Powered By Blogger

Saturday 26 July 2014

આપણી જીંદગી એ એક વિડીયો ગેમ જેવી છે તે ચાલે તો છે પાણ એમાં ફક્ત સ્ટોપ કરવા માટે નું બટન નથી હોતું !...




જીંદગી એક કોયડો !...




-   જીંદગી જયારે વધારે હસાવે ત્યારે સમજી લેવું કે જીંદગી એ આપણ ને ફસાવા નો પ્લાનિંગ કરી રાખ્યું છે.


-   જીંદગી પાસે થી જેટલી ખુશી મળે તેટલી લઇ લેવી જોઈએ કારણ કે જયારે જીંદગી આપણી પાસે થી            કંઈક લેવા નું ચાલુ કરે છે ત્યારે તે આપણો શ્વાસ પણ નથી છોડતી


-  જીંદગી માં કયારેય પણ થોડા સમય ની લાગણી માટે લાંબા સમય ના સંબંધ ના જોડવા જોઈએ


-  જીંદગી બદલાતી રહે છે !..દરેક સેકોન્ડ માં દરેક મિનીટ માં !.... જીંદગી એતો કયારેય કીધું જ નથી કે તે         એકસરખી રેહશે !... આપને જ વધારે અપેક્ષાઓ રાખતાં છીએ !..


-   જીંદગી એ ટર્મ્સ એન્ડ કંડીશન પર આધારિત છે જો કઈક મેળવું હોય તો તેનાં બદલા માં કંઈક ગુમાવું           પડશે !... પણ હંમેશા દુખ પછી જ છે સુખ આવે છે તેવી જ રીતે આવા સમય માં સમજવું કે જીંદગી હવે         તમને જીત નાં માર્ગ પર જઈ રહી છે !...


-   જીંદગી માં સુખ ના દિવસો ઓછા હોય છે અને દુખ ના દિવસો વધારે હોય છે દુઃખ માં હિંમત રાખવી અને      રડવું નહિ અને સુખ માં છકી ના જવું અને અભિમાન કરે તેવી જ વ્યક્તિ પોતાની જીંદગી માં સફળ થઇ          સકે છે !..


-    ગણી વખત જીંદગી ને દિલ થી માણવા માટે જીંદગી સાથે સરેન્ડર થઇ જવું પડે છે !...


-   લાગણી અને સંબંધ એ  પ્રેમ નો  પર્યાય છે જે  સંબંધ માં લાગણી કે પ્રેમ નથી   તે સંબંધ નું અસ્તિત્વ            નથી રેહતું !...


-   જીંદગી ના જન્જાવટ માં કોઈ દુઃખ છુપાવે , કોઈ બતાવે , કોઈ રડી ને દિલ બેહલાવે , તો કોઈ હસી ને દુખ     છુપાવે , કોઈ ને ,સમજવું મનાવવું !... આવ શબ્દો  ની જંજાળ માંથી નીકળવું અઘરું છે પણ મુશ્કેલ તો            નથી જ !....


-   જીંદગી એ એક કોયડો છે તેને જેટલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશુ તેટલાં જ તેમાં ઊંડા ઉતરતા જઈશું 
     અને જીંદગી જટિલ બનતી જશે !... 

-   જીંદગી બહુ નાની છે તેને મન ભરી ને માણી લો શું ખબર કયારે જીંદગી નો હિસાબ થઈ જાય અને આ          જીંદગી ની નોકરી માંથી રાજીનામું  આપી દેવું પડે !..... 

-   જીંદગી એ કોઈ વ્યક્તિ માટે નથી રોકાતી બસ આપણે ગણી વખત જીવવાનું ભૂલી જતા હોઈએ છીએ            !..છતાં પણ જીંદગી તો ચાલતી જ રહે છે જરૂર છે તો બસ તેને અનુરૂપ થવાની !.. જીંદગી ને અનુરૂપ થઇ      ને જીવીશું તો જીંદગી એક નાની અમથી યાત્રા લાગશે !... 

-    રંગ બદલવા તે જીંદગી ની ફિતરત છે દુઃખ માં પોતાના લોકો ને પારકા  કરી દે તેનું જ નામ જીંદગી !... 

-     જીંદગી એક સુંદર સફર છે આપણે બધા જ થોડાક સમય ના સાથી છીએ !.... એટલા માટે ચિંતા છોડો           અને જીંદગી ને જીવી જાણો !.... શું ખબર કાલે !..... આ જીંદગી આપણી હશે કે નહિ !?????

-      એકધાર્યું કઈ પણ જીંદગી ને મંજુર નથી હોતું ના પ્રેમ , ના સંબંધ , ના દોસ્તી , ના સફળતા !, .... બધું               જ એક  ચક્વ્યૂહ પ્રમાણે ચાલતું રહે  છે !... 














Tuesday 22 July 2014

આ જીંદગી નો દરિયો પણ એક આગવું રહસ્ય ધરાવે છે !... પણ એમાં મોજાં કયારેક જ સાથ આપતાં હોય છે



                            દરિયા નું રહસ્ય




દરિયા ના પાણી માં રમત રમવી છે !!

રાહ જોઈ ને કયારે કોઈ મોજું આવે અને પગ ની ભીંજવી નાંખે !...

મોજાં ની રાહ માં પોતાનો જ પડછાયો જોઈ લીધો 

પડછાયા જોઈ  ને કયારેક હસી લઇએ છીએ !...

પણ દરિયા ને તો એ પણ  નથી  ખબર !...

પોતાના મોજાં ના જોરે પડછાયા ને ખેચી જાય છે !..

શું રહસ્ય છે આ દરિયા ની રમત નું ??????

જો સમજાઈ ગયું હોત તો કિનારો શોધી લીધો હોત !...

દરિયા ના મોજા ને પણ મજા માણવી કોઈ ના દુઃખ ની  !

અરે , દરિયા તું શાને અભિમાન કરે છે આટલું !...

તારા દરિયા નું પાણી અમસ્તુ જ નથી બન્યું ખારું !...

તે પણ કોઈ ના આંસુ નું જ રહસ્ય છે !... 


Sunday 20 July 2014

જીંદગી નો આખો પ્રોગ્રામ અગાઉ થી જ ફિક્ષ થઇ ગયો છે આપણે તો ફક્ત આપણું બેસ્ટ પર્ફોમન્સ આપવાનું છે !.!..



જીંદગી ની મોસમ

ચાલે છે મોસમ જીંદગી  ની તો જીંદગી ના નશા માં ભીંજાઈ  જઈએ ,

જીંદગી માં  જન્જાવટ તો ચાલ્યા જ કરશે 

જીંદગી સાથે તાલ મિલાવો તો જ જાણસો ,

આ કલ્પનાઓ ની દુનિયા માં રાચવા કરતાં ,

જીંદગી ની  મોસમ ને મન ભરી ને માણી લો !.........!!!





