળી ગયું છે આપણ ને હવે બસ આ નાનાં ફૂલ ને એક બહુ જ સારી જીંદગી આપવી છે બધાં જ સપનાંઓ પુરા કરવા છે ..આપણા પ્રેમ ના અંશ માટે !......

doctor એ પ્રેરણા ને રાજા આપી અને બને પોતાના પરિવાર સાથે ઘરે ગયાં !.... બાળક ના નામકરણ ની વિધિ થઇ રાશી પ્રમાણે કન્યા રાશી આવી !...

નામ તો એ લોકો એ પેહલાં થી જ વિચારી રાખ્યું હતું। ....

પ્રેરણા એ કહ્યું !.... જો છોકરો આવશે તો તેનું નામ પરઅંશ રાખીશું !.....
રજત અરે પણ પરઅંશ શા માટે ??????????? બીજું કોઈ નામ વિચાર
પ્રેરણા એ કહ્યું તને ખબર છે પરઅંશ આ નામ નો અર્થ સુ થાય છે ?????

ના કેમ શું અર્થ થાય છે ?????

"પરઅંશ " આ નામ નો અર્થ થાય છે પ્રેરણા એટલે " પ " અને રજત એટલે  " ર " પ્રેરણા અને રજત નો અંશ એટલે "પરઅંશ " !..........સમજ્યો કે નહિ રજત ના માથા  પર ટપલી મરતા પ્રેરણા એ કહ્યું !...........

પરઅંશ , નો ઉછેર ગણ જ પ્રેમ થી અને ભવિષ્ય માં ગણું બધું મેળવાની આશાઓ સાથે થતો હતો !,... પ્રેરણા અને રજત એ ક્યારેય પણ કોઈ પણ ઉણપ નહોતી રાખી તેના ઉછેર ....  માં ..

પરઅંશ ને બધું જ શીખવાડવા માં આવતું હતું !.. સ્કેટિંગ , ડાન્સિંગ , સિંગિંગ , વોલીબોલ , ક્રિકેટ , બધાં માં તે ફસ્ટ આવતો ભણવા માં પણ ગણો જ હોશિયાર અને મમ્મી -પપ્પા નો લાડકો !....પ્રેરણા અને રજત તેને હાયર સ્ટડી માટે વિદેશ મોકલવા માંગતા હતા !... MBA  કરવા માટે અને પછી તેને ગમે એ છોકરી સાથે લગ્ન કરવી દેવા સુધી નુ વિચારી રાખ્યું હતું તેમણે હજી તો પરઅંશ માત્ર 10 વર્ષ નો જ હતો ત્યારે જ તેના મમ્મી - પપ્પા એ તેના માટે બધું પ્લાનિંગ એડવાન્સ માં જ કરી લીધું હતું !....

પરંતુ , કેહવાય છે ને કે ધંધા માટે કરેલા પ્લાનિંગ કયારેક સફળ થાય અન જીંદગી માટે એડવાન્સ માં કરેલાં પ્લાનિંગ કયારેય પણ સફળ થતાં નથી !.... અહી પણ આવું જ બન્યું

નવેમ્બર મહિનો ચાલતો હતો થોડી ઠંડી જેવો વાતાવરણ રેહતું હતું !.... આજે 2 , નવેંબર પરઅંશ નો 10 મો જન્મદિવસ હતો !.... અને આ સાથે પ્રેરણા અને રજત ના લગ્ન જીવન ને પણ 11 વર્ષ પુરા થઇ ગયા હતા તેમની અત્યાર સુધી ની જીંદગી ગણી જ સુખી , આનંદમય અને માનવા લાયક રહી હતી !...  પરઅંશ  નો જન્મ પણ તેમની લગ્ન તારીખ ના દિવસે જ થયો હતો !...દુખ શું છે ??? તે આ પરિવાર માં હજુ સુધી કોઈ ને ખબર નહોતી .... પુરા 11 વર્ષ બધું જ મળી ગયા આશા રાખી હતી તેના કરતાં પણ કંઈક વધારે મળ્યું હતું તે લોકો ને પરંતુ જીંદગી કયારેય એકસરખી રેહતી જ નથી.... તે આપણે હંમેશા ભૂલી જતા હોઈએ છીએ !..

2 , નવેમ્બર !... ઘર માં સત્યનારાયણ ની પૂજા રાખી હતી બધાં જ કુટુંબ ના લોકો ને આમંત્રણ આપ્યું હતું અને એક મોટું ફંકશન પણ હતું પરઅંશ ના જન્મદિવસ ની ખુશી માં !...પૂજા પત્યા પછી બધા એ સાથે મળી ને કેક કાપી !..પરઅંશ  એ તેનાં બધાં જ ફ્રેન્ડસ ને બોલાવીયા હતા... બધાં જ નાના બાળકો ડાન્સ કરતા હતા આખા ઘર માં ખુશી એ માજા મૂકી હતી પરઅંશ ગણો જ ખુશ હતો તેને તેનાં મમ્મી - પપ્પા સાથે ડાન્સ કરવાની બહુ ઈચ્છા હતી !...

