સુગંધ એજ છે મારા દેશ ની માટી ની જે બાપુ એ બનાવી હતી !..
આજે પણ અકબંધ છે તેની સુગંધ અને તેની શક્તિ !...
ભારત માતા ની શક્તિ ના લીધે જ લડી જાય છે સરહદ પર
ભારત માતા ના શુરવીરો લોહી વહાવી જાય છે દેશ ની રક્ષા માટે !...
.
ગણ બધાં શુરવીરો લડી ગયા આઝાદી અપાવી ગયા
ગણી લડતો લડાઈ , ગણું લોહી વહી ગયું। ......
ગણી બધી માતા ના લાડકવાયા શહીદ થયા
છતાં પણ એ માતાઓ ને ગર્વ છે આજેપણ દીકરાઓ ની શહીદી પર
કસુંબી ના રંગ માં રંગાઈ ગયો છે તે માતાઓ નો પ્રેમ !...
શહીદી લીધી છે જે જવાનો એ લાખ લાખ વંદન છે !...
આવા શુરવીરો ને જેમને પોતાની જીંદગી દેશસેવા માં ત્યજી દીધી !....
ભારત દેશ જેવી પવિત્ર ભૂમિ પર જન્મ લેવો તે ખરેખર એક ગર્વ ની વાત છે આ ભૂમિ પર ધાર્મિક આસ્થા નું ગણું જ મહત્વ છે પરંતુ આ મહત્વ ત્યારે જ વધ્યું જયારે આપણો દેશ આઝાદ થયો. ઘણાં વર્ષો ની ગુલામી પછી 15 , ઓગસ્ટ 1947 ના રોજ આપણો ભારત દેશ અંગ્રેજો ની ગુલામી માંથી આઝાદ થયો હતો વર્ષો પેહલા આપણો દેશ અંગ્રેજો ની ગુલામી હેઠળ જીવી રહ્યો હતો તે સમયે દેશ માં કોઈ પણ પ્રકાર ની ટેકનોલોજી કે કોઈ પણ પ્રકાર ની સદેશાવ્ય્વહાર ની સુવિધા ઉપલબ્ધ ના હતી.અંગ્રેજો નો ઢોર માર ગુલામી હેઠળ આપણો દેશ પીસાતો જતો હતો વર્ષો ના વર્ષો વીત્યા ભારતવાસીઓ આ ગુલામી ના લીધે ત્રાસી ગયા હતા અને એક દિવસ આ ગુલામી માંથી છુટવા માટે ના પ્રયાસો શરુ થયા લોકો માં વિદ્રોહ ની આગ એટલી હદે ભડકી ઉથી અને ભારત માતા ને ગુલામી માં થી આઝાદ કરાવા માટે ભારત ની ભૂમિ પર અનેક શુરવીરો એ પોતાના પ્રાણ ની આહુતિ આપી દીધી અનેક માતાઓ એ પોતાનો ખોળાનો ખુંદનાર દેશ ની સેવા માટે સમર્પિત કરી દીધા અને છેવટે આઝાદી મેળવી ને જ તેમેણ શાંતિ મેળવી આ દિવસે જ આપણો ભારત દેશ અંગ્રેજો ની ગુલામી માંથી આઝાદ થયો હતો માટે તેને આપને સવ્તંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ અને શહીદ થયેલા લોકો ને શ્રધાંજલિ અર્પણ કરીએ છીએ .
આ દિવસ આવતા ની સાથે જ આપણ ને તે શહીદ થયેલા લોકો ની યાદ આવે છે આને આપનું મસ્તક તેમને શ્રધાંજલિ આપવા માટે જુકી જાય છે વર્ષો પેહલા દુનિયા ના નકશા માં ભારત નું સ્થાન બહુ જ નાનું કહીં સકાય તેવુ હતું પરંતુ અનેક શુરવીરો અને ભારત માતા ના બહાદુર પુત્રો એ ભારત ને ઘણી ઉંચાઈએ પહોચાડ્યું છે શુરવીરો એ માત્ર આપણા દેશ ને આઝાદ જ નથી કર્યો પરંતુ આખા ભારત નો નકશો જ બદલી દીધો છે ભારત દેશ ને ગુલામી માં માંથી મુક્ત કરવા માટે ગણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડી સત્યાગ્રહો , અનદોલાનો કર્યા !... અને ગણા બધા શુરવીરો શહીદ પણ થયા !........ ત્યારે પછી આપણ ને ગુલામી મુક્ત ભારત દેશ મળ્યો છે આજે જો આપણો દેશ બધા જ ક્ષેત્રો માં મુક્તરીતે આગળ વધી રહ્યો છે તો તે આ શુરવીરો ની શૂરવીરતા ના કારણે જ !..... સલામ છે તેમની માતાઓ ને કે તેમણે દેશ ની રક્ષા માટે પોતાનાં એક ના એક દીકરા ને ખુશી થી દેશ ની સેવા માટે સમર્પિત કરી દીધો !
ભારત દેશ ના શુરવીરો આજે પણ સરહદ પર આપણા ભારત દેશ ની સેવા માટે દિવસ રાત લડી રહ્યા છે.
જયારે જયારે આપણા દેશ પર દુશ્મનો નો હુમલો થાય છે તેટલી વાર અનેક માતા ના લાડકવાયા પુત્રો ભારત માતા ના ચરણો માં શહીદ થાય છે. પણ પોતાનું કર્તવ્ય કયારેય પણ નથી ભૂલતા.
15 ઓગસ્ટ ના દિવસ નું એક ઐતિહાસિક મહત્વ છે આજના દિવસે આપણે એક પ્રતિજ્ઞા લેવી જોઈએ કે ભારત દેશ ના નાગરિક તરીકે હું ભ્રષ્ટાચાર , આતંકવાદ , ઘુસણખોરી , અને હિંસા ને દેશમાં ના જડમૂળ માંથી હટાવી દેવા હંમેશા પ્રયત્નશીલ રહીશ.
"મને ગર્વ છે કે હું એક ભારતીય છું"