આપણા રોજીંદા જીવન માં જોઈએ તો કોઈ પણ વ્યક્તિ ની જીંદગી કયારેય પણ નોર્મલ નથી હોતી દરેક વ્યક્તિ ના જીવન માં એવું કંઈક નું કંઈક હોય છે જે મંડરાયા કરે જીંદગી રોજ બદલાતી રહે છે થોડી થોડી જીંદગી ની પણ એક મોસમ હોય છે એ મોસમ કયારેય પણ એકસરખી નથી હોતી..


જીંદગી ને  જો આપણે એક બાજુ એ થી જોતા રહીશું તો જીંદગી માં કયારેય પણ આગળ  નહિ  વધી શકીએ 
જીંદગી ને જો એક બાજુ એથી જોતા રહીશું તો જીંદગી નો સાચો આનંદ , જીંદગી નું સાચું તત્વ અને જીવન નો મર્મ ચુકી જઈશું !... જિંદગી માં ભલે સુખ મળે કે દુખ જીંદગી ને પુરેપુરી માણી લો સુખ ની મજા તો સહુ કોઈ માણતા હોય છે ઘણા દિલ થી તેજ રીતે દુખ ની પણ મજા માણી લો !.... જીંદગી જે પણ કઈ કાર્ય કરો તે પુરા દિલ થી કરો !..... જીગર જન લગાવી ને કરો પછી કોઈ ની તાકાત નથી કે તમને આગળ વધતાં રોકી સકે !... જો કોઈ ને પ્રેમ કરો તો પુરા મન થી ,પુરા દિલ થી કરો કે  ધૂળ ની ડમરી પણ  તમારા સંબંધ ને હલાવી ના સકે !, કોઈ ને નફરત  કરો તો પણ ખરા દિલ થી કરો તે વ્યક્તિ ને  તેણે   જીવન માં બહુ મોટી ભૂલ  કરી છે તેવો  એહસાસ થાય તેવું  કંઈક કરી  બતાવો  અને જો જીંદગી માં જયારે  તમને એવું લાગે કે હવે રડ્યા સિવાય કઈ જ નહિ મળે તો  ખરા દિલ થી રડી લો એક   દિવસ રડી લેસો તો પુરા 364  દિવસ સુધરી જશે !..... રડવું એ કાઈ તમારી નબળાઈ નથી ગણા  લોકો વિચારતા હોય છે કે  જીવન માં જે વ્યક્તિ  રડે છે તે કયારેય પણ આગળ   નથી આવી સકતા પણ એક સત્ય એ પણ છે કે તમારી સાથે જે પણ   કંઈ બન્યું છે  તે દુખ ને બહાર  નીકળવા દો એક પણ કણ એવી ના છુપાવી રાખો તમારા હર્દય માં કે જેથી આવનાર  સમય માં તમારા મનમાં તેના માટે કોઈ લાગણી જન્મે !... જડમૂળ થી તેને કાઢી જ દો  જેથી તમારું ભવિષ્ય ઉજ્વળ બને !... તમે રડી રહ્યા છો તેનો મતલબ એ નથી કે તમે નબળાં છો !.. કે જીંદગી થી હારી ગયા છો !... તમે રડી રહ્યા છો તેનો મતલબ છે તમે તમારું ભવિષ્ય ઉજ્વળ બનવાની તૈયારી બતાવી રહ્યાં છો એક દિવસ ના રુદન થી જો આખી જીંદગી સુખી થઇ જવાય તો દિલ થી રડી લેવું જોઈએ જીંદગી ની આ રુદન ની મોસમ ને પણ માણી લેવી જોઈએ સુ ખબર તેના પછી !... એક સુખ નું નાનકડું બિંદુ તમારા જીવન માં બહુ મોટું સુખ લઇ ને આવે !..... 

 જીંદગી માં જે પણ કઈ કરો તે દિલ થી કરો !..... તમારો સારો દિવસ આવે તેની રાહ જોવો હંમેશા ઉતાવળ માં કરેલા કામ કયારેય પણ સફળ થતા નથી ભગવાન ને પણ થોડો સમય આપો તે બધા કરતા તમારા માટે કંઈક અલગ  વિચારતા હશે !...  ઉતાવળે કામ કરવા એ સારા માણસ ની નિશાની નથી અને !.... બધું જ મેળવી ને અભિમાની બની જવું તે સારા પુરુષાર્થ ની નિશાની નથી !.... જીવન નો સાચો આનંદ માણવાનો નો સમય જો ચુકી જઈશું તો ગણું મોડું થઇ જશે !...અને ત્યારે  આપણા પાસે પસ્તાવો કરવાં  સિવાય કઈ જ બાકી નહિ રહે !..

આપણા મૂળાક્ષરો જ લઇ એ તો ક , ખ , જ , ત ,ર વગેરે " ક " અને " ખ " જોડીએ તો બે અક્ષર સાથે થયા પણ અર્થ વગર ના તેનો કોઈ અર્થ નથી !..પરંતુ જો "ક" અને " ર " ને જોડી દઈએ તો "કર" ,  " ખ " અને  " મ "  ' " "ખમ " આ  અક્ષર છે પણ  તેનાં અર્થ એક આગવું મહત્વ ધરાવે છે " કર " આ શબ્દ જો સાથે ના હોત તો  લેખકો ની કવિતાઓ , અને  લેખો અધૂરા રહી ગયા હોત !....જીવન માં પણ આવું જ છે બે  આપણે  ગણે ઠેકાણે જોડાવાનું બાકી છે અને તે પણ એ રીતે જોડાવાનું છે કે કંઈક જીવ્યા નો અર્થ નીકળે અને આપનું જીવન મળ્યાનો અર્થ સાર્થક થાય એવી રીતે બીજા માટે અને બીજાઓ ની સાથે પ્રેમ થી જીવવું એવું તમને નથી લાગતું ????

જીંદગી એ બહુ જ સુંદર સફર છે આ સફર માં ગણ બધા લોકો મળે !,... સારા ખરાબ બધા જ બધા ની સાથે જોડાવાની એક મોસમ આવે છે આ મોસમ ને અનુરૂપ થઇ ને જીંદગી જીવીશું તો જીંદગી સાવ નાનકડી યાત્રા લાગશે !... પણ અઘરું છે તો આ બધું પોતાના જીવન માં ઉતરવું !...... 

