Powered By Blogger

Saturday 30 August 2014

દીકરા તો જૂજવા થયા રે, વહુઅરો દે છે ગાળ; દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ ?



" ઘડપણ કોણે મોકલ્યું ? "

"દીકરા તો જૂજવા થયા રે, વહુવારું  દે છે ગાળ દીકરીઓને જમાઈ લઈ ગયા , હવે ઘડપણના છે હાલ   ?"




"ઘડપણ " આ શબ્દ સાંભળતાની સાથે જ આપણ ને એક ખૂણા માં અથવા મંદિર ના ઓટલા પર બેસેલા અને ભગવાન ના ભજન ગાતા આપણા વૃદ્ધ વડીલો નજર સમક્ષ આવવાં લાગે છે !. ઘડપણ બહુ જ દોહ્યુલું હોય છે.માણસ સાહીઠ વર્ષ વટાવે પછી બલ્ડપ્રેશર , ડાયાબીટીસ , વા , કોલેસ્ટ્રોલ , બાયપાસ સર્જરી જેવા ડરામણા શબ્દો નું બ્લેકમેલીંગ શરુ થઇ જાય છે. સામાન્ય રીતે ઘણા લોકો એવો માનતા હોય છે કે છોકરા ના છોકરા આવી ગયા એટલે હવે મંદિર મહાદેવ કરવાનું અને ઘડપણ આવી ગયું !. પરંતુ આ તદન ખોટી વિચારસરણી છે જય સુધી વય્ક્તિ નું મન યુવાન છે ત્યાં સુધી તેને ઘડપણ શબ્દ અસર નથી કરી સકતો !..
આજના બદલાતા યુગ માં રોજગારી મેળવા માટે ગામડા માંથી શહેર માં આવતા થયા છે. પરિવાર માં દીકરો અને વહુ બને નોકરી કરતા હોય અને ત્યારે ગામડા માં રેહતા માં - બાપ ને શહેર માં લાવીને  સાથે રાખવા એ જાણે કે મજબૂરી  બની ગઈ છે આવા સંજોગો માં સાથે રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી રેહતો , મને - કમને માં - બાપ ને સાથે રાખવા જ પડે છે પરિણામે રોજ સર્જાય છે કલેશ અને કંકાશ !..
પરિણામે  દીકરો માં - બાપ ને એક એવી જગ્યા એ રેહવા માટે મૂકી આવે છે જયાં ગણા બધા લોકો એકસાથે રેહતા હોય..  તેને કેહવાય છે વૃધાશ્રમ !... કદાચ આપણા જ લોકો ના આધુનિક વિચારો ને કારણે આજે આપના દેશ માં વૃદ્ધાશ્રમ ની સંખ્યા અનાથાશ્રમ કરતા પણ ત્રણ ગણી વધી ગઈ છે . જ માં - બાપ એ આપણ ને આંગળી પકડી ને ચાલતા શીખ્વાડીયું તેજ માં - બાપ ને આપને  વૃધાવ્સથા માં આંગળી પકડી ને વૃધાશ્રમ માં મૂકી આવતા હોઈએ છીએ !.. શા માટે ???? એક માં -બાપ ચાર બાળકો નો પ્રેમ થી ઉછેર કરી શકે છે પણ ચાર બાળકો એક માં -બાપ ને સાચવી નથી સકતા.... શું આને આધુનિકતા કેહવાય ????? આધુનિકતા ની હરીફાઈ માં આપને આપણા સંસ્કારો ને પાચલ છોડતા જઈએ છીએ !... પણ એ કયારેય નથી વિચાર્યું કે આ દુનિયા માં ભલે ગમે તેટલા આગળ વધીશું.... ગમે તેટલા.. મોડર્ન બનીશું પણ આપણે આપણા સંસ્કારો ને કયારેય પણ ના ભૂલવા જોઈએ !....