અરે પરઅંશ શું કરે છે તું ??? પરઅંશ  એ મમ્મી ને ડાનસ કરવા માટે બોલવી મમ્મી - આવિયા એટલે સાથે પપ્પા પણ આવિયા અને 3 જણા  જુના એક ગીત પર ડાન્સ કરવા લાગ્યા !..

હસ્તે હસ્તે કટ જાયે રસ્તે !.............
જીંદગી યુહી ચાલતી રહે !..........
ખુશી મિલે ય ગમ !............
બદલેંગે ના હમ દુનિયા ચાહે બદલતી રહે !.........


પરિવાર ની દરેક વ્યક્તિ બહુ જ ખુશ હતી પરઅંશ પણ ગણો જ ખુશ હતો  .....

પરઅંશ , મમ્મી હું બહાર રમવા જાઉં છુ। ...

હા બેટા , જ પણ ધ્યાન રાખજે પાળી ઉપર લટકતો નહિ  !....

હા મમ્મી ,........ એમ કહીને પરઅંશ ધાબા ઉપર રમવા ચાલ્યો ગયો !....

અહી ગરમા બધા મહેમાનો ની ચેલ પહેલ ચાલુ જ હતી , સત્યનારાયણ ની પૂજા પૂરી થઇ ગઈ હતી અને મહેમાનો જમતા હતાં ...કે અચાનક એક અવાજ આવીયો મોટી ચીસ સંભળાઈ કોઈ બાળક ના પડવાની !... પ્રેરણા અને રજતે તો વિચાર્યું જ નાતુ કે તે પરઅંશ હશે !.... અચાનક બધા દોડતા નીચે ઉતર્યા ત્યારે જાણવા મળ્યું કે પરઅંશ રમતા રમતા ધાબા ઉપર થી નીચે પડી ગયો છે !...

પ્રેરણા તો આ સાંભળી ને ત્યાં જ ભેભાન બની ગઈ !..... અને રજત ફટાફટ દોડતો નીચે ગયો અને જઈ ને જોયું તો પરઅંશ ત્રીજા માળે થી નીચે પડ્યો હતો આજુ બાજુ માં લોહી નું ખાબોચિયું ભરાઈ ગયું હતું છતા પણ હજી તેનો શ્વાસ ચાલુ હતો !.....

બધા સગાં - સંબંધિઓ દોડી આવિયા અને કોઈ કે 108 ને ફોન કર્યો અને ગણતરી ની સેકન્ડ મજ 108 આવી પહોંચી અને પરઅંશ ને શહેર ની જાણીતી એપોલો હોસ્પિટલ માં એડમીટ કર્યો .

પ્રેરણા ....... હાંફળી -ફાફળી બની ગઈ હતી જયારે તેનો હોશ આવીયો ત્યારે તેને પરિસ્થિતિ ની ગંભીરતા નો ખ્યાલ આવીયો તે  અકારન્દ રુદન કરવા લાગી  મારા પરઅંશ ને કોઈ લઇ આવો આજે તો તેનો જન્મદિવસ છે.......તેના માટે મેં ચોકલેટ કેક બનાવી છે.

ગણ બધાં લોકો ના પકડવા છતાં પણ પ્રેરણા રસ્તા પર દોડવા લાગી પરઅંશ  એમ કહી ને થોડાક જ સમય માં ઘર ના બધાં જ લોકો હોસ્પિટલ દોડી આવિયા .. રજત અને બીજા સંબંધી ઓ ઓપરેશન થીયેટર ની બહાર ડોક્ટર ના બહાર આવાની રાહ જોઈએ ને બેઠા હતા. બધા લોકો રજત ને સાન્તવના ના આપતા હતા , બધું જ સારું થઇ જશે ભગવાન પર ભરોસો રાખો , ભગવાન સહુ સારા વાના કરી દેશે !... આ સિવાય એક વડીલે રજત પાસે આવી ને કહ્યું તારા કુળદેવી ને બાધા રાખી લે માતાજી સહુ સારા વાના કરી દેશે !... રજત બધાં ની વાત સાંભળતો હતો !અને હકાર માં માથું ધુણાવતો હતો !...કારણ કે અત્યારે રજત અને પ્રેરણા ના માથા પર આભ તૂટી પડ્યું હતું જીંદગી માં ના વિચારેલું થઇ ગયું હતું અને આમાં થી બહાર નીકળવા માટે નો રસ્તો ભગવાન સિવાય કોઈ ની પાસે નહોતો !...

એટલા પ્રેરણા આવી પહોંચી !...

કયા છે મારો પરઅંશ??????

શું થઇ ગયું એને ??????

વગેરે સવાલો પૂછવા લાગી થોડી જ વાર માં ડોક્ટર બહાર આવિયા !....