જીંદગી માં એક વસ્તુ હંમેશા યાદ રાખજો  જે પણ કઈ નિર્ણય લો એ દિલ થી લો અને જે પણ કાર્ય કરો તેની શરૂવાત હસતાં ચેહરે કરો !... કારણ કે હાસ્ય એ સફળતાની સીડી સર કરવા માટે નો એક માર્ગ છે !.... 


જીંદગી જયારે કંઈક લેવાનું ચાલુ કરે ત્યારે આપણો શ્વાસ પણ નથી છોડતી , છતાં પણ પડી પડી ને ઉભા થવું તેનું નામ જ તો જીંદગી !....





"પરઅંશ  ની પરાકષ્ઠા  "





જીંદગી જયારે બહુ જ  હસાવે ત્યારે સમજો કે જીંદગી એ તમને ફસાવાનો પ્લાન બનાવી રાખ્યો છે 

જીંદગી   આપણ ને ગણા બધાં જખ્મો આપે છે  પણ એ જખ્મો માં થી કઈ રીતે એક જીવન જીવવું તે આપનાં હાથ માં છે..દુઃખ , તકલીફ , ચિંતા આ બધાં જીવન ના અવિભાજય અંગો છે આના વગર  જીંદગી શક્ય જ નથી ..જીંદગી માં કશું જ એકધાર્યું નથી હોતું ...એ પછી દુખ હોય કે સુખ ...સતત તેમાં પરિવર્તન આવિયા જ કરે છે !જીંદગી એતો ક્યારેય કીધું જ નથી કે તે એકસરખી રેહશે ... .સમય પ્રમાણે બધું જ બદલાતું જાય એમાં પણ આજનાં ફાસ્ટ જમાના માં તો એક વર્ષ  પેહલા જે રસ્તે થી નીકળ્યા હોઈએ એક વર્ષ પછી ત્યાં જોઈએ તો તે રસ્તો પણ પૂરે પૂરો બદલાઈ ગયો હોય છે તો આતો વાત રહી જીંદગી ની ...જીંદગી ની આગળ કોનું ચાલ્યું છે તો ચાલવાનું છે જે થવાનું છે તે થઇ ને જ રેહશે ..

જીંદગી કેવી કેવી પરીક્ષાઓ લે છે તે કહેવું અઘરું છે મનુષ્ય યોની માં રેહવા વળી દરેક વય્ક્તિ લાગણી , સંબંધ અને પ્રેમ થી એક બીજા સાથે જોડાયેલી હોય છે .પરંતુ ગણી વાર જીંદગી આપણી સાથે એક બહુ જ મોટી મજાક કરી દેતી હોય છે જે આપને જીવીએ ત્યાં સુધી ભોગવું પડે છે ....અહી આપણે એક એવી વ્યક્તિ વિષે જોઈશું કે જે નાનપણ થી જ પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેઠા છે અને જીંદગી એ તેના સાથે કેવી ક્રૂર મજાક કરી છે તે જોઇએ !.......

જોઈએ એક જીંદગી થી હારી ગયેલી અને છતાં પણ જીંદગી નો હસતા મુખે સામનો કરવા વાળી વ્યક્તિ ની વાત કે જે સાંભળી ને આપાણ ને લાગશે કે હું બહુ સુખી છુ  મારી જીંદગી માં મને ગણું બધું મળ્યું છે  !. પરંશ ...  ની દર્દ ભરેલી કહાની !................


પ્રેરણા અને રજત   કોલેજ થી જ સાથે ભણતા હતા....

પ્રેરણા દેખાવ માં ગણી શ્યામ છતાં પણ સુંદર દેખાય તેવી વ્યક્તિ હતી જયારે રજત કોલેજ નો સહુ થી સ્માર્ટ intelligent છોકરો હતો...બને એક સારા ધનાઢ્ય પરિવાર માંથી આવતાં હતાં .. બને જણા ખુબ જ પૈસાદાર પરિવાર ના હતા માટે ફક્ત ભણવા સિવાય બીજી કોઈ બાબત નું  ટેન્સન રેહતું નહિ એ લોકો ને
કોલેજ ના પેહલા દિવસ થી જ બને એકબીજા ના ગણા સારા મિત્રો બની ગયા હતાં ..

બન્ને જણા રજત ની કાર માં સાથે જ કોલેજ જતાં ......

પ્રેરણા !..... રજત હું ક્યાર ની તારી રાહ જોવું છે તું હમેશાં મોડું કરે છે..

મારે એક લેકચર મિસ થઇ જશે તો ???

રજત !... હસી ને !!! મિસ થઇ જશે લેકચર તો આપડે મુવી જોવા જતા રહીશું એમાં શું છે ?? અને તું આમ આટલું બધું ભણી ને થોડી મોટી મીનીસ્ટર બનવાની છે કયારેક તો બંક મારી દે તો ચાલે ...

પરંતુ , પ્રેરણા ને  ભણ્યા સિવાય બીજું કઈ સુજતુ જ નહિ તે હંમેશા ચોપડીઓ લઇ ને જ ફર્યા કરતી ..

બસ તેનો આજ સવ્ભાવ રજત ને વધારે ગમતો બીજી બધી છોકરીઓ ફરવા જતી એન્જોય કરતી અને પ્રેરણા લાઈબ્રેરી માં જઈ ને  બુક્સ વાંચતી તેનો વાંચવાનો ગણો જ શોખ હતો !.... આજ પ્રેરણા ને બધાં કરતાં અલગ  પાડતી હતી !...

પરંતુ રજત ને ભણવાનું અને વાંચવાનો કોઈ જ શોખ નહોતો તે તો બસ જીંદગી ને માણી લેવા માં માનતો હતો રજત ને તેવો અભિમાન હતો કે તેને જે પણ કઈ જોઈએ છે તે બધું જ તે મેળવી લે છે અને રજત સાથે થતું પણ એવું તેને જે પણ કઈ જોઈતું  બધું જ તે સહેલાઇ થી મેળવી લેતો તે પછી પરીક્ષા માં સારા ગુણ લાવવાની વાત હોય કે , સારી જોબ ની વાત હોય કે સારા જીવન સાથી ની વાત હોય!....

પ્રેરણા ને તે પ્રેમ કરવા લાગ્યો હતો !.. પરંતુ તેને ખબર નહોતી કે પ્રેરણા સુ વિચારે છે તેના વિષે .....   તેને પળવાર નો પણ વિચાર કર્યા વગર જ પોતાનો પ્રસ્તાવ પ્રેરણા સમક્ષ મૂકી દીધો !...

પ્રેરણા એ પણ કોઈ પણ પ્રકાર ની ઉપેક્ષા વગર હસતા મુખે પ્રસ્તાવ નો સ્વીકાર કર્યો !.....