 "જે દીકરાઓ માં - બાપ ને વૃધાશ્રમ માં મૂકી આવે છે તે દીકરા ઓ માટે તેમની  વૃધાવ્સ્થા   ના સમય માં        વૃધાશ્રમ માં પણ જગ્યા નથી મળતી !... માં - બાપ ની સેવા  કરીશું તો ભગવાન માટે  જાત્રા કરવાની જરૂર નહિ પડે "





આખી જીંદગી કરેલી ભાગદોડ નો આરામ કરવાની અવસ્થા એટલે ઘડપણ !.. વ્યક્તિ આખી જીંદગી ભાગતો જ રહે છે એક ઘડપણ જ એવું છે કે જયારે તેને આખી જીંદગી નો અઆરમ કરવાની તક મળે છે પરંતુ !... સંતાનો ને તો આ આરામ ઘરમાં કુચતો હોય તેવું લાગે છે !..... વ્યક્તિ જયારે ઘરડી થાય છે ત્યારે તેની કીમત આપોઆપ જ ઘટી જાય છે !... ઘરમાં એક ફાટેલી -  તૂટેલી  ખાટલી માં સુવા માટે સ્થાન આપવામાં આવે છે ! ...આવું બધું ઘણા બધા ઘરો માં થતું હોય છે !..જે બાળકો માં - બાપ ને સાચવી નથી સકતા તે સંતાનો ને તો ભગવાન પણ કયારેય સાચવતાં નથી !... જે વ્યક્તિ એ આ દુનિયા માં પેહલું વૃધાશ્રમ બનાવિયું હશે તે વ્યક્તિ ખરેખર કઠણ કાળજા ધરાવતી હશે.........












જે માં - બાપ દીકરા ને ભણાવી ગણાવી ને મોટો કરે છે , સમાજ મા મોભો અપાવે છે તે જ દીકરો મોટો થઇ ને માં - બાપ ને ગર ની બહાર કાઢી મુકે છે આના થી મોટી કરુણતા આ દુનિયા માં  બીજી શું હોઈ  સકે। ... આ દુનિયા માં ભગવાન બધી જ જગ્યા એ નથી પહોચી શકતા માટે જ તેમને માં - બાપ ને બનાવીયા છે જેથી આપણે આપની જીંદગી માં જો ભટકી જઈએ તો આ ભગવાન આપણ ને રસ્તો બતાવે પણ આપણો આ કેહ્વતો દંભી સમાજ પોતાના ભગવાન રૂપી માં -બાપ ને વૃદ્ધાશ્રમ જેવી જગ્યા એ મૂકી આવે છે જયા તેમને દાદા-દાદી જેવા મધુર શબ્દો પણ સાંભળવા નથી મળતાં !..........ઘરડા ઘડપણ માં કોઈ વ્યક્તિ પાસે થી થોડી ગણી હુંફ કે પ્રેમ મળે તો જેમ કે મન નાના બાળક ની જેમ ખીલી ઉઠે છે !.. ઘડપણ માં વ્યક્તિ નાના બાળક જેવી બની જાય છે !.. બસ આપણે  તેમને સાચવી નથી સકતા શા માટે  ???? જયારે  આપણા માં  સમજણ નહોતી ત્યારે આજ માં - બાપ આપણ ને  સાચવતા હતા !...   પ્રેમ આપતા હતા !... ગણી બધી ભૂલો ને નજરઅંદાજ કરતા પણ આપણે તો  એમની એક ભૂલ માં જ વૃધાશ્રમ નો દરવાજો  બતાવી  દઈએ છીએ !......


માં - બાપ ની સેવા  બધા ના નસીબ માં નથી હોતી !... ભાગ્યશાળી વ્યક્તિ ને જ સેવા નો  લ્હાવો મળે છે !...  ઉમરા વાળી "માં " ને પ્રેમ થી સાચવશો તો ડુંગરા વાળી માં  આપોઆપ પ્રસન્ન   થઇ જશે !....



નહોતું જોઈતું ને શીદ આપ્યું ?? નહોતી જોઈ તારી વાટ ! ઘડપણ કોને મોકલ્યું ?????

