Powered By Blogger

Wednesday 25 June 2014

"આજના જમાના નો પતિ એ પત્ની માટે માત્ર એક ડ્રાઇવર અને ક્રેડીટ કાર્ડ જ છે જયારે જરૂર પડે ત્યારે બહાર જવાનો ઓડર કરવાનો અને જયારે જરૂર પડે ત્યારે પૈસા ની માંગણી કરવી " આવા સંજોગો માં પતિ ને બિચારા થવા સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી રેહતો !.....




પતિ બિચારો!.... 

પતિ અને પત્ની એટલે લગ્ન. પતિ અને પત્ની એટલે સંસાર. પતિ અને પત્ની એટલે એક ઘર, પતિ અને પત્ની એટલે બે જિંદગી એક મુકામ. પતિ અને પત્ની એટલે બે પરિવાર ને જોડતી કડી !.. પતિ પત્ની એટલે આ દુનિયા નો પવિત્ર સંબંધ કે જેને ગમે તેવા તોફાનો આવે તો પણ અડગ જ રહે પણ જો તેમાં સમજણ નામ નું બીજ હોય તો !.... જો પતિ પત્ની ના સંબંધ માં સમજણ જ ના હોય તો નાની અમથી ધૂળ ની ડમરી પણ તેમના જીવન ને હલાવી જાય છે !...પણ જો સમજણ સારી હોય તો લાખ તોફાનો કેમ ના આવે એકબીજા નો સાથ નહિ છોડવાનું વચન ગણ પતિ પત્ની એકબીજા ને આપતા જ હોઈ છે !...

લગ્ન-પતિ-પત્ની જિંદગીની સૌથી મોટી ઘટના અને સૌથી મોટો સંબંધ અને સહુ થી પવિત્ર માં પવિત્ર સંબંધ હોય તો તે છે લગ્ન સંબંધ જેના ધ્વારા બે લોકો એકબીજા ના થઇ જાય છે – એક સ્વીકારાયેલો સંબંધ. બધાની અપેક્ષા જેને વળગેલી છે તેવો સંબંધ. લગ્ન અને લગ્નજીવન એક ઘર માટે સમાજ માટે બનતી ઘટના છે. ઘણા બધા લોકો આ સાથે સંકળાયેલા હોય છે. ઘણા બધા લોકોને સાંકળતી એક સામાજિક ઘટના છે લગ્ન.

પણ આ બધાં માં લગ્ન પછી પતિ પત્ની વચ્ચે ના સંબંધો કેવા છે ?? અથવા કેવાં રેહશે ??? તે કેહવું અઘરું છે!.. ઘરમાં જો કોઈ કારણસર જગડો થયો હોય તો તો પત્ની ગમે તેની સામે રડી ને પોતાનું દુઃખ વય્ક્ત કરી દેતી હોય છે પણ એક પુરુષ ,એક પતિ , એક વેલ્સેટેડ દીકરો , એક બાપ ,એક ભાઈ કયારેય પણ કોઈ ની સામે રડી ને પોતાનું દુઃખ વય્ક્ત નથી કરી સકતો !. કેહવા માટે તો ગણા બધા સંબંધો જોડાયેલાં હોય છે એક વ્યક્તિ સાથે જ પણ એક પુરુષ અને તેમાં પણ પતિ કયારેય પણ પોતાનું દુખ ,પોતાની વેદના કોઈ ની સામે બતાવી નથી સકતો !..... જયારે કોઈ બે લોકો એકબીજા ના પતિ -પત્ની બને છે ત્યારે એ લોકો ફક્ત એકબીજા સાથે જ નથી જોડતા તે બને વ્યક્તિ પુરા પરિવાર સાથે જોડાય છે બે પરિવાર ને એક તાંતણે બાંધે છે !...પત્ની ફક્ત પત્ની નથી રેહતી તે વહુ , ભાભી , દેરાણી અને પુત્રવધુ બની જાય છે! જયારે દીકરા ના લગ્ન થાય છે ત્યારે વહુ ઘરમાં આવે છે ત્યારે માં ગણી ખુશ હોય છે એક દીકરા તરીકે કોઈ પણ પ્રકાર ની કમી નથી રાખતો દીકરો પોતાની માં ને ખુશ રાખવા માં પણ કયાંક ને ક્યાંક સમય જતા એક એવી લાગણી થવા લાગે છે કે જે દીકરા ને નાનપણ થી મોટો કર્યો તેજ દીકરો હવે વહુ નો થઇ ગયો!! તો આ બાજુ દીકરા ને માંનો પ્રેમ વધારે મળવા થી પત્ની ને પણ મનમાં એવી લાગણી થવા લાગે છે કે તેના પ્રેમ માં કોઈ ભાગ પડાવે છે આમ જો સમજવા જઈ એ તો બને વસ્તુ સાવ અલગ જ છે જે દીકરા ને જન્મ આપીયો હોય ભણાવી ગણાવી ને મોટો કર્યો હોય તેજ દીકરા ઉપર લાગણી તો થવાની જ !...

ગણી બધી પત્નીઓ આવા સંજોગો માં પોતાના પતિ ને કેહતી હોય છે !.....

"તમે તો સાવ માવડિયા જ છો "

"હું આખો દિવસ કામ કરું તે દેખાતું જ નથી "

તો બીજી તરફ માં પણ ગણી વાર દીકરા ને કેહતા હોય છે !.........