ત્રીજા માળ પરથી કોઈ વ્યક્તિ પડે તો બચી જાય ખરી ?????  આ સવાલ જ આપણ ને વિચારતા કરી મુકે છે અને છતાં પણ પરઅંશ બચી ગયો એ જ ભગવાન નો અભાર પણ બચી ગયા પછી પણ તેને હજી આખી જીંદગી કાઢવાની હતી !........ શું પરઅંશ ખુશી થી જીંદગી જીવી શકશે ??????  

..... ડોક્ટર પરઅંશ ઠીક તો થઇ જશે ને ??????? ખુબ જ રડમસ છતાં પણ હિંમત કરી ને રજતે પૂછ્યું ??

ડોક્ટર કઈ બોલ્યા વગર જ જતા રહ્યા અને સિસ્ટર ને કીધું કે પરઅંશ મમ્મી - પપ્પા ને અંદર મોકલો

ડોક્ટર એ બન્ને ને બેસાડ્યા અને માંડી ને વાત શરુ કરી !.......

રજત ભાઈ , પરઅંશ નો કેસ બહુ જ Complicated છે !... તમારે હિંમત રાખવાની જરૂર છે અત્યારે આપણે તેને હુંફ અને પ્રેમ આપવાની જરૂર છે જો તમે લોકો જ આમ ભાંગી પડશો તો કેમ ચાલશે !...એક માણસ તરીકે ડોકટરે આટલી સાંત્વના ના બે બોલ તેમને કહ્યા તે પછી તેમને પરઅંશ ના વિષે વાત ચાલુ કરી

પરઅંશ !... ત્રીજા માળ પરથી પડી ગયો છે તેથી તેનો ડાબો પગ વચ્ચે થી ક્રેક થઇ ગયો છે !....... અને આ સિવાય !... તેના બેક સાઇડ પર નો ડાબી બાજુ નો બોલ ક્રેક થઇ ગયો છે તે નવો નાખવો પડશે !... અને પગ માં બને પગ માં પણ સળિયા નાખવા પડશે !..........આ સાંભળી ને જ રજત   અને પ્રેરણા ના પગ નીચે થી જમીન સરકી ગઈ !.... ડોક્ટર  કહે તે પેહલા જ પ્રેરણા ચોધાર આંસુ એ આકારંદ રુદન  કે એક ના એક  ગણા બધા સપનાઓ  ભવિષ્ય  આજે  વિકટ પરિસ્થિતિ આવી ને  રહેશે તે વિચાર્યું નહોતું કયારેય !..........


એક હસતો રમતો પરિવાર કાળ ના સકન્જા માં એવો તે ફસાયો કે જેમાંથી તેમને બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નહોતો દેખાતો એક સમય હતો ત્યારે વિચાર્યું હતું કે જીંદગી બહુ સુંદર છે રજત જ કેહતો હતો કે મારી જીંદગી માં દુખ આવે જ નહિ પણ એક આજે સમય હતો કે દુખ શું છે તે તેને ગણી જ સારો રીતે સમજી ગયું હતું !..... આજે ખબર ઓઅડી હતો તેમને કે જીંદગી જયારે બહુ જ હસાવે ત્યારે સમજવું કે તેણે આપણ ને ફસાવાનો પ્લાન બનાવી રાખ્યો છે !.... હસતા ખેલતા પરિવાર ઉપર અચાનક આભ તૂટી પડ્યું હતું .. થોડીવાર પેહલા જયા ખુશી ના ગીતો  અચાનક માતમ અને આક્રંદ  સંભળાવા લાગ્યું હતું આ દર્શય એટલું બધું કરુણ હતું કે પોચા હર્દય ની કોઈ જ વ્યક્તિ આ દર્શય નિહાળી જ ના સકે !....



રજત અને પ્રેરણા ના મળતાવડા સવ્ભાવ ના કારણે હોસ્પિટલ માં સંબંધિઓ અને પડોશીઓ ના કાફલા એ  મિટિંગ જમાવી દીધી દરેક  વ્યક્તિ બને જણા ને સાન્તવના અને  આશ્વાસન આપતા હતા !............

આજે પૂરું એક અઠવાડિયું થઇ ગયું હતું પરઅંશ  કોમા  ડોક્ટર્સ તેના હોશમાં આવવાની રાહ જોતા હતા!... ડો
પરઅંશ હોશ માં આવે તે પછી ઓપરશન કરવા ની તૈયારી બતાવી હતી ડોક્ટર્સ એ !.... આજે તો પ્રેરણા એ ડોક્ટર ને પૂછી જ લીધે આજે એક અઠવાડિયું થઇ ગયું છે મારો પરઅંશ કયારે હોશ માં આવશે ????ડોકટરે કહ્યું !.... કોઈ પણ પેશન્ટ  જયારે કોમા માં જાય છે ત્યારે તેને કોમા માંથી ભાર આવતા એક દિવસ પણ થાય , એક મહિનો પણ થાય , એક વર્ષ પણ થાય ગણી વાર તો વર્ષો ના વર્ષો વીતી જતા હોય છે !.... અમે કઈ ના ખી શકીએ અત્યારે બસ ઉપર વાળા પર ભરોસો રાખો તે બધું ઠીક કરી દેશે !... 