Friday 22 August 2014

"લાગણીઓ સાથે ચેડા થાય અને તું અને હું માં કોઈ ત્રીજી વ્યક્તિ આવી ચડે ત્યારે છુટા છેડા જેવા ભયાનક શબ્દ ને લગ્ન જેવા કોમળ સંબંધ માં સ્થાન મળે છે "


છુટા છેડા 

"સંબંધનો અણીયારા  પૂછે સવાલ જીંદગી ની પાસે તેના  ક્યાં છે જવાબ ...
બે જાણ  ની વચે  આ શું  ગયું  ???????????? "




" સંબંધો ના સાત સુર ખોટા પડે અને આંસુ નું એક ટીપું દરિયો બની જાય ત્યારે સર્જાય છે છુટા છેડા "

 "લગ્ન " ગણો  પવિત્ર શબ્દ છે તેમાં બે વ્યક્તિઓ ધ્વારા બે પરિવારો અને  બને પરિવાર ના સમાજ ને એકબીજા સાથે એ રીતે જોડવા માં આવે છે કે   જેના દ્વારા સમાજ માં  પ્રતિષ્ટા જળવાઈ રહે !. લગ્ન  માત્ર બે વ્યક્તિઓ વચ્ચે થાય છે પરંતુ બે વ્યક્તિઓ સાથે ગણા બધાં સંબંધો અને ગણા બધા વ્યક્તિઓ અને અને આખો સમાજ સંકળાયેલો હોય છે.લગ્ન એટલે લાગણી , પ્રેમ ,સમજણ અને મર્યાદા ની એવી પરંપરા જે આપણે પુરા સમાજ ની સાક્ષી માં રહી ને એક વ્યક્તિ સાથે સમગ્ર જીવન વીતવાનું વચન આપતા હોઈએ છીએ પુરા સમાજ ની સાક્ષી માં આ વચનો કેટલા લોકો પાળે છે તે કેહવું અઘરું છે અત્યાર ના સમય માં કારણ કે અત્યાર ના સમય માં લગ્ન ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે !.એ સમય જુદો હતો  જયારે એકબીજા ને સાત જનમ સુધી સાથે રેહવાના વચન આપતા અને તે પ્રમાણે રહી પણ જાણતા પરંતુ આજે સમય બદલાયો છે આજે સંબંધો નું ભવિષ્ય વધારે માં વધારે પાંચ જે છ વર્ષ કે આના થી વધારે જો કોઈ લગ્ન સંબંધ ટક્યો હોય તો તે પણ પરિવાર ની સમજાવટ થી કે સમાજ ના ડર થી !... બાકી છુટા છેડા લેવા વાળા લોકો ને કોઈ સમાજ  કે કોઈ પરિવાર ની બીક નથી હોતી !...

આખરે એવું તે શું થાય છે કે પુરા સમાજ ની માં સાક્ષી કરેલા લગ્ન સંબંધ નો અચાનક કરુણ અંત આવી જાય છે ?? જે સંબંધ કયારેક  લાગણી થી ,પ્રેમ થી અને સમજણ થી શરુ કર્યો હતો આજે તે વાદ - વિવાદ અને જગડા ના કારણે તેનો અંત એક કાગળ ના ટુકડા પર સહી કરી દેવા થી અંત આવી જાય છે !..આપણો સમાજ બદલાઈ રહ્યો છે છુટા છેડા કોઈ અજાણ્યો શબ્દ કે ઘટના નથી  આજથી 40 - 50 વર્ષ પેહલા આ શબ્દ આપણા શબ્દ કોશ મા હતો પણ તેનું અસ્તિત્વ આપણા સમાજ માં નહોતું  પહેલાં ના સમય માં "પડ્યું પાનું નિભાવી લેવું " આ કેહવત ને અનુસરી ને લોકો જીવન જીવી લેતા પરંતુ હવે સમય બદલાયો છે  "હું શું કામ સહન કરું "  પતિ અને પત્ની ના સંબંધો માં હું પણું આવી ગયું છે !... છુટા છેડા  લેવા એ નિર્ણય લઇ ને ગણા બધા લોકો એવું  માને છે કે હવે તે જિંદગી ની મુશ્કેલીઓ માંથી બહાર નીકળ્યા કે હવે તે સારી રીતે રહી શકશે !... પણ શું લગ્ન જેવા પવિત્ર સંબંધ ને છુટા છેડા જેવા શબ્દ નો તાજ આપવો જરૂરી છે ??? શા માટે આપને લગ્ન ને સાચવી નથી શકતા ??? તેનું કારણ છે અહંમ , હું પણું , એકબીજા માટે ની સમજણ નો અભાવ.!..એકબીજા ને સમજી ને અને શાંતિ થી રહીશું તો જીવન એક નાની યાત્રા જેવું લાગશે છુટા છેડા કોઈ નિરાકરણ નથી સુખી થવા માટે નું  છુટા છેડા એતો એક એવો શબ્દ છે જે તમને પુરા સમાજ માં અભિભૂત કરી નાખે છે જે સમાજ તમારા લગ્ન માં આવી ને મોટી મોટી વાતો કરતા  તે જ લોકો તમારા છુટા છેડા પાછાળ તમારી જ નિંદા કરવા લાગશે !...