"ભણાવી ગણાવી ને મોટા કર્યા અને તમે વહુ ના થઇ ગયા "

"વહુ ગેલો થઇ ગયો છે "

આવાં સંજોગો માં પતિ બિચારો કરી કરી ને શું કરે ?? પતિ જયારે ઓફીસ થી આવે છે ત્યારે કેટલી પત્નીઓ તેમની પ્રેમ થી પાણી નો ગ્લાસ આપે છે ??? તેનો સર્વે કરવા જઈએ તો કદાચ 25 % પત્ની ઓ જ પોતાના પતિ સાથે આ રીતે વર્તતી હશે !.. પતિ સવારે ઓફીસ જવા નીકળે ત્યારે થી લઇ ને પતિ જયારે સાંજે ઘરે આવે ત્યાં સુધી નું આયોજન પત્ની પેહલા થી જ ઘડી નાખે છે સવારે જ પતિ ને ઓડેર આપતી હોય તેમ કહે છે "સાંજે વેહલા આવજો આપણે જવાનું છે જમવા માટે બહાર " કોઈ અગમ્ય કારણ સર ઓફીસ માં અચાનક કામ વધારે આવી પડ્યું અને પતિ ને આવવા માં મોડું થઇ ગયું ત્યારે જેવો પતિ ગરમા એન્ટર થયો કે " મહાભારત ચાલુ !...

આજનાં સંજોગો પ્રમાણે જોઈએ તો દરેક પત્ની ની ઈચ્છા હોય છે કે તેમનો પતિ તેમના સાથે બેસી ને પ્રેમ થી વાતો કરે પણ અત્યાર ની પરીસ્થિત મુજબ પતિ જયારે ઓફીસ થી આવે છે ત્યારે તે આખાં દિવસ ના કંટાળેલા હોય છે બહાર જી જ સંજોગો નથી હોતા પતિ ગરમા આવી ને છાપું વાંચવા કે ટીવી જોવા બેસી જાય છે આ સ્થિત માં પત્ની તરફ થી અનેક પ્રકાર ના પ્રત્યાઘાત આવાના ચાલુ થઇ જાય છે તે સવ્ભાવિક છે !.. ગણી પત્નીઓ પોતાના પતિ સાથે આ રીત નું વર્તન કરતી જ હશે ગુસ્સો કરવો , ઉપેક્ષા કરવી , ખોટો બબડાટ કરવો , પતિ બોલાવે ત્યારે બીજા કામમાં જવું , બેડરૂમ માં પડખું ફરી ને સુઈ જવાનો ડોળ કરવો , બાળકો ની સામે ગુગલી બોલ વાગે તે રીતે કટાક્ષ મારવા , બધા ની વચે પતિ ને ઉતારી પાડવા !.... આવું બધું ગણી જ પત્નીઓ કરતી જ હોય છે પણ શું આ યોગ્ય છે ??? આપણી પોતાની વ્યક્તિ ને આપણે નહિ સમજી શકીએ તો બીજું કોણ સમજશે ??આવા સમયે પતિ ને જે ગમે તેવું કરવું જોઈએ નહિ કે ખોટા બબડાટ થી બને ની જીંદગી નીરસ દેવી !..

ઘરમાં જો કોઈ કારણસર જગડો થાય તો બધો જ દોષ નો ટોપલો પતિ પર ધોળી દેવા માં આવે છે !... જો પતિ ને ઓફીસ થી આવતાં મોડું થઇ જાય તો કયાં ગયા હતા થી લઇ ને કેટલી મિનીટ વાત થઇ ત્યાં સુધી ની ઇન્ક્વાયરી થઇ જતી હોય છે !.. પતિ એ કોઈ જેલમાં રેહતો કેદી નથી ..કે જેને દરેક વાત માં પત્ની ની પરમીશન લેવાનું રસ્તા માં કોણ મળ્યું હતું ??સુ વાત થઇ?? આ બધા સવાલો ને સાચા સંબંધ માં કોઈ જ જગ્યા નથી મળતી પણ ...વિશ્વાસ રાખો વિશ્વાસ ઉપર દુનિયા ટકેલી છે ..
એક પતિ એ પોતાની પત્ની ને કહ્યું જમવા બેઠા ત્યારે ... તું રસોઈ બહુ જ સરસ બનાવે છે ..હવે થી તારે જ બનાવની મને તારા હાથ ની રસોઈ બહુ ભાવે છે !.... સામે પત્ની એ કઈ વિચાર્યા વગર જ તસતસતો જવાબ આપી દીધો " રોજ હું જ બનાવું છું તમારા મમ્મી નથી બનવતા કઈ !.... હવે આ કિસ્સા માં તમને શું લાગ્યું ??? પતિ એ પોતાનો પ્રેમ વય્ક્ત કર્યો તો એમાં તો જેમ કે ગુનો કરી દીધો હોય તેવો જવાબ મળ્યો !.....ગણી વાર શબ્દો સમજવા એટલા મુશ્કેલ બની જાય છે કે આપણે તેને જે અર્થ થી બોલ્યા હોઈએ તેનો જ અનર્થ થઇ જાય છે !...