બને ની જીંદગી એકદમ સીધી દિશા માં જી રહી હતી બિલકુલ તેમને વિચાર્યું હતું તેજ પ્રમાણે !....

કોલેજ ના પેહલા વર્ષ ના પ્રેમ સંબંધ ને તેઓ એ છેક છેલ્લાં વર્ષ સુધી ટકાવી રાખ્યાં એ પણ ગણ જ પ્રેમ થી નહિ તો આજનાં જમાના માં તો પ્રેમ એટલે તો કેમ કે 3 કે 4 મહિના નું એન્જોયમેન્ટ બસ પછી તું કોણ અને હું કોણ ?? !....  પણ પ્રેરણા અને રજતે ગણી જ સુંદરતા થી અને સમજણ થી પોતાના સંબંધ ને સાચવી રાખ્યો હતો ....

આજે કોલેજ નો છેલ્લો દિવસ હતો !...

રજત ....હું આજે મારા મમ્મી - પપ્પા ને લઇ ને તારા ગરે આવીશ !.. હવે તો મને સારી જોબ પણ મળી ગઈ છે તો આપણે આપણા સંબંધ ને એક પવિત્ર બંધન માં બાંધી દઈએ તો ???

પ્રેરણા !.. તો ખુશી થી જુમી ઉઠી ...

પ્રેરણા અને રજત નો પરિવાર એકબીજા ને મળ્યો અને બને પરિવાર એ પોતાના સંતાનો ની ખુશી ને માન આપી ને બને ના લગ્ન કરાવી દેવાનું નક્કી કરી દીધું !....

પ્રેરણા અને રજત ને જીંદગી શું છે તે હજી સુધી ખબર પડી જ નહોતી , કારણ કે તેમને પોતાની જીંદગી માં બધું જ ગણી આસાની થી મળી ગયું હતું !..... પ્રેમ મેળવા માટે પણ તેઓ ને કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી નહોતી પડી !.... નહિ તો સામાન્ય રીતે પ્રેમ મળવો મુશ્કેલ જ નહિ અશક્ય છે !.... જો ભગવાન ઈચ્છે તો જ આ સુખ આપણ ને પ્રાપ્ત થાય !..

પ્રેરણા અને રજત ને તો એમ જ હતું કે જીંદગી માં જે વિચારીએ તે બધું જ મળી જ જાય કારણ કે એ લોકો ને અત્યાર સુધી બધું જ મળ્યું હતું અને ભવિષ્ય માં પણ મળશે !...

વડીલો ના આશીર્વાદ થી બને ના લગ્ન નક્કી થઇ ગયા !.... સાત ફેરા ફર્યા , આંખો થી આંખો મળી , મન ના બધા જ ઉમળકા પુરા થયા આજે બને જાના ગણા જ ખુશ હતા જીંદગી માં જે પણ કઈ મેળવાની ઈચ્છા હતી તે બધું જ સહેલાઇ થી મળી ગયું હતું તેમને !......

માણસ ને એક સારી જીંદગી જીવવા માટે સારી જોબ , સારું ફેમીલી , મનગમતો જીવનસાથી , બંગલો - ગાડી , થોડા ગણા પૈસા , બસ બીજું શું જોઈએ ?? પ્રેરણા અને રજત ને આ બધું જ મળ્યું હતું કોઈ વાત ની કમી નહોતી તેમની જિંદગી માં ....બને જણા ગણા જ ખુશ હતા !......

આજે તેમના લગ્નજીવન ને એક વર્ષ પૂરું થયું હતું !.... અને આ સાથે એક ગૂડ ન્યુજ પણ આવવા ના હતાં !.... પ્રેરણા ને છેલ્લાં કેટલાક દિવસ થી ચક્કર આવતાં હતા પણ doctor પાસે ચેકઅપ કરાવિયો  ત્યારે ખબર પડી તેમના સુખી સંસાર ને સ્વર્ગ જેવું બનાવા માટે એક નાનકડુ  મહેમાન આવી રહ્યું છે  !.... કેટલું સારું કેહવાય જયારે જીંદગી તેની જ રીતે આપણ ને ખુશીઓ આપવાનું ચાલુ કરે છે ત્યારે એ કોઈ પણ પ્રકાર ની કચાશ રાખતી જ નથી તેમાં તે બસ આપણ ને ખુશી ના દરિયા માં ડુબાડી જ દે છે આપણે પણ તેમાં થી બહાર આવવા નથી માંગતા !.... આ સમાચાર સાંભળી ને ઘર માં ખુશી નું વાતાવરણ છવાઇ ગયું હતું બધા બહુ જ ખુશ હતાં !.... રજત ના મમ્મી હવે પ્રેરણા ને ઘર નું કોઈ પણ કામ કરવા નહોતા દેતા ! ..અને તેના સવારે ઉઠવા થી લઇ ને સાંજે સુવા સુધી ની બધી જ કાળજી ઘર ની દરેક વ્યક્તિ રાખતી હતી !.....

સમય વહેતો જતો ગયો હવાના ના વેગ ની સાથે અને 9 મહિના પણ વીતી ગયા !... અને તે શુભ ઘડી આવી ચડી !...

એક દિવસ રાત્રે અચાનક પ્રેરણા ને દુખાવો ઉપડ્યો !...

પ્રેરણા ના મમ્મી - પપ્પા અને બન્ને પરિવાર ભેગા  થઇ  ગયા  !... રજત ગણો જ ચિતાં માં હતો !...
રજત ના મમ્મી !.. અને આખો પરિવાર doctor  ના બહાર આવવાની રાહ જોઈ રહયા હતા !!!! ...અચાનક ઓપરેશન થીયેટર માં બાળક ના રડવાનો અવાજ આવીયો !.. સીસ્ટર બહાર આવિયા અને કહ્યું !....
પેંડા ખવડાવો બાબો આવીયો છે !.....
રજત પ્રેરણા પાસે ગયો !.... તું ઠીક તો છે ને ????   થેન્કયુ સો મચ તે આજે મારી જીંદગી ને ખુશી ઓ થી ભરી દીધી છે !...હવે આપની જીંદગી માં કઈ જ કમી નથી રહી !...વગર માંગ્યે બધું જ મળી ગયું છે આપણ ને હવે બસ આ નાનાં ફૂલ ને એક બહુ જ સારી જીંદગી આપવી છે બધાં જ સપનાંઓ પુરા કરવા છે ..આપણા પ્રેમ ના અંશ માટે !......

doctor એ પ્રેરણા ને રાજા આપી અને બને પોતાના પરિવાર સાથે ઘરે ગયાં !.... બાળક ના નામકરણ ની વિધિ થઇ રાશી પ્રમાણે કન્યા રાશી આવી !...