છુટા છેડા લેવા માટે ની કોઈ કંકોત્રી નથી હોતી તેતો બસ થઇ જાય છે પણ લગ્ન ની કંકોત્રી હોય છે આપને સમાજ ને જાણવાનું હોય છે કે હું લગ્ન કરું છુ  બધા એ હાજર રેહવાનું છે પણ કયારેય સાંભળ્યું કે છુટા છેડા ની કોઈ જાહેરાત થઇ આજ તો કુદરત ની મોહમાયા છે કે લગ્ન એ સમગ્ર સમાજ ને જોડતી કડી છે , વિશ્વાસ છે , જયારે છુટા છેડા તે બે વ્યક્તિઓ અને સમગ્ર સમાજ  થી દુર કરતી એક પ્રકાર ની ગેરસમજણ થી ઉદભવેલો શબ્દ છે જે માણસ ને  કોરી ખાય છે છુટા છેડા લીધેલી વ્યક્તિ નું સમાજ માં પણ કઈ વધારે મોભો કે પ્રતિષ્ઠા રેહતા નથી આ એજ સમાજ છે જે લગ્ન સમયે તમારી સાથે હતો પણ જયારે છુટા પાડવાનો વારો આવે છે ત્યારે આજ સમાજ સાથ આપવાને બદલે પ્રશ્નાર્થ ભરી નજરે  જોવા લાગે છે.છુટા છેડા થવાનું માટે નું મુખ્ય કરણ એક જ છે સમજણ નો અભાવ , નાનાં નાનાં જગડા ઓ ને  મોટું સવરૂપ આપી  દેવું !...જો થોડું જતું કરવાની ભાવના રાખીશું તો આપણા જીવન માં સોનામાં સુગંધ ભળી જશે !...

" આખા સમાજ ને ભેગા કરી  રાખવાની તાકાત વિશ્વાસ માં એટલે કે લગ્ન માં હોય છે , જયારે માણસ ને માનસિક રીતે લાચાર અને સમગ્ર સમાજ માં બદનામ કરવાનો વહેમ એટલે છુટા છેડા!.!!!"




Thursday 14 August 2014

જહાં ડાળ ડાળ પર સોને કી ચીડિયા કરતી હે બસેરા વો ભારત દેશ હે મેરા ...




મારું ઉજ્વળ ભારત 

"મને ગર્વ છે કે હું એક ભારતીય છું"



જયારે ભારત દેશ એ શૂન્ય હતો કોઈ પણ પ્રકાર ની ટેકનોલોજી નહિ કે કોઈ પણ પ્રકાર નું  બસ ચારેબાજુ થી ગેરાયેલો દેશ જે અંગ્રેજો ની ગુલામી નીચે  દબાયેલો હતો !.... વર્ષો પેહલા  દુનિયા ના નકશા માં ભારત નું સ્થાન બહુ જ નાનું કહીં સકાય  હતું પરંતુ એક વ્યક્તિ એવો  આવીયો જેને આખા ભારત નો નકશો જ બદલી દીધો ભારત દેશ ને ગુલામી માં નમાંથી મુક્ત કરવા માટે ગણી બધી મુશ્કેલીઓ સહન  સત્યાગ્રહો , અનદોલાનો કર્યા !... અને ગણા બધા શુરવીરો શહીદ પણ થયા !........ ત્યારે પછી આપણ ને ગુલામી મુક્ત ભારત દેશ મળ્યો છે આજે જો આપણો દેશ બધા જ ક્ષેત્રો માં મુક્તરીતે આગળ વધી રહ્યો છે તો તે આ શુરવીરો ની શૂરવીરતા ના કારણે  જ !..... સલામ છે તેમની માતાઓ ને કે તેમણે દેશ ની રક્ષા માટે પોતાનાં એક ના એક દીકરા ને  ખુશી થી દેશ ની સેવા માટે સમર્પિત કરી દીધો !.................. 