પતિ ની પણ પર્સનલ જિંદગી હોય છે તેમને પણ પોતાનાં મિત્રો સાથે હરવા ફરવા નું મન થતું હોય છે પણ આજકાલ ની પત્નીઓ પતિ ને મિત્રો પાસે જવા જ નથી દેતી !...પતિ ને પણ કયારેક સામે થી કેહવું જોઈએ કે તે પોતાના મિત્ર સાથે બહાર જાય કે તેમને ગમતું કંઈક કરે દરેક વ્યક્તિ ને પોતાના જીંદગી પોતાની રીતે જીવવાનો હક છે !... લગ્ન ની તારીખ ભૂલી ગયો એનો મતલબ એ નથી કે તે તમારા સંબંધ ને પણ ભૂલી ગયા છે બની સકા એકે ઓફીસ માં કામ વધારે હોવા થી ભૂલી ગયા હોય યાદ પ્રેમ થી યાદ કરાવા માં કઈ નાના નથી થઇ જવા ના !... પરંતુ હું શું કામ કહું ??? તમને યાદ કેમ નથી ?? જેવા અર્થ વહાર ના વાળ વિવાદ કરવા થી કઈ જ નહિ વળે જો એક સુખી જીંદગી જીવવી હોય તો એકબીજા ને સમજતા રહી ને જીવવાની.. પતિ કઈ કહી નથી સકતા તેનો મતલબ એ નથી કે તેમના માં કોઈ લાગણી કે પ્રેમ નથી !.. સામાન્ય રીતે પતિ કયારેય પણ પોતાની લાગણી બતાવતા નથી અને જયારે બતાવે છે ત્યારે પત્ની તેને સમજી શકવા માં અસમર્થ રહે છે !... પરિણામે સંબંધો માં નીરસતા આવી જાય છે..
"આજના જમાના નો પતિ એ પત્ની માટે માત્ર એક ડ્રાઇવર અને ક્રેડીટ કાર્ડ જ છે જયારે જરૂર પડે ત્યારે બહાર જવાનો ઓડર કરવાનો અને જયારે જરૂર પડે ત્યારે પૈસા ની માંગણી કરવી " આવા સંજોગો માં પતિ ને બિચારા થવા સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી રેહતો !.....


જો સમજણ ની વાત હતી તો સમજણ હારી ના હોત પણ , આતો વાત હતી નસીબ ની તો જીંદગી ને કઈ રીતે હરાવી શક્યા હોત !!....


સમજવું અઘરું છે !!





વણ કેહવાતી વાત સમજવાનું અઘરું છે 
કહી ને અણગમતા થવાનું એ અઘરું  છે 

આકાશ છે આજે ગમઘોર કાળું ડીબાંગ 
પવન ના પ્રવાહ માં વરસવાનું અઘરું છે 

ધરતી રડી રહી છે યાદ માં પણ કેહવું અઘરું છે 
આંધી નું રમખાણ રોકાશે કયારે તે કેહવું અઘરું છે 

મનનાં જન્જાવત તો ચાલ્યાં જ કરશે 
પણ રોકાઈ જશે ક્યારે ? તે કેહવું  અઘરું છે 

આ હસતાં ચેહરા દેખી ના ભરમાશો 
અંદર ના આઘાત સમજવાનું અઘરું છે 

જીંદગી માં કોઈ સમજે , કોઈ સમજાવે , !!
કોઈ રડે ,કોઈ દુઃખ છુપાવે , કોઈ બતાવે 

એવાં શબ્દો ની જંજાળ માંથી બહાર નીકળવું અઘરું છે પણ મુશ્કેલ તો નથી જ !!
                      

Sunday 15 June 2014


એક એહસાસ 



જીંદગી એક રસ્તો બની ગઈ છે !........

જવું છે કયાં તેની ખબર નથી !.........

શોધું છું દરેક રસ્તા માં !........

કયાંક એ રસ્તો મળી જાય જે તારા તરફ લઇ જાય !....

દુનિયા એ રસ્તે મને જવા દેતી નથી !...

લોકો મુજને તારો પ્રેમ પામવા દેતાં નથી !...

તારા લખેલાં  કાગળો મારી પાસે લોકો પહોચવા દેતા નથી !...

કાગળો ની તકતી પર લખી દીધી છે દિલ ની  વેદનાં !....

એજ કાગળો તારા સુધી પહોચવા દેતા નથી !.....

જીંદગી થી હારી ને જેર પીનાર ને બચાવા દોડી જાય છે લોકો !....

પણ જીવવા ઈચ્છનાર ને જીવવા દેતા નથી!.........

 હજી તો પૂરું વિશ્વ જીતવાનું બાકી છે !....

છતાં પણ કંઈક ખૂટે છે મારી કલમ માં !.....

સમજાતું નથી કઈ રીતે ઉતારવો આ જીંદગી નો નશો 

નજાકત જીંદગી ની સમજવી અઘરી છે !....

જીંદગી ની અફરાતફરી માં હજી પણ રસ્તો તારો જ દેખાય છે !.......

પણ અફસોસ એ તારા સુધી પહોંચતો નથી !.....

દુનિયા આને  જ કેહવાય એ શા માટે કોઈ સમજવા તૈયાર નથી !???






Friday 13 June 2014

આ દુનિયા માં જે ઘડી ને રોકી રોકાતી નથી , તે ઘડી એટલે કન્યાવિદાય ,



કન્યાદાન



પિતા ને પૂછો તેનાં મન ની વ્યથા શું મારી દીકરી આટલી મોટી થઇ ગઈ છે ,

ખેલતી કુદતી.આખાં ઘર માં રોનક ફેલાવતી દીકરી ,

આજે અચાનક શરમ અને મર્યાદા માં વીંટળાઈ વળી છે ,

ગાય  ના  દાન દેવાય  જમીન જાર ના પણ દાન દેવાય ,

'કન્યાદાન 'કહી ને ક્યા અર્થે દીકરી ને પારકે ઘેર દેવાય ????