નામ તો એ લોકો એ પેહલાં થી જ વિચારી રાખ્યું હતું। ....

પ્રેરણા એ કહ્યું !.... જો છોકરો આવશે તો તેનું નામ પરઅંશ રાખીશું !.....
રજત અરે પણ પરઅંશ શા માટે ??????????? બીજું કોઈ નામ વિચાર
પ્રેરણા એ કહ્યું તને ખબર છે પરઅંશ આ નામ નો અર્થ સુ થાય છે ?????

ના કેમ શું અર્થ થાય છે ?????

"પરઅંશ " આ નામ નો અર્થ થાય છે પ્રેરણા એટલે " પ " અને રજત એટલે  " ર " પ્રેરણા અને રજત નો અંશ એટલે "પરઅંશ " !..........સમજ્યો કે નહિ રજત ના માથા  પર ટપલી મરતા પ્રેરણા એ કહ્યું !...........

પરઅંશ , નો ઉછેર ગણ જ પ્રેમ થી અને ભવિષ્ય માં ગણું બધું મેળવાની આશાઓ સાથે થતો હતો !,... પ્રેરણા અને રજત એ ક્યારેય પણ કોઈ પણ ઉણપ નહોતી રાખી તેના ઉછેર ....  માં ..

પરઅંશ ને બધું જ શીખવાડવા માં આવતું હતું !.. સ્કેટિંગ , ડાન્સિંગ , સિંગિંગ , વોલીબોલ , ક્રિકેટ , બધાં માં તે ફસ્ટ આવતો ભણવા માં પણ ગણો જ હોશિયાર અને મમ્મી -પપ્પા નો લાડકો !....પ્રેરણા અને રજત તેને હાયર સ્ટડી માટે વિદેશ મોકલવા માંગતા હતા !... MBA  કરવા માટે અને પછી તેને ગમે એ છોકરી સાથે લગ્ન કરવી દેવા સુધી નુ વિચારી રાખ્યું હતું તેમણે હજી તો પરઅંશ માત્ર 10 વર્ષ નો જ હતો ત્યારે જ તેના મમ્મી - પપ્પા એ તેના માટે બધું પ્લાનિંગ એડવાન્સ માં જ કરી લીધું હતું !....

પરંતુ , કેહવાય છે ને કે ધંધા માટે કરેલા પ્લાનિંગ કયારેક સફળ થાય અન જીંદગી માટે એડવાન્સ માં કરેલાં પ્લાનિંગ કયારેય પણ સફળ થતાં નથી !.... અહી પણ આવું જ બન્યું

નવેમ્બર મહિનો ચાલતો હતો થોડી ઠંડી જેવો વાતાવરણ રેહતું હતું !.... આજે 2 , નવેંબર પરઅંશ નો 10 મો જન્મદિવસ હતો !.... અને આ સાથે પ્રેરણા અને રજત ના લગ્ન જીવન ને પણ 11 વર્ષ પુરા થઇ ગયા હતા તેમની અત્યાર સુધી ની જીંદગી ગણી જ સુખી , આનંદમય અને માનવા લાયક રહી હતી !...  પરઅંશ  નો જન્મ પણ તેમની લગ્ન તારીખ ના દિવસે જ થયો હતો !...દુખ શું છે ??? તે આ પરિવાર માં હજુ સુધી કોઈ ને ખબર નહોતી .... પુરા 11 વર્ષ બધું જ મળી ગયા આશા રાખી હતી તેના કરતાં પણ કંઈક વધારે મળ્યું હતું તે લોકો ને પરંતુ જીંદગી કયારેય એકસરખી રેહતી જ નથી.... તે આપણે હંમેશા ભૂલી જતા હોઈએ છીએ !..

2 , નવેમ્બર !... ઘર માં સત્યનારાયણ ની પૂજા રાખી હતી બધાં જ કુટુંબ ના લોકો ને આમંત્રણ આપ્યું હતું અને એક મોટું ફંકશન પણ હતું પરઅંશ ના જન્મદિવસ ની ખુશી માં !...પૂજા પત્યા પછી બધા એ સાથે મળી ને કેક કાપી !..પરઅંશ  એ તેનાં બધાં જ ફ્રેન્ડસ ને બોલાવીયા હતા... બધાં જ નાના બાળકો ડાન્સ કરતા હતા આખા ઘર માં ખુશી એ માજા મૂકી હતી પરઅંશ ગણો જ ખુશ હતો તેને તેનાં મમ્મી - પપ્પા સાથે ડાન્સ કરવાની બહુ ઈચ્છા હતી !...

અરે પરઅંશ શું કરે છે તું ??? પરઅંશ  એ મમ્મી ને ડાનસ કરવા માટે બોલવી મમ્મી - આવિયા એટલે સાથે પપ્પા પણ આવિયા અને 3 જણા  જુના એક ગીત પર ડાન્સ કરવા લાગ્યા !..

હસ્તે હસ્તે કટ જાયે રસ્તે !.............
જીંદગી યુહી ચાલતી રહે !..........
ખુશી મિલે ય ગમ !............
બદલેંગે ના હમ દુનિયા ચાહે બદલતી રહે !.........


પરિવાર ની દરેક વ્યક્તિ બહુ જ ખુશ હતી પરઅંશ પણ ગણો જ ખુશ હતો  .....

પરઅંશ , મમ્મી હું બહાર રમવા જાઉં છુ। ...

હા બેટા , જ પણ ધ્યાન રાખજે પાળી ઉપર લટકતો નહિ  !....

હા મમ્મી ,........ એમ કહીને પરઅંશ ધાબા ઉપર રમવા ચાલ્યો ગયો !....

અહી ગરમા બધા મહેમાનો ની ચેલ પહેલ ચાલુ જ હતી , સત્યનારાયણ ની પૂજા પૂરી થઇ ગઈ હતી અને મહેમાનો જમતા હતાં ...કે અચાનક એક અવાજ આવીયો મોટી ચીસ સંભળાઈ કોઈ બાળક ના પડવાની !... પ્રેરણા અને રજતે તો વિચાર્યું જ નાતુ કે તે પરઅંશ હશે !.... અચાનક બધા દોડતા નીચે ઉતર્યા ત્યારે જાણવા મળ્યું કે પરઅંશ રમતા રમતા ધાબા ઉપર થી નીચે પડી ગયો છે !...