15 ઓગષ્ટ ના દિવસે સલામ આપીએ એ લોકો ને જેમણે દેશ ની સેવા માં પોતાનું  સમગ્ર જીવન સમર્પિત કરી દીધું અને જયારે આપણે ગરમા બેસીને દિવાળી કે હોળી માનવતા હતા ત્યારે તે લોકો ગોળીઓ થી દુશ્મનો નો નીડરતા પૂર્વક સામનો કરતા હતા , કરે છે અને હંમેશા કરતાં રેહશે !..... 


સુગંધ એજ છે મારા દેશ ની માટી ની જે બાપુ એ બનાવી હતી  !..

આજે પણ અકબંધ છે !.. તેની સુગંધ અને તેની શક્તિ !... 

ભારત દેશ ની માટી ના લીધે જ લડી જાય છે સરહદ પર 

ભારત માતા ના શુરવીરો લોહી વહાવી જાય છે દેશ ની રક્ષા માટે !...
.
ગણ બધાં શુરવીરો લડી ગયા !... આજાદિ અપાવી ગયા

ગણી લડતો લડાઈ , ગણું લોહી વહી ગયું। ......

ગણી બધી માતા ના લાડકવાયા શહીદ થયા

છતાં પણ એ માતાઓ ને ગર્વ છે આજેપણ  દીકરાઓ ની શહીદી પર 

કસુંબી ના રંગ માં રંગાઈ ગયો છે તે માતાઓ નો પ્રેમ !...

શહીદી લીધી છે જે જવાનો એ લાખ લાખ વંદન છે !... 

આવા  શુરવીરો ને જેમને પોતાની જીંદગી દેશસેવા માં ત્યજી દીધી !....





ભારત માતા કી જય 











Saturday 2 August 2014

લોકો જીંદગી જીવશે અમે ગજલો રચી જાણીશું , મળી છે ભાગ્યવશ જે લાગણી તેની મીઠાશ લખી જાણીશું !...


લાગણી ની મીઠાશ 





બિડાયેલી છે આંખો છતાં પણ કઈક કહી રહી છે !.. 

આ  મન ની અકળામણ નો ઉકેલ લાવવા જ છલકી રહી છે 

જીવન ની જાકામ્જોળ માં ક્યાંક ખોવાઈ ગયું છે કંઈક !..

સમજવા છતાં સમજાતું નથી શું તે કોઈ કોયડો છે ??

એક અંનત એહસાસ છે જીવન નો જે આ મન ને મિથ્યા કરી જાણે છે !..

જેની સાથે લાગણી જોડાયી હતી એ સંબંધ ને શું નામ આપું ???

દિલ ની આ લાગણી , બહાર આવવા માટે જજુમીયા કરે છે ??

લાગણી ની સંવેદના ના આ સુર ને શું નામ આપું ????

આંખોમાં આશ,અને મનમાં હજી એક લાગણી નો એહસાસ છે.

જીવન તો ચાલે છે। ... પણ થોડાં થોડાં અંતરે રોકાઈ જાય છે તો શું કરું ???

એક વણમાગી સલાહ આપું છુ મિત્રો જીંદગી માં સુખી થવું હોય તો 

લાગણીઓ અને પ્રેમ  ની મોહજાળ માં ફસાવા કરતાં ,

ખુશી ના દરિયા માં ડૂબી જવા માં વધારે મજા છે.!!!!!!!



.