Powered By Blogger

Sunday 7 September 2014

કઈક એવી રીતે સોદો કર્યો જીવન સાથે કે જીવન નો દસ્તાવેજ અધુરો રહી ગયો પણ લાગણીઓ નો ખજાનો છલકાઈ ગયો હર્દય ની સંવેદના ના ના સુર માં !....




જીવન નો દસ્તાવેજ 



મનમાં થોડો સમય નો ભેજ છે !...
કોઈ લાગણી ની નનામી છે કે કોઈ કોર્ટ નો સિક્કો 

તારી વિશ્વાસ રૂપી સહી ખૂટી ગઈ હવે !...
પણ હર્દય માં છાપ હજી તાજી જ છે !... 

સમય નો ભેજ લાગી  ગયો તારી લાગણીઓ ને 
કે વરસાદ એ વરસવાનું પણ છોડી દીધું !...... 

સંદેહ થયો મને ત્યારે સમજાયું 
આતો દસ્તાવેજ છે મારા જીવન નો

હસ્તાક્ષર કરી આપીયા તને જીવન ના  દસ્તાવેજ પર 
પણ , કાયદેસર ની કાર્યવાહી જ અધુરી રહી ગઈ !....

જીવન માં સમય નો ભેજ નહીવત રેહવાનો જ...!
પવન ના સુસવાટા માં લાગણીઓ તણાઈ આવે છે તેનું શું ???

લાગણીઓ ની તકતી  ઘડાઈ ગઈ  રહી છે !... આ જીવન ના દસ્તાવેજ પર....









Tuesday 2 September 2014

જીંદગી માં સ્મિત એટલે હાસ્ય દ્વારા કરવામાં આવતો અભિનય !.....


 મને ગમે છે !...



શરારત છે કઈક જીંદગી ની જે મને ગમે છે !...

મારી ખુમારી મારી જીંદગી ને ગમે  છે !...

નશો ચડ્યો છે જીંદગી ની દિવ્યતાનો  જે મને ગમે છે !...

ગણો દબદબો છે જીંદગી નો મારા ઉપર જે મને ગમે છે !...

ઉલ્જ્યા રહ્યા ઉલ્જનો માં ત્યારે સમજાયું !....

દરેક દુઃખ ના દસ્તાવેજ પર આપણા પોતાના જ હસ્તાક્ષર હોય છે 

છતાં પણ જીંદગી સાથે અટ્ટહાસ્ય કરી  ને લડવું મને ગમે છે !.