પ્રેરણા તો આ સાંભળી ને ત્યાં જ ભેભાન બની ગઈ !..... અને રજત ફટાફટ દોડતો નીચે ગયો અને જઈ ને જોયું તો પરઅંશ ત્રીજા માળે થી નીચે પડ્યો હતો આજુ બાજુ માં લોહી નું ખાબોચિયું ભરાઈ ગયું હતું છતા પણ હજી તેનો શ્વાસ ચાલુ હતો !.....

બધા સગાં - સંબંધિઓ દોડી આવિયા અને કોઈ કે 108 ને ફોન કર્યો અને ગણતરી ની સેકન્ડ મજ 108 આવી પહોંચી અને પરઅંશ ને શહેર ની જાણીતી એપોલો હોસ્પિટલ માં એડમીટ કર્યો .

પ્રેરણા ....... હાંફળી -ફાફળી બની ગઈ હતી જયારે તેનો હોશ આવીયો ત્યારે તેને પરિસ્થિતિ ની ગંભીરતા નો ખ્યાલ આવીયો તે  અકારન્દ રુદન કરવા લાગી  મારા પરઅંશ ને કોઈ લઇ આવો આજે તો તેનો જન્મદિવસ છે.......તેના માટે મેં ચોકલેટ કેક બનાવી છે.

ગણ બધાં લોકો ના પકડવા છતાં પણ પ્રેરણા રસ્તા પર દોડવા લાગી પરઅંશ  એમ કહી ને થોડાક જ સમય માં ઘર ના બધાં જ લોકો હોસ્પિટલ દોડી આવિયા .. રજત અને બીજા સંબંધી ઓ ઓપરેશન થીયેટર ની બહાર ડોક્ટર ના બહાર આવાની રાહ જોઈએ ને બેઠા હતા. બધા લોકો રજત ને સાન્તવના ના આપતા હતા , બધું જ સારું થઇ જશે ભગવાન પર ભરોસો રાખો , ભગવાન સહુ સારા વાના કરી દેશે !... આ સિવાય એક વડીલે રજત પાસે આવી ને કહ્યું તારા કુળદેવી ને બાધા રાખી લે માતાજી સહુ સારા વાના કરી દેશે !... રજત બધાં ની વાત સાંભળતો હતો !અને હકાર માં માથું ધુણાવતો હતો !...કારણ કે અત્યારે રજત અને પ્રેરણા ના માથા પર આભ તૂટી પડ્યું હતું જીંદગી માં ના વિચારેલું થઇ ગયું હતું અને આમાં થી બહાર નીકળવા માટે નો રસ્તો ભગવાન સિવાય કોઈ ની પાસે નહોતો !...

એટલા પ્રેરણા આવી પહોંચી !...

કયા છે મારો પરઅંશ??????

શું થઇ ગયું એને ??????

વગેરે સવાલો પૂછવા લાગી થોડી જ વાર માં ડોક્ટર બહાર આવિયા !....

ત્રીજા માળ પરથી કોઈ વ્યક્તિ પડે તો બચી જાય ખરી ?????  આ સવાલ જ આપણ ને વિચારતા કરી મુકે છે અને છતાં પણ પરઅંશ બચી ગયો એ જ ભગવાન નો અભાર પણ બચી ગયા પછી પણ તેને હજી આખી જીંદગી કાઢવાની હતી !........ શું પરઅંશ ખુશી થી જીંદગી જીવી શકશે ??????  

..... ડોક્ટર પરઅંશ ઠીક તો થઇ જશે ને ??????? ખુબ જ રડમસ છતાં પણ હિંમત કરી ને રજતે પૂછ્યું ??

ડોક્ટર કઈ બોલ્યા વગર જ જતા રહ્યા અને સિસ્ટર ને કીધું કે પરઅંશ મમ્મી - પપ્પા ને અંદર મોકલો

ડોક્ટર એ બન્ને ને બેસાડ્યા અને માંડી ને વાત શરુ કરી !.......

રજત ભાઈ , પરઅંશ નો કેસ બહુ જ Complicated છે !... તમારે હિંમત રાખવાની જરૂર છે અત્યારે આપણે તેને હુંફ અને પ્રેમ આપવાની જરૂર છે જો તમે લોકો જ આમ ભાંગી પડશો તો કેમ ચાલશે !...એક માણસ તરીકે ડોકટરે આટલી સાંત્વના ના બે બોલ તેમને કહ્યા તે પછી તેમને પરઅંશ ના વિષે વાત ચાલુ કરી

પરઅંશ !... ત્રીજા માળ પરથી પડી ગયો છે તેથી તેનો ડાબો પગ વચ્ચે થી ક્રેક થઇ ગયો છે !....... અને આ સિવાય !... તેના બેક સાઇડ પર નો ડાબી બાજુ નો બોલ ક્રેક થઇ ગયો છે તે નવો નાખવો પડશે !... અને પગ માં બને પગ માં પણ સળિયા નાખવા પડશે !..........આ સાંભળી ને જ રજત   અને પ્રેરણા ના પગ નીચે થી જમીન સરકી ગઈ !.... ડોક્ટર  કહે તે પેહલા જ પ્રેરણા ચોધાર આંસુ એ આકારંદ રુદન  કે એક ના એક  ગણા બધા સપનાઓ  ભવિષ્ય  આજે  વિકટ પરિસ્થિતિ આવી ને  રહેશે તે વિચાર્યું નહોતું કયારેય !..........


એક હસતો રમતો પરિવાર કાળ ના સકન્જા માં એવો તે ફસાયો કે જેમાંથી તેમને બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નહોતો દેખાતો એક સમય હતો ત્યારે વિચાર્યું હતું કે જીંદગી બહુ સુંદર છે રજત જ કેહતો હતો કે મારી જીંદગી માં દુખ આવે જ નહિ પણ એક આજે સમય હતો કે દુખ શું છે તે તેને ગણી જ સારો રીતે સમજી ગયું હતું !..... આજે ખબર ઓઅડી હતો તેમને કે જીંદગી જયારે બહુ જ હસાવે ત્યારે સમજવું કે તેણે આપણ ને ફસાવાનો પ્લાન બનાવી રાખ્યો છે !.... હસતા ખેલતા પરિવાર ઉપર અચાનક આભ તૂટી પડ્યું હતું .. થોડીવાર પેહલા જયા ખુશી ના ગીતો  અચાનક માતમ અને આક્રંદ  સંભળાવા લાગ્યું હતું આ દર્શય એટલું બધું કરુણ હતું કે પોચા હર્દય ની કોઈ જ વ્યક્તિ આ દર્શય નિહાળી જ ના સકે !....