રજત અને પ્રેરણા એ પરઅંશ માટે પથ્થર જેટલા દેવ પૂજ્યા દરેક જગ્યા એ ખુલા પગે અને દંડવત કરી ને જવાની માનતા માની અને તે પણ પેહલા પૂરી કરી જો કો !......... આખરે પુરા 2 અઠવાડિયા પછી પરઅંશ ને હોશ આવીયો આ બધી જ વાત થી તે સાવ અજાણ હતો તેને તો એમ જ હતું કે તે ઊંઘ માંથી ઉઠ્યો છે અને હમણા રમવા જતો રેહશે !...

તેને પ્રેરણા ને પૂછ્યું !... અરે મમ્મા આપણે અહી હોસ્પિટલ માં કેમ આવિયા છીએ ??? અને મને આહી સુવાડીયો કેમ છે ???? અને મારે રમવા જવું છે। .....ડોક્ટર , નર્સ આ બધું શું છે મમ્મા !?????



એટલા માં ડોક્ટર આવિયા અને તેને સમ્જાવિયો જો બેટા તારા પગ માં એક નાનકડી સર્જરી કરવાની છે !.... પરઅંશ ડરી ગયો એક નાનકડા ફૂલ ને શું ખબર પડે સર્જરી શું છે તે ??? છતાં પણ ડોક્ટર એ તેમની રીતે પરઅંશ ને બધું જ સમ્જવિયું સમજી પણ ગયો !.... 

ઓપરશન શરુ થઇ ગયું ! ...પગ માં સળિયા આવી ગયા ! આજે પુરા 2 મહિના પછી પરઅંશ ને હોસ્પિટલ માં થી ડીસ્ચાર્જ મળી હતી !.... પ્રેરણા અને રજત પરઅંશ ને લઇ ને ગરે આવિયા હતા !... પરઅંશ ને બેસવા માં ગણી  હતી તે સતત 2 કલાક થી  નહોતો સકતો !... તેનું ભણવાનું હજી ચાલુ હતું પણ શારીરિક રીતે પરઅંશ સાવ ભંગી પડ્યો હતો પરંતુ રજત અને પ્રેરણા તેને  હંમેશા હિંમત અપાતા !રેહતા પરઅંશ  સ્કુલે જાય ત્યારે બધા જ  વિદ્યાર્થી ઓ તેને ચીડવતા , સોસાયટી માં પણ તેના સાથે કોઈ બાળક રમવા આવતું નહિ  પગ માં સળીયો છે અને લંગડો કહી ને બધા તેને બધું જ ખીજવતા રેહતા હતા પરઅંશ  આ બધા થી મેન્ટલી સાવ ભાંગી પડ્યો હતો  તે જીવતો હતો તો ફક્ત તેના માં - બાપ ની હિંમત ના કારણે બાકીછતાં પણ  ... ધીરે ધીરે  જીંદગી આગળ વધી રહી હતી @....................


12 વર્ષ પછી 

 આજે , પરઅંશ નો 22 મો જન્મદિવસ હતો આજે પણ આજે પણ ઘર માં બધા જ ખુશ હતા ફર્ક ફક્ત એટલો જ હતો કે 10 વર્ષ પેહલા જે પરઅંશ મમ્મી - પપ્પા નો હાથ પકડી ને ગીત ગાતો હતો તે હવે એ રીતે જોવા નહોતો મળતો !... સમય ગણો જ બદલાઈ ગયો હતો જે સગા સંબંધિઓ 10 વર્ષ પેહલા સાથે હતા તે બધા જ હવે પીઠ પાછળ પરઅંશ લંગડો કહી ને વાતો કરતા હતા !...

સુખ માં તો બધાં જ સાથ આપે પણ દુખ માં જે વ્યક્તિ સાથ દે તેજ વ્યક્તિ સાચો સગો કેહવાય !.... આજે પરઅંશ ગ્રેજ્યુએટ થઇ ગયો હતો રજત અને પ્રેરણા ગણ જ ખુશ હતા કે પરઅંશ ગ્રેજ્યુએટ થઇ ગયો હતો તે માટે !... પરંતુ , પરઅંશ  ને કોઈ પણ જાત ની ખુશી નહોતી કારણ કે નાનપણ થી જ તેને એન્જીનીયર બનવાનું  સપનું જોયું હતું !... પરઅંશ મેન્ટલી બહુ જ અપસેટ રેહતો હતો અને તેનામા સેલ્ફ કોન્ફિડેન્સ પણ નહોતો રહ્યો !... જે વ્યક્તિ નું સર્વસ્વ લુટાઈ ગયું હોય અને બધાં જ સપનાઓ ચકનાચૂર થઇ ગયા હોય તે વ્યક્તિ કેમ કરી ને ખુશ રહી શકે પોતાની જીંદગી માં !... પરઅંશ હવે પોતાના પિતા સાથે તેમનાં બિજનેસ માં જોડાયો હતો રજત એ તેને બિજનેસ વિષે બધું જ નોલેજ આપી દીધું હતું પરઅંશ બધું જ બખૂબી કરી રહ્યો હતો !...પણ જીંદગી પાસે થી તેને ભવિષ્ય માં કઈ પણ મેળવાની ઈચ્છા નહોતી !.. 