ઘર ના આગનામાં રહેલો તુલસી નો ક્યારો એટલે દીકરી તે આપણે સહુ કોઈ જાણીએ જ છીએ.. પિતા ના ઘરમાં અતિ લાડકોડ અને પ્રેમ થી ઉછરેલી દીકરી ને એક દિવસ પોતાનાં ક્યારા માટે નવું સ્થાન શોધવું જ પડે છે ..દીકરી રૂપી તુલસી ના ક્યારા ને એક દિવસ આખી ને આખી મૂળ માટી સાથે બીજા ના ઘર ના કુટુંબ ના ક્યારા માં રોપવાનો અવસર આવે છે , માંડવો બંધાય છે , ઢોલ શરણાઈ વાગે છે ,ગણેશપૂજા થાય છે , પોતાના ના અંગે અંગે પીઠી પરિવાર ની સ્ત્રીઓ અતિ ઉત્સાહ પૂર્વક લગાવે છે ,મંગળફેરા ફરાય છે અને વિદાય ની એ વસમી વેળા આવી ચડે છે અને દીકરી ને એક એવી વ્યક્તિ ના હાથ માં સોપી દેવી પડે છે કે જેને આપણે માત્ર એક કે બે  વાર ની મુલાકાત માં જ મળ્યા હોઈએ છીએ...

આમ તો જયારે દીકરી કુંવારી હોય છે ત્યારે તે સ્કુલ કે કોલેજ માં જતી હોય છે ત્યારે આપણે કેહતા હોઈએ છીએ કે "બેટા , આવતાં જતાં ધ્યાન રાખજે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત ના કરતી "અને તેજ દીકરી ને આપણે એક દિવસ એક અજાણી છતાં પણ જાણીતી હોય તેવી વ્યક્તિ સાથે આખી જીંદગી જીવવા માટે ના બંધન માં બાંધી દેતા હોઈએ છીએ એ વખતે આપણે તેને નથી કેહતા કે બેટા સંભાળજે પણ એવું કહી ને સમજવતા હોઈએ છીએ કે બેટા સમજી ને રેહજે ....આજ તો કુદરત ની મોહમાયા છે કે એક અજાણી વ્યક્તિ ના હાથ માં આપણે આપણા કાળજાં ના કટકા ને સોંપી દેતા હોઈએ છીએ અને એજ આશય થી કે તે વ્યક્તિ આપણી દીકરી ને  હમેશાં ખુશ જ રાખશે ...



ગૃહસ્થાશ્રમ ની આખી આયુષ્ય યાત્રા માં ગણા બધાં પ્રસંગો છે માણસ નો જન્મ પ્રસંગ , બાળપણ નો પ્રસંગ , યુવાની નો પ્રસંગ , લગ્ન પ્રસંગ વૃધાવ્સ્થા નો પ્રસંગ અને મરણ નો પ્રસંગ પરંતુ આ બધાં જ પ્રસંગો થી  ઉપર કોઈ હોય તો તે છે કન્યા વિદાય નો પ્રસંગ.કન્યાવિદાય જેવો કરુણ અને મંગલમય પ્રસંગ આ દુનિયા માં બીજો કોઈ જ નથી. ઘર ની મોભી વ્યક્તિ જોશી જી મહારાજ ને બોલાવી ને કુટુંબ ના બીજા સભ્યો ને ભેગા કરી ને દીકરી ના લગ્ન માટે સારામાં સારી તિથિ જોઈ ને લગ્ન નું મૂહર્ત જોવડાવે છે મૂહર્ત નક્કી થાય ત્યાર થી ઘર ના દરેક ખૂણે દીકરી ના લગ્ન માટે થતી તૈયારીઓ ની ખુશ્બુ આવવા લાગે છે જયાં જયાં દીકરી એ નાનપણ માં પગ મુક્યા હતા ત્યાં ત્યાં આજે કંકુ ની ઢગલીઓ જોવા મળે છે હવે લગ્ન ને આડે ફક્ત ગણતરી ના દિવસો જ બાકી રહયા છે હજી દીકરી ને પોતાની બહેનપણી ઓ સાથે વધારે સમય વિતાવાની ઈચ્છા થાય છે પણ સમય ક્યાં રોકાયો હ્ચે તો રોકાશે મમ્મી અડધી રાત્રે ઉઠી ને જોઈ લે છે મારી દીકરી નિરાંતે ઊંઘે તો છે  ને તે જોવા માટે માં અડધી રાત્રે ઉઠી ને દીકરી ને માથા