રજત અને પ્રેરણા ના મળતાવડા સવ્ભાવ ના કારણે હોસ્પિટલ માં સંબંધિઓ અને પડોશીઓ ના કાફલા એ  મિટિંગ જમાવી દીધી દરેક  વ્યક્તિ બને જણા ને સાન્તવના અને  આશ્વાસન આપતા હતા !............

આજે પૂરું એક અઠવાડિયું થઇ ગયું હતું પરઅંશ  કોમા  ડોક્ટર્સ તેના હોશમાં આવવાની રાહ જોતા હતા!... ડો
પરઅંશ હોશ માં આવે તે પછી ઓપરશન કરવા ની તૈયારી બતાવી હતી ડોક્ટર્સ એ !.... આજે તો પ્રેરણા એ ડોક્ટર ને પૂછી જ લીધે આજે એક અઠવાડિયું થઇ ગયું છે મારો પરઅંશ કયારે હોશ માં આવશે ????ડોકટરે કહ્યું !.... કોઈ પણ પેશન્ટ  જયારે કોમા માં જાય છે ત્યારે તેને કોમા માંથી ભાર આવતા એક દિવસ પણ થાય , એક મહિનો પણ થાય , એક વર્ષ પણ થાય ગણી વાર તો વર્ષો ના વર્ષો વીતી જતા હોય છે !.... અમે કઈ ના ખી શકીએ અત્યારે બસ ઉપર વાળા પર ભરોસો રાખો તે બધું ઠીક કરી દેશે !... 



રજત અને પ્રેરણા એ પરઅંશ માટે પથ્થર જેટલા દેવ પૂજ્યા દરેક જગ્યા એ ખુલા પગે અને દંડવત કરી ને જવાની માનતા માની અને તે પણ પેહલા પૂરી કરી જો કો !......... આખરે પુરા 2 અઠવાડિયા પછી પરઅંશ ને હોશ આવીયો આ બધી જ વાત થી તે સાવ અજાણ હતો તેને તો એમ જ હતું કે તે ઊંઘ માંથી ઉઠ્યો છે અને હમણા રમવા જતો રેહશે !...

તેને પ્રેરણા ને પૂછ્યું !... અરે મમ્મા આપણે અહી હોસ્પિટલ માં કેમ આવિયા છીએ ??? અને મને આહી સુવાડીયો કેમ છે ???? અને મારે રમવા જવું છે। .....ડોક્ટર , નર્સ આ બધું શું છે મમ્મા !?????



એટલા માં ડોક્ટર આવિયા અને તેને સમ્જાવિયો જો બેટા તારા પગ માં એક નાનકડી સર્જરી કરવાની છે !.... પરઅંશ ડરી ગયો એક નાનકડા ફૂલ ને શું ખબર પડે સર્જરી શું છે તે ??? છતાં પણ ડોક્ટર એ તેમની રીતે પરઅંશ ને બધું જ સમ્જવિયું સમજી પણ ગયો !.... 

ઓપરશન શરુ થઇ ગયું ! ...પગ માં સળિયા આવી ગયા ! આજે પુરા 2 મહિના પછી પરઅંશ ને હોસ્પિટલ માં થી ડીસ્ચાર્જ મળી હતી !.... પ્રેરણા અને રજત પરઅંશ ને લઇ ને ગરે આવિયા હતા !... પરઅંશ ને બેસવા માં ગણી  હતી તે સતત 2 કલાક થી  નહોતો સકતો !... તેનું ભણવાનું હજી ચાલુ હતું પણ શારીરિક રીતે પરઅંશ સાવ ભંગી પડ્યો હતો પરંતુ રજત અને પ્રેરણા તેને  હંમેશા હિંમત અપાતા !રેહતા પરઅંશ  સ્કુલે જાય ત્યારે બધા જ  વિદ્યાર્થી ઓ તેને ચીડવતા , સોસાયટી માં પણ તેના સાથે કોઈ બાળક રમવા આવતું નહિ  પગ માં સળીયો છે અને લંગડો કહી ને બધા તેને બધું જ ખીજવતા રેહતા હતા પરઅંશ  આ બધા થી મેન્ટલી સાવ ભાંગી પડ્યો હતો  તે જીવતો હતો તો ફક્ત તેના માં - બાપ ની હિંમત ના કારણે બાકીછતાં પણ  ... ધીરે ધીરે  જીંદગી આગળ વધી રહી હતી @....................


12 વર્ષ પછી 

 આજે , પરઅંશ નો 22 મો જન્મદિવસ હતો આજે પણ આજે પણ ઘર માં બધા જ ખુશ હતા ફર્ક ફક્ત એટલો જ હતો કે 10 વર્ષ પેહલા જે પરઅંશ મમ્મી - પપ્પા નો હાથ પકડી ને ગીત ગાતો હતો તે હવે એ રીતે જોવા નહોતો મળતો !... સમય ગણો જ બદલાઈ ગયો હતો જે સગા સંબંધિઓ 10 વર્ષ પેહલા સાથે હતા તે બધા જ હવે પીઠ પાછળ પરઅંશ લંગડો કહી ને વાતો કરતા હતા !...

સુખ માં તો બધાં જ સાથ આપે પણ દુખ માં જે વ્યક્તિ સાથ દે તેજ વ્યક્તિ સાચો સગો કેહવાય !.... આજે પરઅંશ ગ્રેજ્યુએટ થઇ ગયો હતો રજત અને પ્રેરણા ગણ જ ખુશ હતા કે પરઅંશ ગ્રેજ્યુએટ થઇ ગયો હતો તે માટે !... પરંતુ , પરઅંશ  ને કોઈ પણ જાત ની ખુશી નહોતી કારણ કે નાનપણ થી જ તેને એન્જીનીયર બનવાનું  સપનું જોયું હતું !... પરઅંશ મેન્ટલી બહુ જ અપસેટ રેહતો હતો અને તેનામા સેલ્ફ કોન્ફિડેન્સ પણ નહોતો રહ્યો !... જે વ્યક્તિ નું સર્વસ્વ લુટાઈ ગયું હોય અને બધાં જ સપનાઓ ચકનાચૂર થઇ ગયા હોય તે વ્યક્તિ કેમ કરી ને ખુશ રહી શકે પોતાની જીંદગી માં !... પરઅંશ હવે પોતાના પિતા સાથે તેમનાં બિજનેસ માં જોડાયો હતો રજત એ તેને બિજનેસ વિષે બધું જ નોલેજ આપી દીધું હતું પરઅંશ બધું જ બખૂબી કરી રહ્યો હતો !...પણ જીંદગી પાસે થી તેને ભવિષ્ય માં કઈ પણ મેળવાની ઈચ્છા નહોતી !.. 