હવે નો સમય જે હતો તે હતો પરઅંશ ના લગ્ન નો સમય નો !..... રજત અને પ્રેરણા તેના માટે છોકરીઓ જોતા હતા ! ગણી બધી છોકરીઓ જોઈ પણ પ્રેરણા ને કોઈ પસંદ આવતી નહોતી !.... 

આજે , પરઅંશ બીજી એક છોકરી જોવા જવાનો હતો !.... તે છોકરી એકદમ નોર્મલ હતી તેના માં કોઈ જ ખામી નહોતી !.... છોકરી સાથે વાત કરવા પરઅંશ ગયો ત્યારે જ પરઅંશ એ તેના વિષે બધું જ કહી ઇધુ છોકરી ને .....

મને ફીઝીકલ બધાં પ્રોબ્લેમ્સ છે। ...મારા ડાબા પગ માં સળીયો નાખ્યો છે અને હું ચલુ ચુ ત્યારે પણ થોડો લાન્ગડતો હોય તેવું લાગે છે !..

જો તમને હું પસંદ હોવ તો જ હા પાડો !... મને મારી જીંદગી પાસે થી કોઈ પણ પાર્કર ની અપેક્ષા નથી !... હું જે ચુ તે આજ છુ !...

હા , મને ખાવા - પીવા નો અને ફરવા નો ગણો શોખ છે આ  શોખ હું પુરા કરું છુ આ સિવાય મને ગરબા નો પણ શોખ છે પણ અફોસસ કે હું ગાઈ નથી સકતો જીંદગી માં શોખ તો ગણા બધાં છે પણ જરૂરી નથી કે જીંદગી આપણા પ્રમાણે જ ચાલે !.... 

 આવી સમજદારી પૂર્વક ની વાતો અને તેમાં પણ તેની ઓનેસ્ટી તે જ તેને એક સાચા વ્યક્તિ તરીકે ની સાબિતી આપે છે !.. બાકી આ ધોમધખતા કળયુગ માં કોણ કોને સાચી હકીકત થી વાકેફ કરે છે !,,,.... આહી તો ગણ બધા લોકો સોશિયલ સાઈટ પર સંબંધો બનાવી નો તોડી દેતા હોય છે !... પરઅંશ એ જે રીતે પોતાની  હકીકત અને નબળાઈ વિના સંકોચે કોઈ ની સામે કહી તે જ વસ્તુ પુરવાર કરે છે કે તેના માં સેલ્ફ કોન્ફિડેન્સ કેટલો છે !... પરઅંશ ને મળેલાં દુખ ને તે હસતા મોઢે સહી લેતો કયારેય પણ કોઈ ને તેનો અભાસ થવા નહોતો દેતો કે તે પોતે કોઈ દુખ માં છે !...

રજત અને પ્રેરણા ને હવે જીંદગી નો સાચો મર્મ સમજી ગયો હતો કે જીંદગી માં કયારેય પણ કોઈ પણ જાત નું અભિમાન કરવું નહિ , જેટલું મળ્યું છે તેટલાં માં જ સંતોષ માનવો , પણ હા જીંદગી આગળ વધવા માટે ના પ્રયત્નો જરૂર કરવા પરતું કઈ મેળવાની લાલચ માં એ ના ભૂલી જવું જોઈએ કે જીંદગી ની ડોર એ ઉપર વાળા  ના હાથ માં છે તે ઈચ્છે ત્યારે આપણ ને આકાશ માં ઉડાવી સકે છે અને ઈચ્છે ત્યારે નીચે જમીન પર પાડી સકે છે !... અને જમીન પર પડ્યા પછી શૂન્ય માંથી સર્જન કઈ રીતે કરવું તે પણ ઈશ્વર જ શીખવે છે આપણ ને !... પડી ને ઉભા થવું અને ઉભા થઇ ને પડવું એના કરતા જીંદગી ની ડોર ને એ રીતે સંભાળવી કે ઈશ્વર ને નીચે પાડવાનો વાર જ ના આવે !.....  

પરઅંશ !... પોતાની જીંદગી આજે શાંતિ થી અને ખુશી થી જીવી રહ્યો છે પણ એક દર હજી પણ એના મનમાં છે કે તે નોર્મલ લોકો જેવો નથી !,,.... બધા જ લોકો તેને પ્રશાન્ર્થ ભરી નજરે જોવે છે !... પણ કેહવાય છે ને જીવન માં હજારો મોકા રડવાના મળે પરંતુ  ત્યારે જે વ્યક્તિ ખુશી થી સામનો કરે તેજ વ્યક્તિ ને લાખો કારણો મળે છે હસવાના !.. પરઅંશ સાથે પણ કંઈક આવું જ બન્યું તે છોકરી પરઅંશ ની ઓનેસ્ટી જોઈ ને ઈમ્પ્રેસ થી ગઈ અને બધું જ જાણતી હોવા છતાં પણ તેના સાથે જ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી !...