માં હાથ ફેરવે છે અને કહે છે બેટા નિરાતે ઊંઘ તું ખબર નહિ થોડાં દિવસો પછી તને આ ઊંઘ મળે કે નહિ નવાં પરિવાર માં અને નવાં લોકો વચ્ચે મારી દીકરી ને આ શાંતિ ની ઊંઘ નહિ જ મળે તે જ આશય થી એ મમ્મી દીકરી ને સુતા જોઈ રહે છે અને ક્યાંક પોતાના આંસુ દીકરી ના હાથ ઉપર ના પડે નહિ। . નહિ તો તે જાગી જશે તે જ વિચારી ને માં પોતાનાં ડુસકા હર્દય માં ગળી જતાં દીકરી ના લગ્ન ની તૈયારી માં લાગી જાય છે દીકરી માટે આખું કરિયાવર હજી ભેગું કરવાનું છે તે ચિંતા માં મમ્મી  સુઈ જાય છે અને સવારે ફરી પાછાં લગ્ન માટે ની દોડધામ માં લાગી જાય છે દીકરી ને શું ગમે છે અને શું નથી ગમતું થી લઇ ને દીકરી સાંજે શું જમશે બધી જ કાળજી લેવા માં આવે છે. મમ્મી ના ચેહરા પર ઉચાટ અને ઉમંગ બને દેખાઈ આવે છે ઉચાટ એ વાત નો કે ક્યાંક દીકરી ના લગ્ન માં કઈ ખામી ના રહી જાય અને આનંદ એ વાત નો કે દીકરી હવે પોતાની  ગૃહસ્થી સંભાલી લેશે..'




પરંતુ , આ બધાં માં એક પિતા ની મનોસ્થિત ની જાણ કોઈ ને નથી હોતી પિતા બધાં જ દુખ પોતાનાં પોતનાં મનમાં રાખી ને હોંશે હોંશે દીકરી ના લગ્ન ની તૈયારી કરતાં હોય છે ..  પિતા એ પોતાના મન ની બધી જ વેદનાં પોતાની ભીતર ભંડારી દીધી હોય છે જો ઘર ની મોભી વય્ક્તિ એટલે કે પિતા જ અસ્વસ્થ બની જશે તો દીકરી નો પ્રસંગ કઈ રીતે ઉકલશે ? દીકરી ના લગ્ન ની નાની મોટી બધી જ તૈયારીઓ નું આયોજન પિતા ના મનમાં ચાલતું હોય છે ચૂડો - પાનેતર , કંકાવટી ,માચી બાજોઠ , માં - માટલું દરેક એ દરેક વસ્તુ ની ખરીદી પિતા ચીવટ પૂર્વક કરતા હોય છે. હજી મૂળ વસ્તુ તો બાકી જ રહી ગઈ દીકરી ના દાગીના !... ચાલો દીકરી રતનપોળ તમને ગમતાં ઘાટ ના દાગીનાં પસંદ કરી લો સાથે સાથે સાડી પણ ખરીદતા આવીએ। .. એક મોટી ટંક અને સાથે બીજી ઘરવખરી પણ ....ખરીદતાં આવીએ  ..




ઘરના રંગરોગાન થી લઇ ને રસોડા નો સમાન , પૂજાપો જાન નો ઉતારો , લગ્ન માં જમણ માટેનું મેનુ એ બધું જ  ગણી સારી રીતે ગોઠવાઈ ગયું છે છતાં પણ દીકરી ના બાપ ને થાય છે લાવ ને એક આંટો વેવાઈ ને ત્યાં મારી આવું જાન માં કેટલાં લોકો આવશે અને કેટલા ને શું પેહરમની કરવાની છે તે પાકું કરતો આવું અને આ સિવાય પણ બીજાં વહેવાર ની વાતો કરતો આવું ના કરે નારાયણ અને વેવાઈ ને કઈ વાંકું પડી જાય તો દીકરી ને આખી જીંદગી સાંભળવું પડે મનમાં આવો વિચાર કરતા દીકરી ના પિતા વેવાઈ ને ત્યાં જઈ ને બધું જ પાકું કરી આવિયા.. થોડાં સમય માં કંકોતરીઓ છપાઈ નજીક ના સગાવ્હલા ને તેડાવિયા ....પેહલી કંકોત્રી કુળદેવી ને લખી એક પિતા એ અને કહ્યું " હે માં .. મારી દીકરી પોતાનાં નવા જીવન માં ડગ માંડવા જી રહી છે તેને તેની નવી જીંદગી માં ગણી જ ખુશ રાખજે હંમેશા તારા આશીર્વાદ મારા કાળજાં ના કાટકા સાથે રાખજે " આટલું કહી ને પિતા ટકા ના એકવીસ રૂપિયા મૂકી ને દીકરી ના લગ્ન ની કંકોત્રી કુળદેવી ને ત્યાં આપવા જાય છે ..દીકરી એ તો પોતાના મિત્રમંડળ માં આપવા માટે અલગ થી કંકોત્રી ચપાવી હોય છે પોતાની પસંદગી ની ત્યારે  પિતા કહે છે હા બેટા કેમ નહિ તારી જે  ઈચ્છા હોય તે બધું જ કેહ્જે હું બધું જ કરીશ ..

મમ્મી આડોશ - પડોશ માં જી ને દીકરી નું કરિયાવર જોવા માટે નું આમંત્રણ આપી આવે છે અતિ ઉત્સાહભેર હવે તો લગ્ન ને બે દિવસ બાકી રહયા છે આવતી કાલ ના રાસગરબા માં દીકરી ગણી થાકી ગઈ છે તો તેને આખો દિવસ આરામ કરવાં દો ..આ વાક્ય દરેક દીકરી ની માતા પોતાની દીકરી ને કેહતી જ હોય છે બેટા પાણી માં હાથ ના પ્લાળીશ નહિ  તો તારી મેહંદી જતી રેહશે હું તને મારા હાથે જમાડીશ અને જોજે તારી મેહંદી નો રંગ બહુ જ ઘેરો આવશે ..આટલું કહી ને માં પોતાની દીકરી ને જેમ કે છેલ્લી વાર ના કોળિયા ભરવતા હોય તેમ અતિ લાગણીશીલ હર્દયે દીકરી ને જમાડતાં હોય છે દીકરી ને પણ જાણે અમૃત નો સ્વાદ આવતો હોય તમે તે પણ અતિ લાગણીશીલ મન થી માં ના હાથે હોંશે હોંશે જમે છે .