હવે નો સમય જે હતો તે હતો પરઅંશ ના લગ્ન નો સમય નો !..... રજત અને પ્રેરણા તેના માટે છોકરીઓ જોતા હતા ! ગણી બધી છોકરીઓ જોઈ પણ પ્રેરણા ને કોઈ પસંદ આવતી નહોતી !.... 

આજે , પરઅંશ બીજી એક છોકરી જોવા જવાનો હતો !.... તે છોકરી એકદમ નોર્મલ હતી તેના માં કોઈ જ ખામી નહોતી !.... છોકરી સાથે વાત કરવા પરઅંશ ગયો ત્યારે જ પરઅંશ એ તેના વિષે બધું જ કહી ઇધુ છોકરી ને .....

મને ફીઝીકલ બધાં પ્રોબ્લેમ્સ છે। ...મારા ડાબા પગ માં સળીયો નાખ્યો છે અને હું ચલુ ચુ ત્યારે પણ થોડો લાન્ગડતો હોય તેવું લાગે છે !..

જો તમને હું પસંદ હોવ તો જ હા પાડો !... મને મારી જીંદગી પાસે થી કોઈ પણ પાર્કર ની અપેક્ષા નથી !... હું જે ચુ તે આજ છુ !...

હા , મને ખાવા - પીવા નો અને ફરવા નો ગણો શોખ છે આ  શોખ હું પુરા કરું છુ આ સિવાય મને ગરબા નો પણ શોખ છે પણ અફોસસ કે હું ગાઈ નથી સકતો જીંદગી માં શોખ તો ગણા બધાં છે પણ જરૂરી નથી કે જીંદગી આપણા પ્રમાણે જ ચાલે !.... 

 આવી સમજદારી પૂર્વક ની વાતો અને તેમાં પણ તેની ઓનેસ્ટી તે જ તેને એક સાચા વ્યક્તિ તરીકે ની સાબિતી આપે છે !.. બાકી આ ધોમધખતા કળયુગ માં કોણ કોને સાચી હકીકત થી વાકેફ કરે છે !,,,.... આહી તો ગણ બધા લોકો સોશિયલ સાઈટ પર સંબંધો બનાવી નો તોડી દેતા હોય છે !... પરઅંશ એ જે રીતે પોતાની  હકીકત અને નબળાઈ વિના સંકોચે કોઈ ની સામે કહી તે જ વસ્તુ પુરવાર કરે છે કે તેના માં સેલ્ફ કોન્ફિડેન્સ કેટલો છે !... પરઅંશ ને મળેલાં દુખ ને તે હસતા મોઢે સહી લેતો કયારેય પણ કોઈ ને તેનો અભાસ થવા નહોતો દેતો કે તે પોતે કોઈ દુખ માં છે !...

રજત અને પ્રેરણા ને હવે જીંદગી નો સાચો મર્મ સમજી ગયો હતો કે જીંદગી માં કયારેય પણ કોઈ પણ જાત નું અભિમાન કરવું નહિ , જેટલું મળ્યું છે તેટલાં માં જ સંતોષ માનવો , પણ હા જીંદગી આગળ વધવા માટે ના પ્રયત્નો જરૂર કરવા પરતું કઈ મેળવાની લાલચ માં એ ના ભૂલી જવું જોઈએ કે જીંદગી ની ડોર એ ઉપર વાળા  ના હાથ માં છે તે ઈચ્છે ત્યારે આપણ ને આકાશ માં ઉડાવી સકે છે અને ઈચ્છે ત્યારે નીચે જમીન પર પાડી સકે છે !... અને જમીન પર પડ્યા પછી શૂન્ય માંથી સર્જન કઈ રીતે કરવું તે પણ ઈશ્વર જ શીખવે છે આપણ ને !... પડી ને ઉભા થવું અને ઉભા થઇ ને પડવું એના કરતા જીંદગી ની ડોર ને એ રીતે સંભાળવી કે ઈશ્વર ને નીચે પાડવાનો વાર જ ના આવે !.....  

પરઅંશ !... પોતાની જીંદગી આજે શાંતિ થી અને ખુશી થી જીવી રહ્યો છે પણ એક દર હજી પણ એના મનમાં છે કે તે નોર્મલ લોકો જેવો નથી !,,.... બધા જ લોકો તેને પ્રશાન્ર્થ ભરી નજરે જોવે છે !... પણ કેહવાય છે ને જીવન માં હજારો મોકા રડવાના મળે પરંતુ  ત્યારે જે વ્યક્તિ ખુશી થી સામનો કરે તેજ વ્યક્તિ ને લાખો કારણો મળે છે હસવાના !.. પરઅંશ સાથે પણ કંઈક આવું જ બન્યું તે છોકરી પરઅંશ ની ઓનેસ્ટી જોઈ ને ઈમ્પ્રેસ થી ગઈ અને બધું જ જાણતી હોવા છતાં પણ તેના સાથે જ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી !...

આજે પરઅંશ , ના લગ્ન તે છોકરી સાથે જ થઇ ગયા છે બંને એકબીજા સાથે ગણા જ ખુશ છે હવે પરઅંશ નો સેલ્ફ કોન્ફિડેન્સ ગણો જ વધી ગયો છે અને તે બિજનેસ પણ કરે છે અને સાથે સાથે પોતાનો સંગીત નો જે શોખ હતો તે પણ પૂરો કરે છે !.... સંગીત ના કલાસ પણ ચલાવે છે આજે પરઅંશ ના કલાસીસ માં પુરા 50 વિદ્યાર્થી ઓ સંગીત સીખવા માટે આવે છે !... 

કોણ કહે છે કે જીંદગી માં એક વાર નિષ્ફળ થયા પછી સફળતા નથી મળતી !... જરા  પરઅંશ ની વેદના ને તેના દુખ ને અનુભવી તો જુવો કેટલું અઘરું હોય છે આ દુનિયા માં એક જીવવું છતાં પણ સારા માણસો પોતાનો રસ્તો  બનાવી જ લેતા હોય છે  સલામ આપો તેની હિંમત ને કે તેને તે છોકરી ને બધી જ હકીકત જ પરિણામ છે આજે તે પોતાની જીંદગી માં આટલો બધો સફળ  થયો છે !....... 



લાંબી આ  સફર ની જીંદગી માં ગણા રૂપ જોયા છે !..... 
જીંદગી બદલાતી રેહશે રૂપ બદલવા તે તેની ફિતરત છે ,.....
પણ હસી ને સામનો કરવો તે આપણા હાથ ની વાત છે !...





(એક સત્ય ઘટના પર આધારિત )
Contact : panchalbhoomika1@gmail.com