આજે પરઅંશ , ના લગ્ન તે છોકરી સાથે જ થઇ ગયા છે બંને એકબીજા સાથે ગણા જ ખુશ છે હવે પરઅંશ નો સેલ્ફ કોન્ફિડેન્સ ગણો જ વધી ગયો છે અને તે બિજનેસ પણ કરે છે અને સાથે સાથે પોતાનો સંગીત નો જે શોખ હતો તે પણ પૂરો કરે છે !.... સંગીત ના કલાસ પણ ચલાવે છે આજે પરઅંશ ના કલાસીસ માં પુરા 50 વિદ્યાર્થી ઓ સંગીત સીખવા માટે આવે છે !... 

કોણ કહે છે કે જીંદગી માં એક વાર નિષ્ફળ થયા પછી સફળતા નથી મળતી !... જરા  પરઅંશ ની વેદના ને તેના દુખ ને અનુભવી તો જુવો કેટલું અઘરું હોય છે આ દુનિયા માં એક જીવવું છતાં પણ સારા માણસો પોતાનો રસ્તો  બનાવી જ લેતા હોય છે  સલામ આપો તેની હિંમત ને કે તેને તે છોકરી ને બધી જ હકીકત જ પરિણામ છે આજે તે પોતાની જીંદગી માં આટલો બધો સફળ  થયો છે !....... 



લાંબી આ  સફર ની જીંદગી માં ગણા રૂપ જોયા છે !..... 
જીંદગી બદલાતી રેહશે રૂપ બદલવા તે તેની ફિતરત છે ,.....
પણ હસી ને સામનો કરવો તે આપણા હાથ ની વાત છે !...





(એક સત્ય ઘટના પર આધારિત )
Contact : panchalbhoomika1@gmail.com















































Wednesday 25 June 2014

"આજના જમાના નો પતિ એ પત્ની માટે માત્ર એક ડ્રાઇવર અને ક્રેડીટ કાર્ડ જ છે જયારે જરૂર પડે ત્યારે બહાર જવાનો ઓડર કરવાનો અને જયારે જરૂર પડે ત્યારે પૈસા ની માંગણી કરવી " આવા સંજોગો માં પતિ ને બિચારા થવા સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી રેહતો !.....




પતિ બિચારો!.... 

પતિ અને પત્ની એટલે લગ્ન. પતિ અને પત્ની એટલે સંસાર. પતિ અને પત્ની એટલે એક ઘર, પતિ અને પત્ની એટલે બે જિંદગી એક મુકામ. પતિ અને પત્ની એટલે બે પરિવાર ને જોડતી કડી !.. પતિ પત્ની એટલે આ દુનિયા નો પવિત્ર સંબંધ કે જેને ગમે તેવા તોફાનો આવે તો પણ અડગ જ રહે પણ જો તેમાં સમજણ નામ નું બીજ હોય તો !.... જો પતિ પત્ની ના સંબંધ માં સમજણ જ ના હોય તો નાની અમથી ધૂળ ની ડમરી પણ તેમના જીવન ને હલાવી જાય છે !...પણ જો સમજણ સારી હોય તો લાખ તોફાનો કેમ ના આવે એકબીજા નો સાથ નહિ છોડવાનું વચન ગણ પતિ પત્ની એકબીજા ને આપતા જ હોઈ છે !...

લગ્ન-પતિ-પત્ની જિંદગીની સૌથી મોટી ઘટના અને સૌથી મોટો સંબંધ અને સહુ થી પવિત્ર માં પવિત્ર સંબંધ હોય તો તે છે લગ્ન સંબંધ જેના ધ્વારા બે લોકો એકબીજા ના થઇ જાય છે – એક સ્વીકારાયેલો સંબંધ. બધાની અપેક્ષા જેને વળગેલી છે તેવો સંબંધ. લગ્ન અને લગ્નજીવન એક ઘર માટે સમાજ માટે બનતી ઘટના છે. ઘણા બધા લોકો આ સાથે સંકળાયેલા હોય છે. ઘણા બધા લોકોને સાંકળતી એક સામાજિક ઘટના છે લગ્ન.