માં - બાપ તો દીકરી ના લગ્ન માં કોઈ કમી રાખતાં જ નથી ભાઈ પણ અતિ ઉત્સાહ પૂર્વક બહેન ના લગ્ન માં ભાગ લે છે બહેન ને કોઈ પણ વાત નું ઓછું ના લાગે તે જ વિચાર થી ભાઈ બહેન ને બધું જ આપે છે અને પોતાની લાડકી બહેન ને જતાં જતાં ચીડાવવાનું પણ ભાઈ ચૂકતો નથી ....ભાઈ અને બહેન ના મીઠા જગડા તો આખી જીંદગી ચાલતા જ રહે છે છતાં પણ દીકરી ના લગ્ન માં જયારે ચોરી માં ભાઈ જવ તલ હોમવા માટે આવે છે ત્યારે એવું લાગે છે કે હવે આ બહેન સાથે ખબર નહિ કયારે પ્રેમ થી મીઠો જગડો કરવા મળશે.. 
..આખો પરિવાર દીકરી માટે કંઈક ને કંઈક લાગણી થી અને પ્રેમ થી દીકરી ને ખુશ રાખવા માટે કરતો જ હોય છે ..





હવે તો લગ્ન ને આડે એક રાત જ રહી છે મંડપ ને છેલ્લો ઓપ અપાઈ ગયો છે લાઈટ અને ડેકોરેશન પણ પૂરું થઇ ગયું છે ચોરી પણ ફૂલો થી સજાવી દેવી છે યુવાન દીકરીના મનના ઉમળકા ને ફૂલો થી સજાવાઈ રહ્યા છે ચારે કોર આનંદમંગલ વરતાઈ રહ્યા છે નાનપણ માં જે દીકરી ફૂલો થી બગીચો બનાવી ને રમતી હતી તેજ દીકરી આજે તેજ ફૂલો ની ચોરી માં બે ઘર ની મર્યાદા રાખી ને ચોરી માં પધારી રહી છે .લગ્ન ની આગલી રાતે વડીલ વર્ગ તો સુતો જ નથી...એજ વિચાર થી કે સવારે વહેલા જાન આવવાની છે ....


સવારે વહેલા જન આવી પહોંચી ..સાસુજી એ અતિ હરખ ભેર પોતાના જમાઈ ને પોંખી લીધા ...જમાઈ ને માહ્યરા માં બેસાડ્યા થોડી જ વાર માં ગોર મહારાજે કન્યા પધરાવો સાવધાન નો સાદ પાડ્યો અને દીકરી ને લગ્ન મંડપ માં લઇ આવિયા ભાભી અને બહેનપણી ઓ ની વચ્ચે દીકરી એકદમ ધીમા પગલે ચાલતી આવે છે જેમ કે બધી જ શરમ અને મર્યાદા બધી જ  આજે દીકરી ને ઘેરી વળી છે ...જે દીકરી ગઈ કાલ સુધી દોડતી કુદતી આવતી હતી તેજ દીકરી આમ અચાનક મર્યાદા ના બંધન માં બંધાઈ જાય છે . વાર કન્યા ને માંડવા માં બેસાડ્યા ચાર આંખો મળી  અને શરમ થી ઢળી પડી , શરણાઈ ના સુર ગુંજી ઉઠ્યા , વરપક્ષ અને કન્યા પક્ષ વચ્ચે ફટાણા ગાવા ના ચાલુ થયા ..... માતા - પિતા એ અતિ ઉત્સાહ ભેર દીકરી  નું કન્યાદાન કર્યું ...જમાઈ ના હાથ માં દીકરી નો હાથ દીધો અને પુરા સમાજ ની સાક્ષી માં દીકરી નું કન્યાદાન કર્યું ...કન્યાદાન કરતી વખતે માં -બાપ ની આંખો માં આંસુ તો હોય છે જ પણ સાથે સાથે મનમાં એક હરખ પણ હોય છે  સંસાર ને ભલે ગમે તેવો કરોડપતિ પિતા કેમ ના હોય પણ કન્યાદાન અતિ હરખ ભેર કરતા હોય છે .

આખરે પુરા છ મહિના ની તડામાર તૈયારી પછી જેના માટે પુરા છ મહિના સુધી તૈયારી કરી હતી એ ઘડી આવી ચડી દીકરી ની વિદાય ...કોણ રોકી શક્યું છે આ ઘડી ને ???  આખાં સંસાર માં જે ઘડી રોકી રોકાતી નથી તે ઘડી એટલે કન્યા વિદાય .. ભલે ને ગમે તેવા કઠણ કાળજાં ના  પિતા કેમ ના હોય પણ તે દીકરી ની વિદાય સમયે પોતાની જાત ને સંભાળી  શકતા નથી ...શા માટે આપણે આ ઘડી ને રોકી શકતા નથી ....ઈચ્છવા છતાં પણ...આપણા કાળજાં ના કટકા ને આપણા થી અળગો કરવો જ પડે છે આજ તો દુનિયા નો દસ્તુર છે જે દરેક વ્યક્તિ એ નિભાવવો જ પડે છે ....એક આંખ માં ખુશી અને બીજી આંખ માં આંસુ એટલે કન્યાવિદાય ............. જયારે દીકરા માટે વહુ લાવીએ છીએ ત્યારે બને આંખો માં હરખ ની ખુશી જોવા મળે છે પણ શું ક્યારેય વિચાર્યું છે ખરા જે વ્યક્તિ આપણા ઘરે આવી છે તેની મનોસ્થિત શું છે ????? 
દીકરી ની વિદાય ની ઘડી આવી દીકરી આખાં પરિવાર ભેટી ને રડી પડી ...જેમ કે પરિવાર ની તેને અલગ કરવા માં આવી હોય તેવી લાગણી સાથે દીકરી ને માથે હાથ ફેરવતાં માતા બોલી ઉઠ્યા દીકરી આવજે બેટા! આટલા શબ્દો બોલતા બોલતા તો ધરતી જેમ કે ધ્રુજી રહી હોય તેવું લાગવા લાગે છે  કારણ કે જે દીકરી ને ક્યારેક મારાં કાળજાં નો કટકો કીધો હતો તે જ દીકરી ને આજે આવજે બેટા કેહવું માં - બાપ માટે ગણું જ અઘરું છે  ...આંખો માં આંસુ સાથે દીકરી ને ગાડી માં બેસાડી દીધી....... ગાડી દુર સુધી જતી રહી દીકરી ને લઇ ને...સગાવ્હાલા માં ની આજુબાજુ વીંટળાઈ વળ્યા ! કોઈ કે કહ્યું અરે પાણી આપો આશ્વાસન ના ગણા બધાં શબ્દો માં ને કહ્યા બધા એ માં ના મન ને થોડી ટાઢક વળી .











પણ દીકરી ના પિતા ક્યાય દેખાતા નથી!  ... અત્યાર સુધી કઠણ છાતી એ લગ્ન નો અવસર ઉકેલી રહયા હતા તે ક્યાં છે ? ઘર માં જોયું ! ઓશરી માં પણ જોયું ..ક્યાય નથી ક્યાં છે તે પિતા..અચાનક મંદિર વાળા રૂમ માંથી અવાજ આવે છે ડુસકા ભરવાનો જઈ ને જોયું તો તે જ પિતા ભગવાન ની મૂર્તિ સામે જોઈ ને ડૂસકે ને ડૂસકે રડી રહયા છે ...એક પિતા નો તો જાણે હાશકારો જ છીનવાઈ ગયો હતો ..ભગવાન સાથે વાતો કરતા પિતા કહે છે "ભગવાન , મારી વહાલી દીકરી ને સંભાળ જો તમે પારકા ઘર માં શી રીતે રેહશે ???અત્યાર સુધી જે હિમત પિતા એ જાળવી રાખી હતી તેના કણો આંસુ રૂપે સમગ્ર વાતાવરણ ને અબોલ કરી ગયા ...ઉપર થી સ્વસ્થ દેખાતા પિતા ના હર્દય ના ધબકરા બંધ થવાનું નામ નહોતા લેતા ....એટલા માં જ દીકરી નો ફોન આવીયો  પપ્પા  જય  શ્રી ક્રિષ્ના  !!!  દીકરી ના આ ઉદગાર થી જેમ કે દીકરી ના પિતા ફરી થી ઉમળકા સાથે ડુસકા બંધ થઇ ને હરખ થી વાતો કરવા લાગે છે ..અને કહે છે બેટા તું પહોચી ગઈ ???







Sunday 8 June 2014


મારી વ્હાલી દીકરી 


દીકરી એટલે લાગણીઓ નો ભંડાર , વાત્સલ્ય નો ખજાનો , સંવેદના નો સુર અને પ્રેમ નો એવો દરિયો કે જેનો કયારેય કિનારો જ નથી આવતો। ..







દીકરી નો  પ્રેમ પરિવાર ની દરેક વય્ક્તિ માટે દરિયા જેવો જ હોય છે. કેહવાય છે કે દીકરી હંમેશા પોતાના પપ્પા ની લાડકી હોય છે। ..... ભલે તે મમ્મી સાથે આખો દિવસ રહેતી હોય પણ પોતાના પિતા કયારે આવશે તે જ રાહ તે જોતી હોય છે। .....જયારે દીકરી નાની હોય છે ત્યારે તેના પપ્પા ઓંફિસ થી આવે   ત્યારે દીકરી ભલે ને તેની ગમે તેવી બહેનપણી  સાથે રમતી કેમ ના હોય તે ગમે ત્યાં થી આવી જાય છે અને કહે છે  "પપ્પા આવિયા પપ્પા આવિયા .." તેના આ ઉદગાર થી જ  સમજાઈ જાય છે કે દીકરી ને તેના પિતા પ્રત્યે કેટલી લાગણી અને  પ્રેમ છે અને આજ  દીકરી જયારે સાસરે થી આવે છે ત્યારે આજ પિતા જેમ કે પાનખર માં વરસાદ નું આગમન થયું હોય તેમ અતિ લાગણીશીલ  સ્વરે કેહતા હોય છે "અરે મારી   દીકરી આવી ગઈ......  " પિતા - અને દીકરી ના સંબંધ જ એવા છે કે તેમાં કોઈ પણ સ્વાર્થ  વગર ની લાગણી હોય છે.જયારે એક પિતા પોતાની દીકરી ને સાસરે વળાવે ત્યારે તે દીકરી ને  અતિ ભાવુક અને  છતા પણ આનંદ પૂર્વક વિદાય આપતા હોય છે
                     