પણ આ બધાં માં લગ્ન પછી પતિ પત્ની વચ્ચે ના સંબંધો કેવા છે ?? અથવા કેવાં રેહશે ??? તે કેહવું અઘરું છે!.. ઘરમાં જો કોઈ કારણસર જગડો થયો હોય તો તો પત્ની ગમે તેની સામે રડી ને પોતાનું દુઃખ વય્ક્ત કરી દેતી હોય છે પણ એક પુરુષ ,એક પતિ , એક વેલ્સેટેડ દીકરો , એક બાપ ,એક ભાઈ કયારેય પણ કોઈ ની સામે રડી ને પોતાનું દુઃખ વય્ક્ત નથી કરી સકતો !. કેહવા માટે તો ગણા બધા સંબંધો જોડાયેલાં હોય છે એક વ્યક્તિ સાથે જ પણ એક પુરુષ અને તેમાં પણ પતિ કયારેય પણ પોતાનું દુખ ,પોતાની વેદના કોઈ ની સામે બતાવી નથી સકતો !..... જયારે કોઈ બે લોકો એકબીજા ના પતિ -પત્ની બને છે ત્યારે એ લોકો ફક્ત એકબીજા સાથે જ નથી જોડતા તે બને વ્યક્તિ પુરા પરિવાર સાથે જોડાય છે બે પરિવાર ને એક તાંતણે બાંધે છે !...પત્ની ફક્ત પત્ની નથી રેહતી તે વહુ , ભાભી , દેરાણી અને પુત્રવધુ બની જાય છે! જયારે દીકરા ના લગ્ન થાય છે ત્યારે વહુ ઘરમાં આવે છે ત્યારે માં ગણી ખુશ હોય છે એક દીકરા તરીકે કોઈ પણ પ્રકાર ની કમી નથી રાખતો દીકરો પોતાની માં ને ખુશ રાખવા માં પણ કયાંક ને ક્યાંક સમય જતા એક એવી લાગણી થવા લાગે છે કે જે દીકરા ને નાનપણ થી મોટો કર્યો તેજ દીકરો હવે વહુ નો થઇ ગયો!! તો આ બાજુ દીકરા ને માંનો પ્રેમ વધારે મળવા થી પત્ની ને પણ મનમાં એવી લાગણી થવા લાગે છે કે તેના પ્રેમ માં કોઈ ભાગ પડાવે છે આમ જો સમજવા જઈ એ તો બને વસ્તુ સાવ અલગ જ છે જે દીકરા ને જન્મ આપીયો હોય ભણાવી ગણાવી ને મોટો કર્યો હોય તેજ દીકરા ઉપર લાગણી તો થવાની જ !...

ગણી બધી પત્નીઓ આવા સંજોગો માં પોતાના પતિ ને કેહતી હોય છે !.....

"તમે તો સાવ માવડિયા જ છો "

"હું આખો દિવસ કામ કરું તે દેખાતું જ નથી "

તો બીજી તરફ માં પણ ગણી વાર દીકરા ને કેહતા હોય છે !.........

"ભણાવી ગણાવી ને મોટા કર્યા અને તમે વહુ ના થઇ ગયા "

"વહુ ગેલો થઇ ગયો છે "

આવાં સંજોગો માં પતિ બિચારો કરી કરી ને શું કરે ?? પતિ જયારે ઓફીસ થી આવે છે ત્યારે કેટલી પત્નીઓ તેમની પ્રેમ થી પાણી નો ગ્લાસ આપે છે ??? તેનો સર્વે કરવા જઈએ તો કદાચ 25 % પત્ની ઓ જ પોતાના પતિ સાથે આ રીતે વર્તતી હશે !.. પતિ સવારે ઓફીસ જવા નીકળે ત્યારે થી લઇ ને પતિ જયારે સાંજે ઘરે આવે ત્યાં સુધી નું આયોજન પત્ની પેહલા થી જ ઘડી નાખે છે સવારે જ પતિ ને ઓડેર આપતી હોય તેમ કહે છે "સાંજે વેહલા આવજો આપણે જવાનું છે જમવા માટે બહાર " કોઈ અગમ્ય કારણ સર ઓફીસ માં અચાનક કામ વધારે આવી પડ્યું અને પતિ ને આવવા માં મોડું થઇ ગયું ત્યારે જેવો પતિ ગરમા એન્ટર થયો કે " મહાભારત ચાલુ !...

આજનાં સંજોગો પ્રમાણે જોઈએ તો દરેક પત્ની ની ઈચ્છા હોય છે કે તેમનો પતિ તેમના સાથે બેસી ને પ્રેમ થી વાતો કરે પણ અત્યાર ની પરીસ્થિત મુજબ પતિ જયારે ઓફીસ થી આવે છે ત્યારે તે આખાં દિવસ ના કંટાળેલા હોય છે બહાર જી જ સંજોગો નથી હોતા પતિ ગરમા આવી ને છાપું વાંચવા કે ટીવી જોવા બેસી જાય છે આ સ્થિત માં પત્ની તરફ થી અનેક પ્રકાર ના પ્રત્યાઘાત આવાના ચાલુ થઇ જાય છે તે સવ્ભાવિક છે !.. ગણી પત્નીઓ પોતાના પતિ સાથે આ રીત નું વર્તન કરતી જ હશે ગુસ્સો કરવો , ઉપેક્ષા કરવી , ખોટો બબડાટ કરવો , પતિ બોલાવે ત્યારે બીજા કામમાં જવું , બેડરૂમ માં પડખું ફરી ને સુઈ જવાનો ડોળ કરવો , બાળકો ની સામે ગુગલી બોલ વાગે તે રીતે કટાક્ષ મારવા , બધા ની વચે પતિ ને ઉતારી પાડવા !.... આવું બધું ગણી જ પત્નીઓ કરતી જ હોય છે પણ શું આ યોગ્ય છે ??? આપણી પોતાની વ્યક્તિ ને આપણે નહિ સમજી શકીએ તો બીજું કોણ સમજશે ??આવા સમયે પતિ ને જે ગમે તેવું કરવું જોઈએ નહિ કે ખોટા બબડાટ થી બને ની જીંદગી નીરસ દેવી !..