દીકરી તારા જન્મ સમયે  એક વચન દીધું છે વિધાતા ને  ........
શા માટે મને આ સંસાર માં એ કામ કરવાનું કીધું છે
કદાચ આ દુનિયા નો દરેક બાપ ના ઈચ્છવા છતાં પણ હોંશે હોંશે કરતો હોય છે 
અરે કોણ કહે છે દીકરી સાપ નો ભારો છે ?????
દીકરી એ તો સાપ ના ભારા ને પણ પોતા ના પરિવાર માટે અપનાવી લે તેવી વ્યક્તિ છે 
દીકરી વગર ની દુનિયા એ કલ્પી ના શકાય તેવી  છે....
શા માટે લોકો દીકરીઓ ને  દુનિયા માં આવતા રોકે છે 
 તમારી માં એ તમને  મારી નાખીયા  હોત તો ???????????????

દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે... એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે પણ, દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે...! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો? દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે... પણ, દીકરી પરણાવતી વખતે એ અચાનક તે ઘરડાં હોય તેવું તેમને લાગવા માંડે છે  દીકરા ના લગ્ન માં પિતા જાન માં નાચવાનું પણ ચુકતા નથી અતિ ઉત્સાહ ભેર પિતા દીકરાની જાન માં નાચતાં હોય છે પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ દીકરી ના લગ્ન માં પિતા મન મૂકી ને નાચ્યા હોય ?????? તો આનો જવાબ છે "ના" દીકરી ના લગ્ન માં પિતા પોતાની જાત ને વૃદ્ધ માનવા લાગે છે તેમને એવી લાગણી થવા લાગે છે જેમ કે મારા કાળજા ના  કટકા ના શી રીતે મારા થી અળગો કરૂ ?? જેને નાનપણ થી ભણાવી , ગણાવી ....સમાજ માં પગભર કરી તેજ દીકરી ને આમ અચાનક વિદાય આપી દેવી હું કઈ રીતે આ વસમી વિદાય ને આનંદ માં ફેરવી શકું........ છતાં પણ બધાં થી વધારે પિતા જ ખુશ હોય છે દીકરી ના લગ્ન માં દુખ તો એ વાત નું હોય છે હવે તે રોજ ની જેમ જીદ નહિ કરે અને પપ્પા..... પપ્પા  એમ પ્રેમ થી હવે રોજ આ પ્રેમ ભરેલા ઉદગાર   સાંભળવા નહિ મળે અને  પાણી નો ગ્લાસ હવે દીકરી ના હાથ નો ખબર નહિ ક્યારે મળશે ?? ???? આટલું બધું દુઃખ પોતાના હર્દય માં  હોય છે છતાં પણ પિતા ને એક વાત નું અભિમાન અને આનંદ હોય છે કે મારી દીકરી હવે પોતાનું ઘર સમ્ભાળી લેશે

પિતા વગર ની દીકરી ને પોતાના જીવન માં હમેશાં કંઈક ને કંઈક ખૂટતું હોય તેવો એહસાસ થયા કરે છે જયારે દીકરી વગર ના પિતા ને સતત ઘરમાં એક સમજુ વય્ક્તિ ની કમી લાગતી હોય છે.કારણ કે દીકરી ઘર ની  સમજુ છતાં પણ એક સહનશીલ વ્યક્તિ કેહવાય છે. 

પાંચ દીકરા નો બાપ હમેશા દુખી જ હોય છે પરંતુ પાંચ દીકરી ઓ નો બાપ કયારેય પણ દુખી હોતો નથી.તેને ગમે ત્યાં થી એ મળી જ જાય છે . છે દીકરી ને આપવા માટે દીકરી વિશે પ્રાચીન કાળ  થી ચાલ્યું આવ્યું છે  કેહવાય છે જે જો રાવણ ને એક દીકરી હોત તો એને સીતા નું હરણ ના કર્યું હોત અને જો દશરથ ને એક દીકરી હોત તો તેમનું પુત્ર વિયોગ માં મૃત્યુ પણ ના થયું હોત .... દીકરી એને કેહવાય જે બીજા ના ગરમા જએઈ ને દીવો કરે એને દીકરી કેહવાય.

દીકરી એ પિતા ની લાડકી હોય છે હમેશાં પિતાનું અને પુરા પરિવાર ની ગણી જ કાળજી પૂર્વક ધ્યાન રાખે છે પિતા માટે પણ પોતાના દીકરા કરતાં દીકરી વધારે વ્હાલી હોય છે કારણ કે દીકરો એ તો કાલે વહુ આવશે ત્યારે બદલાઈ જશે પણ દીકરી બીજા ના ઘરે જઈ ને પણ ક્યારેય પોતાના પિતા ને ભૂલતી નથી . પિતા ને સ્વર્ગ પૃથ્વી પર બતાવે તે એટલે દીકરી અને પિતા ને વૃધાશ્રમ બતાવે તે એટલે દીકરો  .....હંમેશા દીકરી ને  ગણો જ પ્રેમ આપો તે થોડા સમય ના પ્રેમ થી જ તેની સાસરી માં પોતાના પિતા નું નામે તારશે.દીકરીઓ એ ઘર ના આંગણમાં રમતી ચકલીઓ જેવી હોય છે આજે પિતા ના ઘરે છે તો કાલે બીજે ક્યાંક વસવાટ કરશે..