ઘરમાં જો કોઈ કારણસર જગડો થાય તો બધો જ દોષ નો ટોપલો પતિ પર ધોળી દેવા માં આવે છે !... જો પતિ ને ઓફીસ થી આવતાં મોડું થઇ જાય તો કયાં ગયા હતા થી લઇ ને કેટલી મિનીટ વાત થઇ ત્યાં સુધી ની ઇન્ક્વાયરી થઇ જતી હોય છે !.. પતિ એ કોઈ જેલમાં રેહતો કેદી નથી ..કે જેને દરેક વાત માં પત્ની ની પરમીશન લેવાનું રસ્તા માં કોણ મળ્યું હતું ??સુ વાત થઇ?? આ બધા સવાલો ને સાચા સંબંધ માં કોઈ જ જગ્યા નથી મળતી પણ ...વિશ્વાસ રાખો વિશ્વાસ ઉપર દુનિયા ટકેલી છે ..
એક પતિ એ પોતાની પત્ની ને કહ્યું જમવા બેઠા ત્યારે ... તું રસોઈ બહુ જ સરસ બનાવે છે ..હવે થી તારે જ બનાવની મને તારા હાથ ની રસોઈ બહુ ભાવે છે !.... સામે પત્ની એ કઈ વિચાર્યા વગર જ તસતસતો જવાબ આપી દીધો " રોજ હું જ બનાવું છું તમારા મમ્મી નથી બનવતા કઈ !.... હવે આ કિસ્સા માં તમને શું લાગ્યું ??? પતિ એ પોતાનો પ્રેમ વય્ક્ત કર્યો તો એમાં તો જેમ કે ગુનો કરી દીધો હોય તેવો જવાબ મળ્યો !.....ગણી વાર શબ્દો સમજવા એટલા મુશ્કેલ બની જાય છે કે આપણે તેને જે અર્થ થી બોલ્યા હોઈએ તેનો જ અનર્થ થઇ જાય છે !...

પતિ ની પણ પર્સનલ જિંદગી હોય છે તેમને પણ પોતાનાં મિત્રો સાથે હરવા ફરવા નું મન થતું હોય છે પણ આજકાલ ની પત્નીઓ પતિ ને મિત્રો પાસે જવા જ નથી દેતી !...પતિ ને પણ કયારેક સામે થી કેહવું જોઈએ કે તે પોતાના મિત્ર સાથે બહાર જાય કે તેમને ગમતું કંઈક કરે દરેક વ્યક્તિ ને પોતાના જીંદગી પોતાની રીતે જીવવાનો હક છે !... લગ્ન ની તારીખ ભૂલી ગયો એનો મતલબ એ નથી કે તે તમારા સંબંધ ને પણ ભૂલી ગયા છે બની સકા એકે ઓફીસ માં કામ વધારે હોવા થી ભૂલી ગયા હોય યાદ પ્રેમ થી યાદ કરાવા માં કઈ નાના નથી થઇ જવા ના !... પરંતુ હું શું કામ કહું ??? તમને યાદ કેમ નથી ?? જેવા અર્થ વહાર ના વાળ વિવાદ કરવા થી કઈ જ નહિ વળે જો એક સુખી જીંદગી જીવવી હોય તો એકબીજા ને સમજતા રહી ને જીવવાની.. પતિ કઈ કહી નથી સકતા તેનો મતલબ એ નથી કે તેમના માં કોઈ લાગણી કે પ્રેમ નથી !.. સામાન્ય રીતે પતિ કયારેય પણ પોતાની લાગણી બતાવતા નથી અને જયારે બતાવે છે ત્યારે પત્ની તેને સમજી શકવા માં અસમર્થ રહે છે !... પરિણામે સંબંધો માં નીરસતા આવી જાય છે..
"આજના જમાના નો પતિ એ પત્ની માટે માત્ર એક ડ્રાઇવર અને ક્રેડીટ કાર્ડ જ છે જયારે જરૂર પડે ત્યારે બહાર જવાનો ઓડર કરવાનો અને જયારે જરૂર પડે ત્યારે પૈસા ની માંગણી કરવી " આવા સંજોગો માં પતિ ને બિચારા થવા સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી રેહતો !.....